૨૬ વર્ષીય ઉર્વશી રૌતેલાનાં પ્રેમમાં પાગલ બન્યા હતા ૪૩ વર્ષનાં આ મશહુર સિંગર, લગ્ન કરવા માંગતા હતા પરંતુ….
હિન્દી સિનેમાની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં ઉર્વશી રૌતેલાનું નામ શામેલ છે. ૨૬ વર્ષીય ઉર્વશી પોતાની સુંદર અને ગ્લેમરસ અદાઓથી દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરી લેતી હોય છે. તેની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે છે. તે પોતાની સુંદરતા અને સ્ટાઇલને લીધે સતત ચર્ચાનું કેન્દ્ર રહેતી હોય છે. પોતાની સુંદરતાથી તે મશહૂર પંજાબી અને બોલિવુડના ગાયક મિકા સિંહ પર પોતાનો જાદુ ચલાવી ચૂકી છે.
એક સમય એવો પણ હતો જ્યારે મિકા સિંહ ઉર્વશી રૌતેલા નાં દીવાના બની ગયા હતા. મિકા સિંહ તો ઉર્વશી સાથે લગ્ન કરવાના સપના પણ જોઈ ચુક્યા હતા. જોકે તે શક્ય બની શક્યું નહીં. એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ગ્લેમર વર્લ્ડ ની સૌથી સુંદર મહિલાઓમાં માનવામાં આવે છે અને તેની સુંદરતાની જાળમાં મિકા સિંહ પણ એક સમયે કેદ થઇ ગયા હતા. જણાવી દઈએ કે ઉર્વશી જ્યારે ફક્ત ૧૭ વર્ષની હતી ત્યારે તેણે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. ખૂબ જ નાની ઉંમરમાં તેણે મોટું નામ કમાઈ લીધું હતું.

બાદમાં ઉર્વશીએ વર્ષ ૨૦૧૧માં “મિસ ટુરિઝમ ક્વીન ઓફ ધ યર” નું ટાઈટલ પોતાના નામે કરીને વધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. વળી આગળ જઈને તેણે વર્ષ ૨૦૧૧માં જ “મિસ એશિયન સુપર મોડલ” નો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો હતો.

પંજાબી સિનેમાની સાથે હિન્દી સિનેમામાં પણ ઘણા હિટ ગીત આપી ચૂકેલ મશહુર ગાયક મીકા સિંહ ની સુંદરતા પર પોતાનું દિલ હારી ગયા હતા. પોતાના તમામ ફેન્સને એવું પણ કહી ચુક્યા હતા કે તેઓ ખૂબ જલ્દી ઉર્વશી સાથે લગ્ન કરવાના છે. હકીકતમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મિકા સિંહને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેઓ કોની સાથે લગ્ન કરવા માંગે છે? તેના જવાબમાં મીકા સિંહે કહ્યું હતું કે તેઓ “સનમ રે” એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ ૪૩ વર્ષીય મિકા સિંહનું ૨૬ વર્ષીય યુવતી સાથે લગ્ન કરવાનું સપનું હજુ સુધી હકીકત બની શક્યું નથી.

બીજી તરફ લગ્ન સાથે સંબંધિત સવાલ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલા કહ્યું હતું કે, હું ત્યારે લગ્ન કરીશ, જ્યારે મારા કઝીન ભાઈ-બહેનનાં લગ્ન થઈ જશે. હાલમાં હું મારી કારકિર્દી પર ફોકસ કરવા માગું છું. જ્યારે સમય આવશે ત્યારે હું બધાને જણાવી દઈશ.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો થોડા મહિના પહેલા ઉર્વશીનો મ્યુઝિક વિડીયો “વો ચાંદ કહા સે લાઓગી” રિલીઝ થયો હતો. આ મ્યુઝિક વિડિયોમાં તેની જોડી ટીવી અભિનેતા મોહસીન ખાન સાથે જામી હતી. વળી તેના ફિલ્મી વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લી વખત ફિલ્મમાં “વર્જિન ભાનુપ્રિયા” નજર આવી હતી, જે વર્ષ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી. હાલમાં તે પોતાના આગામી પ્રોજેક્ટ “બ્લેક રોઝ” માં વ્યસ્ત રહેલી છે.
Post a Comment