શાહરુખ ખાનનો કટ્ટર દુશ્મન છે આ બોલીવુડ સુપરસ્ટાર અને તેના પ્રેમમાં જ પાગલ છે તેની દિકરી સુહાના ખાન
શાહરૂખ ખાનની દીકરી સુહાના, શ્રીદેવીની દીકરી જ્હાનવી અને સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર સ્ટાર કિડ્સ છે. જે કોઈને કોઈ કારણોને લીધે અવાર-નવાર ચર્ચામાં રહે છે. જ્યાં જ્હાનવી પોતાની માં શ્રીદેવીનાં મૃત્યુ બાદ પોતાની પહેલી ફિલ્મ વિશે ચર્ચામાં રહેલી હતી. વળી બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલનાં દિવસોમાં પોતાની પહેલી ફિલ્મની સાથે આઇપીએલ મેચમાં પોતાની ગ્લેમરસ ઈમેજ અને અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેની વચ્ચે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખબર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર સુહાના ખાન શાહિદ કપૂરને ડેટ કરવા માંગે છે. જી હાં, આ વાત બિલકુલ સાચી છે. સુહાના ખાન શાહિદ કપૂરને ડેટ કરવા માંગે છે, જે તેમના પિતાનાં પાક્કા દુશ્મન માનવામાં આવે છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં જ પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં રહેલી છે. તેની વચ્ચે જણાવવામાં આવી રહ્યું છે કે સુહાના ખાન અભિનેતા શાહિદ કપૂરની સાથે ડેટ પર જવા માંગે છે. સુહાના ખાન શાહિદ કપૂર સાથે ડેટ પર જવા માંગે છે, આ વાત સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત છે. આ ખબર એક ન્યૂઝ વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુહાના ખાનને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યા બોલિવૂડ અભિનેતા અને સૌથી વધારે પસંદ કરે છે અને કોની સાથે ડેટ કરવા માંગે છે. તેના જવાબમાં સુહાના ખાને જણાવ્યું હતું કે તે અન્ય કોઈ અભિનેતા નહીં, પરંતુ શાહિદ કપૂર સાથે ડેટ કરવા માંગે છે. આપણે બધા જાણીએ છીએ કે શાહિદ કપુર પરણિત છે, તેમ છતાં પણ સુહાના તેને ખૂબ જ પસંદ કરે છે.

સુહાના ખાન શાહિદ કપૂરને પસંદ કરે છે, તે વાત બધા લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. કારણ કે શાહિદ કપૂર અને શાહરુખ ખાનની વચ્ચે પ્રિયંકા ચોપડાને લઈને મતબનહેડ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે પ્રિયંકા અને શાહરૂખ ખાનનાં અફેરનાં સમાચારો સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હતા. ત્યારબાદ તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. પછી પ્રિયંકાના જીવનમાં શાહિદ કપૂર ની એન્ટ્રી થઈ હતી. તેમનું અફેર લાંબો સમય સુધી ચાલ્યું હતું.

આ દરમિયાન શાહિદ કપૂરને પ્રિયંકાનાં ઘરે પણ ઘણી વખત જોવામાં આવ્યા હતા. આ વાતને લઈને શાહિદ કપૂર અને શાહરુખ ખાન ની વચ્ચે થોડા મતભેદ રહેલા છે. જોકે બંનેની વચ્ચેના મતભેદ મીડિયામાં ક્યારે પણ બતાવવામાં આવ્યા નથી. કારણ કે બંને અવારનવાર એકસાથે એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરતા જોવા મળે છે. સુહાના ખાન કોમેડી સુંદર છે અને તે ખૂબ જ જલ્દી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી શકે છે.
Post a Comment