મૌલવી સાહેબ માઈક બંધ કરવાનું ભુલી ગયા અને સુવા ચાલ્યા ગયા, પછી જે સાંભળવા મળ્યું તે ખુબ જ મજેદાર હતું
સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણી મજેદાર ચીજો વાયરલ થતી રહે છે. હાલમાં થોડા દિવસો પહેલાં જ શ્વેતા નામની એક યુવતીનો ઓડિયો વાયરલ થઇ રહ્યો હતો. તેમાં યુવતી પોતાની ઓનલાઇન મિટિંગ બાદ પોતાનો માઇક બંધ કરવાનું ભૂલી ગઈ હતી. બાદમાં જ્યારે તે પોતાને સહેલી સાથે પર્સનલ વાતો કરી રહી હતી તો તે બધા લોકોને સાંભળવા મળી હતી. હવે આવી જ મજેદાર ભૂલ મૌલવી સાહેબ દ્વારા થઈ ગઈ છે. તેઓ અજાન કર્યા બાદ લાઉડ સ્પીકરનું માઇક બંધ કરવાનું ભૂલી ગયા હતા અને ત્યારબાદ જે થયું તે સાંભળીને લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.

હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મૌલવી સાહેબનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આપણે મૌલવી સાહેબની એક એવી હરકત વિશે જાણવા મળે છે, જેને જોઈને દરેક લોકો ખૂબ જ હસવા લાગે છે. કંઇક એવું બને છે કે અજાન બાદ મૌલવી સાહેબ પોતાનું માઇક બંધ કરવાનું ભૂલી ગયા હતા અને સુઈ ગયા હતા. ત્યારબાદ તેમની ઊંઘનાં નસકોરા આસપાસનાં વિસ્તારમાં લાઉડ સ્પીકરની સહાયતાથી સાંભળવા મળ્યા હતા. આ સમગ્ર નજારો જોવામાં ખૂબ જ ફની લાગે છે.
આ મજેદાર વિડિયોને ટ્વિટર પર એક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. તેણે વિડીયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, “મૌલવી સાહેબ માઇક ઓન કરીને સુઈ ગયા”. આ વીડિયો પર લોકોની જબરજસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૮૦ હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ મજેદાર વિડિયો જોઈ લઈએ.
આ વિડીયો કઈ જગ્યાનો છે તેની હાલમાં જાણકારી નથી. જોકે આ વિડીયો લોકોને ખુબ જ હસાવી રહ્યો છે. વિડીયો જોઈને એક યૂઝરે કહ્યું મૌલવી સાહેબ જેવી ઉંઘ તો નસીબદાર લોકોને મળે છે. વળી અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે મૌલવી સાહેબનાં નસકોરા ખૂબ જ જબરજસ્ત છે. કુલ મળીને લોકો આ મજેદાર વિડિયોને ખુબ જ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધારે વખત રીટ્વીટ અને ૪૮૦૦ થી વધારે લાઇક મળી ચૂકેલ છે.
વળી તમને મૌલવી સાહેબનાં નસકોરા કેવા લાગ્યા તે અમને કોમેન્ટ સેક્શનમાં જરુરથી જણાવજો. વળી જો તમે હજુ સુધી શ્વેતાની આવી જ ભૂલ વાળો વિડિયો ન જોયો હોય તો અહીંયા જોઈ લો.
Post a Comment