આ ૬ લોકોની સાથે રહ્યું હતું ઐશ્વર્યા રાયનું અફેયર, ઘણા દિલ તોડીને કરી અભિષેક સાથે સગાઈ

 બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ મશહૂર અભિનેત્રી ઐશ્વર્યા રાયની ફિલ્મી કારકિર્દી ખૂબ જ શાનદાર રહેલ છે. એશ્વર્યા રાય ભારતની પોપ્યુલર અને હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટી માનવામાં આવે છે. એશ્વર્યા રાયે પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. જેમકે આપણે બધા લોકો જાણીએ છીએ કે એશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે. એશ્વર્યા રાયનાં લગ્ન અભિષેક બચ્ચન સાથે થયા છે. તેમના લગ્ન ભારતના હાઈપ્રોફાઈલ લગ્નમાંથી એક રહેલા છે, જેમાં ફક્ત અમુક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના લગ્ન બધા રીતિરિવાજો સાથે સંપન્ન થયા હતા.

વળી આપણે બધા લોકો તે વાતને ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયના જીવનમાં આવનાર પ્રથમ પ્રેમ નથી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં દબંગ તરીકે ઓળખાતા અભિનેતા સલમાન ખાનને સાથે એશ્વર્યા રાયની પ્રેમ કહાની એક સમયે ખૂબ જ ચર્ચામાં રહેલી હતી. ત્યારબાદ તેમનું બ્રેક-અપ થઈ ગયું. પરંતુ આજે પણ એશ્વર્યા અને સલમાન ખાનનાં પ્રેમનાં કિસ્સાઓ ઘણી વખત સાંભળવા મળતા હોય છે. વળી સલમાન ખાન પણ એશ્વર્યાનો પહેલો પ્રેમ હતા નહીં. આજે અમે તમને આ લેખના માધ્યમથી એશ્વર્યા રાયનું દિલ કયા કયા લોકો પર આવ્યું હતું, તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

રાજીવ મુલચંદાની

એશ્વર્યા રાયનાં જીવનમાં જે પહેલો વ્યક્તિ આવ્યો હતો તેનું નામ રાજીવ મુલચંદાની હતું. જ્યારે એશ્વર્યા મોડલિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહી હતી તે દરમિયાન રાજીવ મુલચંદાની તેમના જીવનમાં આવ્યા હતા. ધીરે ધીરે આ બંનેની વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું, પરંતુ જ્યારે એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો ત્યારે રાજીવ મુલચંદાની થી તે દૂર થઈ ગઈ. આ બંનેનો સંબંધ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

હેમંત ત્રિવેદી

એક સમય પહેલા એશ્વર્યા રાયનું નામ ફેશન ડિઝાઈનર હેમંત ત્રિવેદી સાથે પણ જોડાયું હતું. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયે જ્યારે પોતાના માથા પર જ્યારે મિસ વર્લ્ડનો તાજ પહેરેલો હતો, તે દરમિયાન તેણે હેમંત ત્રિવેદીનું ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું.

અક્ષય ખન્ના

અભિનેત્રી એશ્વર્યા રાય પર અક્ષય ખન્નાનું દિલ પણ આવી ગયું હતું. ખબરો અનુસાર એવું જણાવવામાં આવે છે કે ફિલ્મ “આ અબ લોટ ચલે” નાં શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા. અક્ષય ખન્ના અને એશ્વર્યા રાય ફિલ્મ સલમાન સાથે કામ કર્યું હતું. રિપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવે છે કે સલમાન ખાન માટે એશ્વર્યા રાયે અક્ષય ખન્નાને પોતાની જિંદગીથી દૂર કરી દીધા હતા.

સલમાન ખાન

એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને પ્રેમ કરતા હતા. એટલું જ નહીં પરંતુ સાથે જીવવા મરવાની કસમ ખાધી હતી. આ બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” નાં શૂટિંગ સેટ થી શરૂ થઈ હતી. તે દિવસોમાં બંનેની પ્રેમ કહાનીઓ ખૂબ ચર્ચામાં રહેતી હતી. બધા લોકોને એવું લાગી રહ્યું હતું કે એશ્વર્યા અને સલમાન ખાન પોતાના પ્રેમને લગ્ન સુધી લઈ જશે. પરંતુ નસીબ ને કંઈક અલગ જ મંજૂર હતું. સલમાન ખાનનાં વ્યવહારથી કંટાળીને એશ્વર્યા રાયે તેમની સાથે બ્રેકઅપ કરી દીધું હતું.

વિવેક ઓબેરોય

એશ્વર્યાનું નામ અભિનેતા વિવેક ઓબેરોયે સાથે પણ જોડાઇ ચુક્યુ છે. એવું જણાવવામાં આવે છે કે વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા એકબીજાને લઈને ખુબ જ સિરિયસ હતા. તે સમયે આ બંનેની પ્રેમ કહાની ખૂબ જ ચર્ચામાં રહી હતી. સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ એશ્વર્યા રાય સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, ત્યારે વિવેક ઓબેરોય તેનો સહારો બન્યા હતા. ફિલ્મ “કયું હો ગયા ના” સમય દરમિયાન વિવેક અને ઐશ્વર્યા રાય એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને ધીરે ધીરે આ બંનેની વચ્ચે અંતર ઘટવા લાગ્યું હતું.

વિવેક ઓબેરોય એશ્વર્યા રાયના પ્રેમમાં સંપૂર્ણ રીતે દીવાના બની ગયા હતા. ખબરો અનુસાર એવું જણાવવામાં આવે છે કે વિવેક ઓબેરોય અને સલમાન ખાન તરફથી ધમકી ભરેલા ફોન પણ આવતા હતા. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન વિરુદ્ધ વિવેક ઓબેરોયે નિવેદન આપ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ બાદ એશ્વર્યા રાય વિવેકથી દૂર થઇ ગઇ હતી અને અંતમાં તેમનો સંબંધ તૂટી ગયો હતો.

અભિષેક બચ્ચન

તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયે છેલ્લે વર્ષ ૨૦૦૭માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી દીધા હતા. બંનેની એક દીકરી પણ છે, જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યા પોતાની ક્યુટનેસને લીધે અવાર-નવાર ચર્ચામાં રહે છે.