૬૫ વર્ષની ઉંમરમાં આ અભિનેતાને લાગ્યો યુવાન બનવાનો ચસ્કો, ફિટનેસ જોઈને ફેન્સ થઈ ગયા આશ્ચર્યચક્તિ
બોલિવૂડનાં અભિનેતા અનુપમ ખેર હંમેશાથી પોતાની એક્ટીંગ માટે ઓળખવામાં આવે છે. તેમના દ્વારા નિભાવવામાં આવેલ દરેક કિરદાર શાનદાર અને યાદગાર હોય છે. તેઓ પોતાની કલાથી સારા-સારા અભિનેતાઓને પરસેવો છોડાવી દે છે. આજે તેમના લાખો કરોડો ફેન્સ રહેલા છે. તેની સાથે જ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ખૂબ જ સારી ફેન ફોલોઈંગ પણ બનેલી છે.

અભિનેતા અનુપમ ખેર અવારનવાર પોતાની નવી-નવી પોસ્ટ થી દર્શકોને અપડેટ અને મનોરંજન આપતા રહે છે. હાલના દિવસોમાં અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જે ઇન્ટરનેટ પર ખૂબ જ વધારે વાયરલ થઇ રહી છે. તેમની આ પોસ્ટને જોઈને તમે પણ જરૂરથી આશ્ચર્યચકિત થઈ જશો. જેવી રીતે અન્ય લોકો પણ થઇ ગયા હતા. અનુપમ ખેરે ૬૫ વર્ષની ઉંમરમાં તે કરી બતાવ્યું છે, જેવું આ ઉંમરમાં વિચારવું પણ મુશ્કેલ છે.

હકીકતમાં અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક શર્ટલેસ તસ્વીર શેર કરી છે, જેને જોઈને તેમના ફેન્સ વિશ્વાસ કરી રહ્યા નથી. અનુપમ ખેરની આ તસ્વીરને જોઈ લીધા બાદ આજકાલના યુવાનો પણ મૌન બની ગયા છે. આ તસ્વીરમાં અભિનેતા અનુપમ ખેર ૬૫ વર્ષની ઉંમરમાં પોતાની ટોન્ડ બોડીને દર્શાવી રહ્યા છે. અનુપમ ખેરનો આ ફોટા સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. તેમના આ ફોટો પર તેમના ફેન્સ તેમને “બાહુબલી” કહીને બોલાવી રહ્યા છે.

પોતાની આ ગજબની પોસ્ટની સાથે અનુપમ ખેરે એક પાવરફુલ કેપ્શન પણ લખ્યું છે. તેમણે ખૂબ જ મોટીવેટેડ કેપ્શન આપ્યું છે. તેમણે લખ્યું છે કે, “એક એવા વ્યક્તિને હરાવવો ખૂબ જ મુશ્કેલ છે, જે ક્યારેય હાર માનતો નથી.” સાથોસાથ તેમણે એવું પણ પૂછ્યું છે કે, “યોગ્ય કહી રહ્યો છું ને મિત્રો?” જેના જવાબમાં તેના એક ફેન્સ દ્વારા લખવામાં આવ્યું છે કે બિલકુલ યોગ્ય કહી રહ્યા છો. અનુપમ ખેરની આ તસ્વીરને તેમના ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. તેમની આ પોસ્ટ પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને લોકો તેમની પાસેથી પ્રેરણા પણ લઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા અનુપમ ખેર કોઈ પણ વિષયને લઈને પોતાનું મંતવ્ય સ્પષ્ટ પણે રજૂ કરે છે. તેઓ કોઈપણની પરવાહ કર્યા વગર પોતાના દિલની વાત રજુ કરતા હોય છે. વીતેલા દિવસોમાં અભિનેતાએ એક ફોટો શેર કર્યો હતો, જે લગભગ ૪૦ વર્ષ જૂનો હતો. જો અનુપમ ખેરની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેમની આંગળીઓ પર ઘણી મુશ્કેલ છે. તેઓ ૧૯૮૯માં રામ લખન, ૧૯૯૦માં ખતરનાક અને ક્રોધ તથા ૧૯૯૧માં દિલ હે કે માનતા નહી જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા.

વર્ષ ૧૯૯૪માં અનુપમ ખેરની ફિલ્મ હમ આપકે હે કોન આવી હતી. આ ફિલ્મ દરમિયાન અનુપમ ખેરને પેરાલિસિસ થઇ ગયું હતું, જેની ઉપર તેમણે ખૂબ જ જલ્દી જીત મેળવી લીધી હતી. તેમણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), સુર્યવંશમ (૧૯૯૯), કહોના પ્યાર હૈ (૨૦૦૦), જોડી નંબર-૧ (૨૦૦૧) અને ૨૦૦૪માં બલ્લે બલ્લે, અમૃતસર ટુ એલએ, તુમ સા નહિ દેખા, શર્ત, આબરા કા ડાબરા, વીર ઝારા કોન હે જો સપનો મે આયા અને ગર્વ જેવી ફિલ્મોમાં કામ કર્યું.
Post a Comment