ઘરમાં સવાર-સાંજ આ ૫ ચીજોની ધુપ કરો, પૈસાથી ઘર ભરાઈ જશે અને ખરાબ શક્તિઓ દુર થઈ જશે

 પુજા-પાઠ કરતા સમયે ધુપ આપવી એક પ્રાચીન પરંપરા છે. એમાંથી સળગેલા અંગારા પર કોઈ વિશેષ વસ્તુ રાખીને એનો ધુમાડો કરવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ જાય છે, જેનાથી ઘણાં લાભ પણ થાય છે. હવે આ વસ્તુ તેના પર નિર્ભર કરે છે કે તમે કઈ વસ્તુની ધુપ આપી છે. એવામાં આજે અમે તમને ભિન્ન ભિન્ન વસ્તુઓથી આપવામાં આવેલી ધુપના લાભ બતાવવા જઈ રહ્યા છે.

કપુરની ધુપ

પુજા-પાઠમાં કપુરનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે. આ સુગંધિત પદાર્થને સળગાવાથી વાતાવરણ પણ સુગંધિત થઈ જાય છે. રોજ સવારે તથા સાંજે કપુરની ધુપ આપવાથી દેવદોષ તથા પિતૃદોષ દુર થાય છે. આ સિવાય ઘરમાંથી વાસ્તુદોષ પણ ચાલી જાય છે.

ગુગળ ની ધુપ

ગુગળની સુગંધ મીઠી હોવાના કારણે એનો ઉપયોગ સુગંધ, અત્તર તથા ઔષધીઓમાં કરવામાં આવે છે. તેને આગમાં સળગાવવામાં આવે તો આસપાસનું વાતાવરણ અને મનમોહક સુગંધ થી મહેકી ઊઠે છે. જો તમે શુદ્ધ ગુગળની ધુપ સતત ૭ દિવસ સુધી આપો છો તો ઘરમાં રહેલા દરેક જાતનાં દોષ સમાપ્ત થઈ જાય છે. એનાથી ઘરના કલેશ પણ શાંત થાય છે. સાથે જ ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.

લોબાન ની ધુપ

છાણાં કે અંગારા પર લોબાન ને સળગાવાથી ઘર સુગંધિત થઈ જાય છે. એનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. એ પારલૌકિક શક્તિને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ કારણ છે કે કોઇ વિશેષજ્ઞની સલાહ પછી ઘરમાં એનો ઉપયોગ કરવો જોઈએ.

ગોળ-ઘી ની ધુપ

છાણાં પર ગોળ અને ઘી મેળવીને ધુપ આપવાથી સુગંધિત વાતાવરણ નિર્મિત થાય છે. તમે એના પર રાંધેલા ભાત પણ રાખી શકો છો. એ તમારા મન અને મસ્તિષ્કને શાંત કરે છે. તેનાથી તણાવથી મુક્તિ મળે છે. ઘરમાં લડાઈ-ઝઘડા નથી રહેતા. આ રીતે શાંત વાતાવરણ ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. દેવ દોષ તથા પિતૃદોષ સમાપ્ત કરવા માટે પણ ગોળ-ઘી ની ધુપ દિવસમાં આપવામાં આવે છે.

નકારાત્મકતા શક્તિઓ દુર કરવા માટે વિશેષ ધુપ

ઘરમાં જો નકારાત્મક શક્તિઓ છે તો એ આ વિશેષ ધુપ થી તે દુર ભાગી જશે. એના માટે તમે પીળી સરસવ, ગુગળ, લોબાન, ગૌધૃત ને મેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો. હવે સુર્યાસ્ત પછી છાણાં ઉપર આ મિશ્રણને નાખીને ધુપ આપો. એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. આ ઉપાય ૨૧ દિવસ સુધી સતત કરો. ઘરની બધી નેગેટિવ શક્તિઓ દુર થઈ જશે.