૨૪ વર્ષ પહેલા મિથુને કચરાનાં ઢગલા માંથી ઉઠાવીને લીધી હતી દત્તક, આજે લાગે છે પરી જેવી સુંદર
મીથુન ચક્રવતી પોતાના જમાનાનાં મશહૂર અભિનેતા હતા. મિથુન ચક્રવર્તી અત્યાર સુધીમાં પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મિથુન એક સારા કલાકાર હોવાની સાથે-સાથે એક ખુબ જ સરસ ડાન્સર પણ હતા. તેમની પોતાની એક અલગ ડાન્સ સ્ટાઇલ હતી. તેઓ ડિસ્કો ડાન્સર નામથી મશહૂર હતા. તેમની ડાન્સ સ્ટાઇલને લોકો આજે પણ કોપી કરે છે.
મિથુન ચક્રવર્તીનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ કહેવામાં આવે છે કે શ્રીદેવી તેમની સૌથી વધારે નજીક હતા. ફિલ્મ “ગુરુ” નાં શૂટિંગ દરમિયાન શ્રીદેવી અને મિથુનની મિત્રતા થઈ હતી અને તેઓ એકબીજાની નજીક આવી રહ્યા હતા. પરંતુ બંનેએ ક્યારેય પણ પોતાના અફેરને ખબરો પર મહોર લગાવી નહીં.

કહેવામાં આવે છે કે તેઓ શ્રીદેવીને એટલો પ્રેમ કરતા હતા કે પોતાની પહેલી પત્ની યોગિતા બાલીને છુટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો હતો. જ્યારે યોગીતાને આ વાતની જાણ થઈ તો તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ વાતથી મિથુન એટલા ડરી ગયા કે તેઓ યોગીતાને છોડવાની હિંમત કરી શક્યા નહીં અને શ્રીદેવી થી અંતર બનાવી લીધુ.

જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીના કુલ ૪ બાળકો છે. જેનું નામ મહાક્ષય ચક્રવર્તી, દિશાની ચક્રવર્તી, ઉશ્મે ચક્રવર્તી અને નમાશી ચક્રવર્તી છે. મહાક્ષયે વર્ષ ૨૦૦૮માં “જીમ્મી” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ધ મર્ડરર, હોન્ટેડ, લૂંટ અને રોકી જેવી ફિલ્મોમાં નજર આવેલ છે, પરંતુ બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી શકેલ નહીં.

વળી હાલના દિવસોમાં ચર્ચા છે કે દિશાની પણ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. તમને જણાવી દઈએ કે દિશાની મિથુન ચક્રવર્તીની સગી નહીં, પરંતુ દત્તક લીધેલી દીકરી છે. નિશાની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને જેના કારણે બોલિવૂડ ડાયરેક્ટર તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે આતુર છે.
૨૪ વર્ષ પહેલા કચરાના ઢગલામાંથી મળી હતી

દિશાની જ્યારે નાની હતી ત્યારે તેના અસલી માં-બાપે તેને કચરાના ઢગલામાં છોડીને ગયા હતા. જ્યારે આસપાસ પસાર થયેલા લોકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો, તો તેને ત્યાંથી કાઢી હતી. આગલા દિવસે આ ખબર સમાચાર પત્રમાં છપાઇ અને મિથુનને જ્યારે જાણવા મળ્યું તો તેમણે પોતાની પત્ની સાથે તેને દત્તક લેવા વિશે વાત કરી.
ખૂબ જ ગ્લેમરસ છે દીકરી દિશાની

દિશાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ છે. દિશાની ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. જણાવી દઈએ કે દિશાનીની એક્ટિંગમાં ખૂબ જ દિલચસ્પી છે અને તે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી થી એક્ટિંગનો કોર્સ કરી રહી છે.

તેમને જણાવી દઈએ કે દિશાની એક શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આજની આ પોસ્ટ માં અમે તમને દિશાની ચક્રવર્તીની અમુક સુંદર તસ્વીરો તમારા માટે લઈને આવ્યા છીએ. જેને જોયા બાદ તમે પણ તેની સુંદરતાના દીવાના બની જશો.
દિશાનીના ફેન્સ પણ તેની તસ્વીરોની આતુરતાથી રાહ જુએ છે

દિશાનીની તસ્વીરો એક થી એક ચડિયાતી જોવા મળી રહી છે

માનવામાં આવી રહ્યું છે કે દિશાની ખુબ જ જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરશે, તેના ફેન્સ પણ તેને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Post a Comment