પોતાની મહેનતથી ૧૨૦૦ કરોડ રૂપિયાનાં માલિક બન્યા છે વિરાટ-અનુષ્કા, કોઈ મહેલથી બિલકુલ ઓછું નથી તેમનું ઘર
ક્રિકેટર વિરાટ કોહલી અને એકટ્રેસ અનુષ્કા શર્મા એક આદર્શ કપલ રૂપમાં જોવામાં આવે છે. તેની બોંડિંગ અને જીવનશૈલી ની દરેક લોકો પ્રશંસા કરે છે. જણાવી દઈએ કે બંનેનાં લગ્ન ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭માં થયા હતા. બંનેએ ઇટલી માં એક પ્રાઇવેટ લગ્ન કર્યા હતા અને ભારત આવીને રિસેપ્શનની પાર્ટી આપી હતી. વિરાટ અને અનુષ્કા બંને જ પોતાના ફિલ્મમાં ખુબ જ સફળ રહેલા છે અને દિલચશ્પ વાત એ છે કે આ બંનેએ જે પણ પ્રાપ્ત કર્યું છે તે પોતાની મહેનત અને પોતાના દમ પર જાતે કરેલું છે.

જણાવી દઈએ કે હવે આ બંને કપલ સુખ શાંતિથી પોતાની લક્ઝરી લાઇફ જીવી રહેલ છે. તે બંને પહેલા મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા હતા, પરંતુ હવે આલીશાન જીવન પસાર કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ફોર્બ્સનાં રજુ કરવામાં આવેલ સૌથી વધારે કમાણી કરતી જોડીમાં વિરાટ અને અનુષ્કા પણ સામેલ છે.

ફોર્બ્સ દ્વારા જે લિસ્ટ ૨૦૧૯માં રજુ કરવામાં આવ્યું હતું, તેના અનુસાર વિરાટ કોહલીની વાર્ષિક આવક ૨૫૨.૭૨ કરોડ રૂપિયા હતી અને વર્ષ ૨૦૧૯માં તેની નેટવર્ક ૯૦૦ કરોડ રૂપિયા હતી. વળી વિરાટ અને અનુષ્કા આલિશાન ઘરની સાથે સાથે મોંઘી ગાડીઓનો પણ શોખ રાખે છે.

હકીકતમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈના ઓમકાર એપાર્ટમેન્ટમાં રહે છે. આ બંને આલીશાન ૩૫માં ફ્લોર પર રહે છે. અનુષ્કા અને વિરાટનાં ઘરની કિંમત અંદાજે ૩૪ કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાનું આ ઘર કોઈ સેવન સ્ટાર હોટલ થી ઓછું નથી. ઘરમાં ચાર બેડરૂમ, એક બગીચો, ખુબ જ સુંદર બાલ્કની અને એક સાથે મોટો લિવિંગ રૂમ પણ રહેલો છે.

તે સિવાય ઘરમાં એક જિમ અને ફોટોશૂટ માટે એક વિશેષ સ્થાન પણ રહેલું છે. મુંબઈનાં ઘર સિવાય આ બંનેનો દિલ્હી થી નજીક ગુડગાંવમાં પણ એક શાનદાર બંગલો છે. આ બંગલો અંદાજે ૫૦૦ વર્ગ ફુટમાં ફેલાયેલા છે અને તેની કિંમત ૮૦ કરોડ રૂપિયા છે.

વળી સ્પોર્ટ્સમેન હોવાને કારણે વિરાટ એક ફિટનેસ એંથુંશિયાસ્ટ પણ છે. તેણે વર્ષ ૨૦૧૮ માં પોતાની ચિસેલ ફિટનેસ સેન્ટરની એક ચેનની શરૂઆત કરી હતી. તેમાં વિરાટ કોહલીએ લગભગ ૯૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. કાર કલેક્શન ની વાત કરવામાં આવે તો ક્રિકેટર વિરાટ કોહલી પોતે રેન્જ રોવરનાં બ્રાન્ડ એમ્બેસડર છે.

આ કપલનાં કાર કલેક્શન માં ૮૦ લાખની રેન્જ રોવર, ૮૩ લાખની ઓડી Q7, ૧ કરોડની ઓડી S6, BMW X6, 2 કરોડની ઓડી A8 તથા 3 કરોડની ઓડી R8 V10 LMX જેવી મોટી અને મોંઘી ગાડીઓ છે.
Post a Comment