થઈ જાઓ તૈયાર! એકવાર ફરીથી દર્શકોને હસાવવા આવી રહ્યા છે દયાબેન, એકદમ નવા અવતારમાં આવશે નજર
તમને જણાવી દઈએ કે ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની કોમેડી થી દર્શકોમાં પોતાની મજબુત પકડ જાળવી રાખેલ છે અને ફેન્સ પણ તેના દિવાના છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ નાં દયાબેન કિરદાર ની વાત કરવામાં આવે તો તેઓ ફેન્સની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. તમને જણાવી દઈએ કે સોની ચેનલ એ ખુલાસો કર્યો છે કે તેમનો સુપરહિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ જ જલ્દી નવી સિરીઝમાં આવશે. તમને જણાવી દઈએ કે શો નો પ્રોમો વીડિયો સોની ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં ટપુ, જેઠાલાલ, દયાબેન, બાપુજી અને શો નાં અન્ય કિરદારને એનીમેટેડ અવતારમાં બતાવવામાં આવ્યા હતા.

પ્રોમો વિડીયોનાં કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે, “ખુબ જ મોટી રોમાંચક ખબર.” અહીંયા પ્રોમો નો પહેલો વિડીયો પણ બતાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સૌથી મજેદાર વાત એ છે કે આ શો ને અલવિદા કરી ચૂકેલી દયાબેન અને દિશા વાકાણી એનિમેટેડ સિરીઝમાં નજર આવશે. એક ખબર અનુસાર ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે શો માંથી પરત ફરવાનો ઇનકાર કરી દીધો છે. ઓરીજનલ શો માં નહીં પરંતુ “તારક મહેતા કા છોટા ચશ્મા” માં તમને દયાબેન જરૂર નજર આવશે.

તમને જણાવી દઈએ કે “આજ તક” ને આપેલ ઈન્ટરવ્યૂમાં સીરીયલનાં પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે મારા શો ને ૧૩ વર્ષ થઇ ગયા છે. મારું એક સપનું હતું કે બાળકો માટે અમે એનિમેશનનાં રૂપમાં પણ આ શો ને લાવીએ. હું ઘણા સમયથી મારા આ શો નું અનલિમિટેડ વર્ઝન લાવવાનું વિચારી રહ્યો હતો, જે સોની ચેનલ એસોશિયન ની સાથે પૂર્ણ થયેલ છે.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૭માં પ્રેગ્નન્સી માટે બ્રેક લીધો હતો. ત્યારબાદ થી તેઓ તારક મહેતામાં પરત ફરેલા નથી. ફેન્સ લાંબા સમયથી આ શો માં તેમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે એકવાર ફરીથી તેઓ પોતાના ફેન્સને એનીમેટેડ અવતારમાં હસાવતા નજર આવશે.
Post a Comment