લગ્ન પહેલા બોલીવુડનાં સુપરસ્ટાર પાછળ પાગલ હતી સાનિયા મિર્ઝા, કહ્યું – શોએબ સાથે લગ્ન ન થયા હોત તો….
સાનિયા મિર્ઝા ભારતની એક સ્ટાર પ્લેયર છે. તેનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ ખુબ જ ઊંચું છે. સાનિયા એક શાનદાર પ્લેયર હોવાની સાથે સાથે ખુબ જ સુંદર પણ છે. તે પોતાની રમત અને સ્ટાઇલિશ લુક માટે ઓળખવામાં આવે છે. સાનિયા નો જન્મ ૧૫ નવેમ્બર, ૧૯૮૬નાં રોજ મુંબઈમાં થયો છે. તે ટેનિસ પ્લેયર હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ સ્વિમર પણ છે. એટલું જ નહીં તેલંગાણા રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેનું નામ ભારતની તે ખેલાડીઓમાં સામેલ છે, જે સ્ટાઇલિશ હોવાની સાથે સાથે ખુબ જ સુંદર અને ફેમસ પણ છે.
જેમકે તમે બધા જાણો છો કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરેલા છે અને તેની સાથે તે એક ખુશહાલ જીવન પસાર કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે જો સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન ન કર્યા હોત તો તે પોતાના લગ્ન માટે કોને પસંદ કરતી?
આ બોલીવુડ એક્ટર પર હતી ક્રશ

હકીકતમાં હાલમાં જ સાનિયાએ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પોતાના પહેલા ક્રશ વિશે જણાવ્યું હતું. સાથોસાથ તેણે જણાવ્યું હતું કે જો તેના લગ્ન સોહેબ સાથે ન થયા હોત તો તે બોલીવુડનાં એક્ટર સાથે લગ્ન કરવાનું પસંદ કરતી. જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાને બોલીવુડ એક્ટર રણબીર કપુર ખુબ જ પસંદ છે અને સાનિયાએ કહ્યું હતું કે શોએબ સાથે લગ્ન ન થયા હોત તો તે રણબીર કપુર સાથે લગ્ન કરવાનું પસંદ કરતી.

સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે રણબીર પર તેનો ખુબ જ સમયથી ક્રશ પણ રહી ચુકેલ છે. એટલા માટે તે પોતાને ખુબ જ નસીબદાર સમજે છે, જો તેના લગ્ન રણબીર સાથે થયા હોત. વળી આ તો ભુતકાળની વાત હતી. પરંતુ આજે તે પોતાના પતિ અને દીકરા ઇજહાન સાથે એક ખુશહાલ જીવન પસાર કરી રહી છે. જણાવી દેજે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ ૨૦૧૦માં લગ્ન કરી લીધા હતા.
શાહિદ કપુર સાથે હતા રિલેશનશિપ

પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો જ્યારે બોલીવુડ અભિનેતા શાહિદ કપુર અને સાનિયા મિર્ઝા રિલેશનશિપમાં રહી ચૂકેલા હતા. જી હાં, વાત એ સમયની છે જ્યારે શાહિદ કપુરના લગ્ન થયા ન હતા. નિર્માતા કરણ જોહરે પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં શાહિદ કપુર અને સાનિયા મિર્ઝાને પણ આમંત્રિત કર્યા હતા. આ પાર્ટી દરમિયાન બન્નેની મુલાકાત થઇ.

ધીરે-ધીરે બંનેમાં ઓળખ વધવા લાગી અને બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા. સુત્રોનું માનવામાં આવે તો શાહિદ કપુરને સાનિયા મિર્ઝા પસંદ આવવા લાગી હતી અને તેને તેઓ ડેટ પણ કરવા લાગ્યા હતા. પરંતુ થોડા સમય બાદ શાહિદ અને કરીના અફેરનાં સમાચારો આવવા લાગ્યા. ત્યારબાદ સાનિયા અને શાહિદનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સાનિયા સાથે બ્રેકઅપ બાદ જ કરીના અને શાહિદ કપુર રિલેશનશિપમાં આવી ગયા હતા. જોકે કરીનાની સાથે પણ તેમના સંબંધો સફળ રહ્યાં નહીં અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ખુબ જ અટકળો બાદ શાહિદ કપુરે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા હતા. આજે મીરા અને શાહિદ એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. શાહિદનાં બોલીવુડ અભિનેત્રીઓ સાથે અફેર વિશે લગભગ બધાને જાણકારી હશે, પરંતુ સાનિયા મિર્ઝા સાથે તેમના અફેર વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. શાહિદ સાથે બ્રેકઅપ બાદ સાનિયાએ ક્યારેય પણ તેની સાથે વાત કરી ન હતી.
Post a Comment