ટુંકા કપડાંને સખત નફરત કરે છે ટીવી ની ૫ અભિનેત્રીઓ, શરીરનો દેખાડો કરવો પસંદ નથી

 ટીવી ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ છે. આ અભિનેત્રીઓ સિરિયલમાં કામ કરીને ઘરમાં મશહૂર થઈ ગઈ છે. આજે આ અભિનેત્રીઓની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી. ટીવીની આ અભિનેત્રીઓ પોતાના અભિનયની પ્રતિભાથી બોલિવૂડની મોટી મોટી હિરોઇનોને પાછળ રાખી શકે છે. ટીવીની આ અભિનેત્રીઓ એ સાબિત કર્યું છે કે ગ્લેમરસ દેખાવા માટે ટૂંકા કપડાની જરૂરિયાત હોતી નથી. એક મહિલા સલવાર-સુટ અને સાડીમાં પણ સુંદર અને ગ્લેમરસ દેખાઈ શકે છે. વળી આ અભિનેત્રીઓ ફેમસ થવા માટે ટૂંકા કપડા પહેરવાથી દૂર રહે છે. આજની આ પોસ્ટમાં અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીશું, જેમને ટૂંકા કપડાં પહેરવાથી સખત નફરત છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠીનું નામ ટીવી ની સૌથી મશહુર અભિનેત્રીઓમાં સામેલ છે. હાલમાં તેઓ સ્ટાર પ્લસની સાથે “યે હે મોહબતે” માં ઈશિતા ભલ્લા નું પાત્ર નિભાવી રહી છે. આજે તેમની ફેન ફોલોઈંગ કોઈ મશહૂર બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી. દિવ્યાંકા ત્રિપાઠી પોતાની કારકિર્દીની શરૂઆત “બનુ મૈ તેરી દુલ્હન” સીરીયલ થી કરેલ હતી. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષ પસાર કર્યા બાદ પણ દિવ્યાંકાએ આજ સુધી ટૂંકા કપડાને હાથ પણ લગાવ્યો નથી.

પરિધિ શર્મા

પરિધિ શર્મા ઝી ટીવીની સીરિયલ “જોધા અકબર” માં જોધા નું મજબુત પાત્ર નિભાવી ચુકી છે. તેમણે પડદા પર જોધાનાં આ પાત્રને ખુબ જ સરસ રીતે રજૂ કર્યું છે. ૨૦૧૬માં માં બન્યા બાદ પરિધિએ નાના પડદાને અલવિદા કરી દીધું હતું. હાલના દિવસોમાં તે સોની ની સીરીયલ “પટિયાલા બેબ્સ” માં નજર આવી રહી છે. જણાવી દઈએ કે પરિધિએ આજ સુધી ટૂંકા કપડાં પહેરેલ નથી અને ક્યારેય પણ અંગપ્રદર્શન કર્યું નથી.

કૃતિકા સેંગર

કૃતિકા સેંગર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. કૃતિકા “પુનર્વિવાહ”, “ઝાંસી કી રાની”, “કસમ તેરે પ્યાર કી”, “સર્વિસ વાલી બહુ” જેવી ઘણી સિરિયલમાં કામ કરી ચૂકી છે. જણાવી દઈએ કે કૃતિકાએ પણ હંમેશા ટૂંકા કપડાં પહેરવાની મનાઇ કરેલ છે, એટલું જ નહીં તેમને તો ઇંટીમેટ સીન આપવા પણ પસંદ નથી અને તેઓ પોતાના ડાયરેક્ટરને પહેલાથી જ કહી દે છે કે સિરિયલમાં તેઓ કોઈ ઇંટીમેટ સીન આપશે નહીં.

અલીશા પંવાર

અલીશા પંવાર પણ તેવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી છે. તે “ઇશ્ક મે મર જાવા”, “જમાઈ રાજા” અને “થપકી પ્યાર કી” જેવા શોમાં નજર આવી ચૂકી છે. ૨૩ વર્ષની અલીશા પોતાની સાદગી માટે જાણીતી છે. તેમણે ક્યારેય પણ સફળ થવા માટે પોતાની બોલ્ડનેસનો આશરો લીધો નથી. અલીશા પણ ટુંકા કપડા માટે સ્પષ્ટ મનાઇ કરી દે છે.

દીપિકા કક્કડ

સીરીયલ “સસુરાલ સિમર કા” માં સીમરનું પાત્ર નિભાવીને મશહૂર થયેલી દીપિકા કક્કડ હાલમાં જ બિગ બોસમાં વિનર રહી હતી. દીપિકા કક્કડે વીતેલા વર્ષમાં ટીવી એક્ટર્સ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. દીપિકા કક્કડ આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, તેમ છતાં પણ તે એક્સપોઝ કરવાની સખત વિરોધી છે. તેઓ એવામાં કોઈપણ ઓફર ઠુકરાવી દે છે, જેમાં એક્સપોઝ કરવાનું હોય છે.