સાઉથનાં આ અભિનેતાઓને મળી છે સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધારે સુંદર પત્નીઓ, ત્રીજા નંબર વાળાની પત્ની તો સૌથી વધારે સુંદર

 તમે કહેવત તો સાંભળી હશે કે યુવક જો કોઈ લગ્ન વાળા ઘરમાં કામ કરે છે તો તેને ખૂબ જ સુંદર પત્ની મળે છે. આ વાતને તમે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગા સાંભળી હશે. પરંતુ અમુક યુવકોનાં નસીબ એટલા સારા હોય છે કે તેમને કંઇ પણ કર્યા વગર ખૂબ સારી પત્ની મળતી હોય છે. જેમકે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવાવાળા આ એક્ટર્સ છે અને આ સાઉથના અભિનેતાઓને સ્વર્ગની અપ્સરા જેવી પત્નીઓ મળેલી છે. તો અમારા આ લેખમાં અમે તમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક સુપરસ્ટાર એક્ટરની સુંદર પત્નીઓ સાથે મુલાકાત કરાવીશું.

સાઉથનાં અભિનેતાઓને મળી અપ્સરા જેવી પત્નીઓ

આજે અમે તમને સાઉથના એવા સિતારાઓ વિશે જણાવીશું, જેમની પત્નીઓ સ્વર્ગની અપ્સરાઓ કરતાં પણ વધારે સુંદર છે. અમે આશા રાખીએ છીએ કે આ પોસ્ટ તમને જરૂર થી પસંદ આવશે. બની શકે છે કે અમુક એક્ટર્સની ફીમેલ ફેન્સને તેમની તેમના મનપસંદ એક્ટરની પત્નીને જોઇને ઝટકો લાગી શકે છે. કારણ કે તેઓ હકીકતમાં ખૂબ જ સુંદર છે.

અલ્લુ અર્જુન

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ ઓલ ઇન્ડિયામાં ખુબ જ જોરદાર છે. તેની ઉપર ઘણી બધી યુવતીઓ ફિદા છે, પરંતુ તેમના દિલની રાણી અન્ય કોઈ છે. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી છે. જેની સાથે અલ્લુ અર્જુને ૬ માર્ચ, ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. અલ્લુ અર્જુને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ગંગોત્રીથી કરી હતી અને આજે સાઉથને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

ફિલ્મ KGF ને સમગ્ર ભારતમાં અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. તેમાં પોતાના દમદાર કિરદાર થી બધા લોકોને દિવાના બનાવનાર એક્ટર યશ ની પત્ની પણ ખૂબ જ સુંદર છે. તેણે સાઉથ એક્ટ્રેસ રાધિકા પંડિત સાથે ૯ ડિસેમ્બર, ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. આ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

નાગા ચૈતન્ય

સાઉથનાં સુપરસ્ટાર અક્કીનેની  નાગાર્જુનનાં દિકરા નાગા ચૈતન્ય પણ તેલુગુ ફિલ્મોના પોપ્યુલર એક્ટર છે. તેમણે ઓક્ટોબરમાં સમન્તા રુથ પ્રભુ સાથે લગ્ન કર્યા છે અને આ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

રામચરણ

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીનાં દિકરા રામચરણ સાઉથ ના પોપ્યુલર એક્ટર છે. તેમણે ઘણી ફિલ્મોમાં એક્શન સીન કરેલા છે અને લોકોને પોતાના ફેન બનાવેલા છે. રામચરણ ને બે વખત બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો તથા રામચરણે ઉપાશના કામિનેની સાથે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા.

અક્કીનેની નાગાર્જુન

સાઉથ ફિલ્મો અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલા અકિનાની નાગાર્જુન સાઉથના કિંગ રહી ચૂક્યા છે અને તે હવે ફિલ્મ નિર્માતા પણ છે. અક્કીનેની એ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પત્ની અમલા અક્કિનેની છે અને તેમના લગ્નને ઘણાં વર્ષો થઇ ચુક્યા છે.