કરિશ્મા કપુરની આ હમશકલને જોઈને ખુદ કરિશ્મા કપુરને પણ ચક્કર આવી જશે, બિલકુલ તેની કાર્બન કોપી છે
આપણે ઘણી વખત પુસ્તકો, અખબાર અને કહાનીઓમાં સાંભળીએ છીએ કે આ દુનિયામાં દરેક વ્યક્તિનાં બે હમશકલ હોય છે. પરંતુ આપણને અત્યાર સુધીમાં આપણો કોઈ હમશકલ જોવા મળ્યો નહીં હોય. કારણકે સામાન્ય વ્યક્તિ સેલીબ્રીટીની જેમ મશહુર હોતા નથી. પરંતુ દુનિયામાં અત્યાર સુધીમાં ઘણા સેલિબ્રિટીનાં હમશકલ જોવામાં આવી ચુકેલ છે. અમુક અભિનેતાઓનાં હમશકલ તો બિલકુલ તેમની જેવા જ દેખાતા હોય છે.

હાલનાં દિવસોમાં હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રી કરિશ્મા કપૂરની હમશકલ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતી બિલકુલ કરિશ્મા કપૂર જેવી દેખાય રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર હીના ખાન નામથી એક એકાઉન્ટ છે. આ એકાઉન્ટ વાળી યુવતી બિલકુલ કરિશ્મા કપૂર જેવી નજર આવે છે. આ યુવતીનો ફક્ત ચહેરો જ નહીં, પરંતુ તેના એક્સપ્રેશન પણ કરિશ્મા કપૂર જેવા જોવા મળી આવે છે.

પોતાના ઘણા વીડિયોમાં આ યુવતી હિના ખાન કરિશ્મા કપૂર જેવી દેખાય રહી છે. હીના એ કરિશ્માના ઘણા જૂના હિટ ગીત પર પરફોર્મ કરીને વીડિયો પણ વાયરલ કરેલા છે. કરિશ્માની આ હમશકલ ભારતની નથી, પરંતુ ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનની છે. જે હાલના સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જણાવી દઈએ કે હિના સૌથી પહેલા ટિકટોક ને કારણે ચર્ચામાં આવી હતી. હવે તે અન્ય પ્લેટફોર્મ પર પોતાના વિડિયો પોસ્ટ કરી રહી છે.

કરિશ્માની હમશકલ હિના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતા વીડિયો શેર કરી રહી છે. તેના આ વિડીયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ યુવતી હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરિશ્માનાં ગીત અને ડાયલોગ વાળા વિડીયો પોસ્ટ કરી રાખ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર હિનાનાં ૩૬ હજાર ફોલોવર્સ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હિના ખાનને કરિશ્મા કપુરની કાર્બન કૉપી કહેવામાં આવે છે. હિના પોતાના વીડિયોમાં કપડાં પણ કરિશ્મા જેવા જ પહેરે છે.

વળી અભિનેત્રી કરિશ્મા કપુર વિશે વાત કરવામાં આવે તો તેને છેલ્લી વખત ૨૦૧૮માં શાહરૂખ ખાનની ફિલ્મ “ઝીરો” માં સ્પેશિયલ અપીયરન્સ કરતા જોવામાં આવેલ હતી. તેની સાથે જ કરિશ્મા વેબસીરિઝ મેન્ટલહુડ થી ડિજિટલ ડેબ્યુ પણ કરી ચૂકી છે. અભિનેત્રી હાલમાં પોતાના બંને બાળકો દીકરી સમાયરા અને દીકરા કિયાન નાં પાલનપોષણમાં વ્યસ્ત છે.

મહત્વપૂર્ણ છે કે કરિશ્મા કપૂરે વર્ષ ૨૦૦૩માં સંજય કપૂર સાથે લવમેરેજ કર્યા હતા, પરંતુ તેના લગ્ન તૂટી ગયા હતા. હનીમૂન થી જ કરિશ્મા અને સંજય ની વચ્ચે મતભેદ થવાના સમાચારો આવવા લાગ્યા હતા. હનીમૂન પર સંજય કપૂર કરિશ્મા કપૂરનો સોદો પોતાના મિત્રની સાથે કરી નાખ્યો હતો અને કરિશ્માને પોતાના મિત્રોની સાથે સૂવા માટે પણ કહ્યું હતું. ત્યારબાદ કરિશ્માએ ૨૦૧૨માં પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતાં.
Post a Comment