શું તમને યાદ છે તુમબીન ની હિરોઈન સંદલી? ૨ બાળકોની માં બની ચુકેલી છે છતાં પણ દેખાય છે સુંદર, જુઓ તસ્વીરો
બોલિવૂડમાં એવી ઘણી બધી હિરોઈનો આવી, જેણે સુપરહિટ ફિલ્મો આપી અને દર્શકોનું દિલ જીતી લીધું. પરંતુ પછી તે ગુમનામીનાં અંધકારમાં જતી રહી. એવી જ એક સ્ટાર હતી સંદલી સિંહા, જેને તમે તુમબીન ફિલ્મમાં જોઈ હશે. ફિલ્મ તુમબીન પડદા ઉપર ખૂબ જ હિટ સાબિત થઈ હતી અને સંદલી સિંહા રાતોરાત ખૂબ જ મોટી સ્ટાર બની ગઈ હતી. સંદલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મની સફળતામાં સંદલીને ખૂબ જ મોટી સ્ટાર બનાવી હતી. તેને જોઈને લોકોને વિશ્વાસ હતો કે બોલિવૂડને એક હિટ સ્ટાર મળી ગઈ. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. સંદલી મોટા પડદાથી ખૂબ જ દૂર જતી રહી અને લાઈમ લાઈટથી દૂર જીવન પસાર કરી રહી છે.
પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ સંદલી

તુમબીન સંદલી સિન્હાની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. તેણે માસુમ આંખો અને દિલ જીતી લેવા વાળી સ્માઇલથી લોકોને દિવાના બનાવ્યા હતા. સંદલીએ પણ હિટ આપીને સાબિત કર્યું હતું કે તે આગળ સફળતા પ્રાપ્ત કરશે, પરંતુ એવું થયું નહીં. આ ફિલ્મ પછી સંદલી ને એવો રોલ ના મળ્યો, જેનાથી તે પોતાની પ્રતિભા સાબિત કરી શકે અને તેની કારકિર્દી નીચે આવવા લાગી.

જ્યારે સંજેલી ની બીજી ફિલ્મ ચાલી નહીં, ત્યારે તેને સાઈડ રોડ મળવા લાગ્યો. ફિલ્મ પિંજર અને અબ તુમ્હારે હવાલે વતન સાથીઓમાં તે સાઈડ રોલમાં જોવા મળી. તેમની એક્ટિંગ આ ફિલ્મોમાં પસંદ પણ કરવામાં આવી, લીડ રોલમાં ના હોવાના કારણે તે વધારે લોકોને પ્રભાવિત કરી શકી નહીં. ત્યારબાદ તેમને સાઈડ રોલ પણ મળવાનું ઓછું થઈ ગયું અને તેમની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ.
ફ્લોપ ફિલ્મો પછી પડદાથી જાળવી લીધું અંતર

સંદલી સિંહાનો જન્મ પાયલોટ અને ડોક્ટર પરિવારમાં થયો હતો, પરંતુ તેમને પોતાની કારકિર્દી ફિલ્મોમાં બનાવવાનું નક્કી કર્યું હતું. તેના લીધે તેણે મોડેલિંગમાં પોતાની કારકિર્દી બનાવી. દિલ્હીમાં મોટી થયેલી સંદલી સિંહા મુંબઈમાં આવી ગઈ અને સૌથી પહેલાં તે સોનુ નિગમના મ્યુઝિક વિડીયો દીવાના તેરા માં કામ કર્યું. આ ગીત આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

ત્યારબાદ તેને તુમબીન ફિલ્મ ઓફર થઈ. સાઈડ રોલ મળ્યા પછી તેણે ફિલ્મોથી દૂર જતી રહી. ૨૦૦૫માં તેણે કિરણ સલાસ્કર જોડે લગ્ન કરી લીધા. લગ્ન પછી ૮ વર્ષ સુધી તે મોટા પડદા થી દુર રહી. ત્યારબાદ જ્યારે તે ફિલ્મોમાં પરત ફરી તો બોલિવૂડની જગ્યાએ સાઉથ સિનેમાને પસંદ કર્યું, તેમાં પણ ખાસ કમાલ બતાવી શકી નહીં. ત્યારબાદ તે પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ અને તેને બે પુત્ર છે.
૪૮ વર્ષની ઉંમરમાં લાગે છે સુંદર

છેલ્લી વખત ફિલ્મ તુમબીન-૨ માં મહેમાન કલાકારમાં જોવા મળી હતી. ફિલ્મ કંઈ ખાસ ચાલી નહીં અને તે એક વખત ફરી દર્શકોનું ધ્યાન ખેંચી શકી નહિ. ફિલ્મોથી ભલે થી દુર છે, પરંતુ પોતાના પતિની સાથે ખૂબ જ શાનદાર લાઇફસ્ટાઇલ જીવી રહી છે. ૪૮ વર્ષની ઉંમરમાં પણ તે પોતાના ફિગરને જાળવી રાખે છે અને આજે પણ સુંદર લાગે છે.
Post a Comment