દાદા-દાદી બની ગયા મુકેશ અને નીતા અંબાણી, પરિવારમાં આવ્યો “નાનો મહેમાન”, જુઓ આકાશ અને શ્લોકાનાં પુત્રની તસ્વીરો
બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે અને તેમના ઘરે “નાના મહેમાન” આવેલ છે. તેમની વહુ શ્લોકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. પાછલા વર્ષે જ તેમના દીકરા આકાશ અંબાણીણા લગ્ન શ્લોકા સાથે થયા હતા અને આજે તેમના ઘરે એક દીકરાનું આગમન થયું છે. સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનો એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના પૌત્રની સાથે નજર આવી રહ્યા છે. આ ફોટો હોસ્પિટલમાં બાળકોનો જન્મ થયા બાદ તુરંત લેવામાં આવ્યો છે.

અંબાણી પરિવાર તરફથી રજૂ કરવામાં આવે સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી શ્લોકા અને આકાશ અંબાણીનાં ઘરે આજે દીકરાનો જન્મ થયો છે. દીકરાનો જન્મ મુંબઈમાં થયો છે. નીતા અને મુકેશ અંબાણી દાદા-દાદી બની ગયા છે. બંનેએ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીનાં ગ્રાન્ડસન નું સ્વાગત કર્યું છે. બાળક અને માં બંને સ્વસ્થ છે.”

શ્લોકાએ ગુરુવારે સવારે ૧૧ વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે અને હાલના સમયમાં તે હોસ્પિટલમાં છે. વળી બીજી તરફ અંબાણીનાં ઘરમાં નાના મહેમાન નાં સ્વાગતની તૈયારીઓ ધામધૂમથી કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે આકાશ અને શ્લોકાનાં લગ્ન ૯ માર્ચ, ૨૦૧૯નાં થયા હતા. તેમના લગ્નમાં દુનિયાભરની પ્રસિદ્ધ હસ્તીઓ સામેલ થઈ હતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, તેમની પત્ની ચેરી બ્લેયર, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મુન, સુંદર પીચાઇ, તેમની પત્ની અંજલી, આનંદ મહિન્દ્રા, સચિન તેંડુલકર સહિત ઘણા લોકો લગ્નમાં શામેલ થયા હતા. વળી લગ્નના દોઢ વર્ષ બાદ તેમના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે.
પાછલા વર્ષે ખરીદી હતી ટોય ચેન

પાછલા વર્ષે જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ ૬૪૦ કરોડ રૂપિયામાં બ્રિટનની રમકડા બ્રાન્ડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ અંબાણી પોતાના ઘરે આવનાર નવા મહેમાન માટે પહેલાથી જ રમકડાં ખરીદવામાં જોડાઈ ગયા છે.
Post a Comment