BCCI નાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે IPL રદ્દ નથી થયેલ પરંતુ આ દિવસે ફરીથી શરૂ કરવામાં આવશે
ભારતમાં કોરોના વાયરસ ખુબ જ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. જેના કારણે પરિસ્થિતિ દરરોજ બગડતી નજર આવી રહી છે. સામાન્ય લોકોની સમસ્યા ઓછી થઇ રહી નથી. તેની વચ્ચે કોરોનાની અસર દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલમાં પણ જોવા મળી રહી છે. બીસીસીઆઈ દ્વારા IPL 2021 ને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. આઈપીએલમાં અલગ-અલગ ટીમના ખેલાડીઓની અંદર સંક્રમણ મળી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીસીઆઈ અને આઈપીએલનાં ગવર્નીંગ કાઉન્સિલ દ્વારા દેશમાં કોરોના મામલામાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને IPL 2021 ને હવે આવતા ઓર્ડર સુધી અટકાવી દેવામાં આવેલ છે. તેના વિશે બીસીસીઆઈનાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી દીધું હતું કે IPL 2021 ને થોડા સમય માટે અટકાવી દેવામાં આવેલ છે. આ વાતની જાણકારી આપતા શુક્લાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “એક બાબત સ્પષ્ટ કરવા માગું છું કે તેને રદ કરવામાં આવેલ નથી, તેને સ્થગિત અને ટાળી દેવામાં આવેલ છે. તેની બાકી રહેલી મેચને યોગ્ય સમયે ફરીથી શરૂ કરવામાં આવશે. કોરોના ઓછો થતાંની સાથે જ તેના વિશે વિગતવાર જણાવવામાં આવશે.”

તેની સાથે જ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, “સસ્પેન્શનનું સૂચન આપવાવાળો રિપોર્ટ ફક્ત પાંચ દિવસ અથવા એક સપ્તાહ માટે હતો, તે વાત પણ યોગ્ય નથી. તેમના જણાવ્યા અનુસાર પાંચ દિવસ અથવા એક સપ્તાહ બાદ ટુર્નામેન્ટ ફરીથી શરૂ કરવામાં આવે, તે શક્ય નથી. BCCI આઈપીએલમાં રમી રહેલા ખેલાડીઓ, સહાયક કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં.

આ પ્રકારનો નિર્ણય બધા હિતધારકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ભલાઈને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદનાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહા અને દિલ્હી કેપિટલ્સના લેગ સ્પિનર અમિત મિશ્રા મંગળવારનાં રોજ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સનાં બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે બુધવારે રમાડવામાં આવનાર મેચને સ્થગિત કરી દેવામાં આવેલ હતી. સોમવારનાં રોજ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ પણ આ કારણને લીધે જ સ્થગિત થઇ હતી.
જણાવી દઈએ કે આઈપીએલમાં કોરોના વાયરસથી સંક્રમિત થનાર બે સૌથી લેટેસ્ટ કેસ છે. આ બંને ખેલાડીઓનાં સંક્રમિત થવાથી જ બીસીસીઆઈ દ્વારા IPL 2021 ને ટાળી દેવામાં આવેલ હતી.
Post a Comment