જીવનને સફળ બનાવવા માટે બિલ ગેટ્સની સફળતાનાં ૧૦ મુળ મંત્ર, જાણી લેશો તો સફળ થતાં કોઈ નહીં રોકી શકે

 દુનિયાના સૌથી અમીર લોકો ટોપ-૧૦ બિઝનેસમેનમાં બિલ ગેટ્સ સામેલ છે, જેમણે માઈક્રોસોફ્ટ નામની બ્રાન્ડ બનાવેલ છે. તેમની સફળતાના કિસ્સા દુનિયામાં ખૂબ જ મશહૂર છે. જ્યારે તેમણે પોતાના બિઝનેસને ઊંચાઇઓ પર પહોચાડ્યો ત્યારે તેમણે પોતાના અનુભવને દુનિયા સાથે શેર કર્યા હતા. તે ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં સફળ થાય અને ઊંચાઇઓ પર પહોંચે. દુનિયાના મોટા મોટા બિઝનેસમેન બિલ ગેટ્સને પોતાનો આદર્શ માને છે અને તેમના બતાવેલા સફળતાના મૂળ મંત્ર પર ચાલે છે.

બિલ ગેટ્સ “સાધારણ જીવન અને ઉચ્ચ વિચારસરણી” પર વિશ્વાસ રાખે છે અને જો કોઈ તેમની સફળતાનું રહસ્ય પૂછે, તો તેઓ પણ એ જ જણાવે છે. જીવનને સફળ બનાવવા માટે બિલ ગેટ્સનાં સફળતાના ૧૦ મૂળ મંત્ર છે, જેને તમે પણ પોતાના જીવનમાં ઉતારીને સફળ બની શકો છો.

જીવનને સફળ બનાવવા માટે બિલ ગેટ્સની સફળતાનાં ૧૦ મૂળ મંત્ર

૨૮ ઓક્ટોબર, ૧૯૫૫ વોશિંગ્ટનમાં જન્મેલા બિલ ગેટ્સનું આખું નામ વિલિયમ હેનરી ગેટ્સ છે. તેમના પિતા મશહૂર વકીલ વિલિયમ એચ ગેટ્સ હતા અને માં મેરી મેક્સવેલ બેંક ઓફિસર હતા. બિલ ગેટ્સના માતા-પિતા તેમને એક મોટા વકીલ બનાવવા માગતા હતા, પરંતુ તેમનું મન હંમેશા કોમ્પ્યૂટર સાયન્સ અને પ્રોગ્રામિંગ ભાષાઓમાં રહેતું હતું. બિલ ગેટ્સે પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો. તેમણે પહેલાં કોમ્પ્યુટર પ્રોગ્રામ ટીક-ટેક-ટો નામથી બનાવ્યું હતું. તો ચાલો જ હવે તમને જણાવીએ તેમની સફળતાના મૂળ મંત્ર.

  • તમારી અંદર ગમે તેટલી યોગ્યતા હોય, પરંતુ ફક્ત એકાગ્રચિત થઈને તમે મહાન કાર્ય કરી શકો છો.
  • તમારા સૌથી અસંતુષ્ટ ગ્રાહક તમારા શીખવાનો સૌથી મોટો સ્ત્રોત હોય છે.
  • સફળતા એક બેકાર શિક્ષક છે, તે લોકોમાં એવા વિચાર વિકસિત કરી દે કે તેઓ અસફળ નથી થઈ શકતા.
  • પોતાની તુલના ક્યારેય કોઈ સાથે કરવી નહીં. જો તમે આવું કરો છો તો તમે પોતાનું અપમાન કરી રહ્યા છો.
  • જ્યારે તમારા હાથમાં પૈસા હોય છે, તો ફક્ત તમે ભૂલી જાઓ છો કે તમે કોણ છો. પરંતુ જ્યારે તમારા હાથ ખાલી હોય છે, તો સંપૂર્ણ સંસાર ભૂલી જાય છે કે તમે કોણ છો.
  • સફળતાની ઉજવણી કરવી સારી વાત છે, પરંતુ અસફળતાઓ માંથી શીખવું તેનાથી પણ વધારે જરૂરી છે.
  • આપણે બધાને એવા લોકોની જરૂરિયાત છે, જે આપણને ફીડબેક આપી શકે. કારણ કે આ ફીડબેકને કારણે આપણે પોતાનું જીવન સુધારી શકીએ છીએ.

  • જો તમે ગરીબીમાં જન્મ્યાં છો તો તે તમારી ભૂલ નથી, પરંતુ જો તમે ગરીબીમાં મૃત્યુ પામો છો તો તમારી સૌથી મોટી ભૂલ છે.
  • એક સારા પ્રોફેશનલ એન્જિનિયર બનવા માટે તમારે પરીક્ષાની તૈયારી હંમેશા મોડેથી શરૂ કરવી જોઈએ. કારણ કે આવું કરવાથી તમે સમય મેનેજમેન્ટ શીખી શકો છો અને ઇમરજન્સીને હેન્ડલ કરવાનું પણ ખૂબ જ સારી રીતે શીખી શકો છો.
  • જો તમે કોઈ કઠિન કામ સરળ રીતે કરવા માંગો છો, તો તમારે કોઈ આળસુ વ્યક્તિને આપવું જોઈએ. કારણકે આળસુ વ્યક્તિ તે કામને કરવા માટેની સરળ રીત શોધી લેતા હોય છે.
  • મુર્ખ બનીને ખુશ રહેવું સમજદારી છે, કારણ કે તેમાં પુરી આશા રહે છે કે તમે અંતમાં સફળતા પ્રાપ્ત કરશો.