વરરાજા સાથે મજાક કરાવી મિત્રને ભારે પડી ગઈ, વરરાજાએ કરી નાંખી જોરદાર ધોલાઈ, જુઓ વિડીયો
સોશિયલ મીડિયાથી એવી જગ્યા છે, જ્યાં દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. હાલના દિવસોમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે. તેમાં લગ્ન વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ધુમ મચાવી રહ્યા છે. ભારતમાં લગ્નની વાત જ કંઇક અલગ હોય છે. તેમાં એટલી મજા આવે છે કે આપણે ફક્ત આપણી જ નહીં, પરંતુ મિત્ર અથવા સંબંધીના લગ્ન હોય છે, તો તેનો પણ ક્રેઝ રહેતો હોય છે. લગ્નમાં આપણે જે રીતે એન્જોય કરીએ છીએ તે અમુલ્ય હોય છે.
લગ્નનો દિવસ દુલ્હા અને દુલ્હન માટે તો ખાસ હોય છે, તેની સાથે જ બધા મહેમાનોની નજર પણ આ બંને પર ટકેલી હોય છે. તેમાં તેઓ ઇચ્છતા હોય છે કે તેમનો આ દિવસ એકદમ પરફેક્ટ હોય. આ દિવસે તેઓ સૌથી સારા દેખાવા માંગે છે. લગ્નમાં ફોટોગ્રાફર પણ હોય છે, જેનો કેમેરો સતત તમને જોઈ રહ્યો હોય છે. એટલા માટે વરરાજા હોય કે દુલ્હન, તેઓ પોતાના લગ્નમાં કોઈ પણ જાતની ગડબડ કરવા માંગતા નથી. પરંતુ ઘણી વખત લગ્નમાં મજાકનાં ચક્કરમાં વાત બગડી જતી હોય છે.
ભારતીય લગ્નમાં મજાક કરવી તે સામાન્ય વાત છે. વરરાજા અને દુલ્હનનાં ફ્રેન્ડ આ દરમિયાન તેમની ખુબ જ મજાક કરતા હોય છે. પરંતુ મજાક સહન કરવાની શક્તિ પણ દરેક લોકોમાં હોતી નથી અને દરેક મજાક કરવાની પણ એક લીમીટ હોય છે. જો તમે કોઈને હદ થી વધારે પરેશાન કરો તો તેને ગુસ્સો આવવો સ્વાભાવિક હોય છે. ખાસ કરીને વાત જ્યારે તેમના લગ્નની હોય અને તમે તેનું મજાક ઉડાવી રહ્યા હોય, બસ આવું જ કંઇક આ વરરાજાની સાથે પણ થયું હતું. હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વરરાજા તેના મિત્રની સાથે મારપીટ કરતા હોય તેવો વિડિયો ખુબ જ છવાઈ ગયો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે વરરાજો અને દુલ્હન સ્ટેજ પર બેસેલા છે. વરરાજાનાં મિત્ર તેની ખુરશી પાસે ઊભા હોય છે. તેઓ પાછળથી વરરાજા ની મજાક કરી રહ્યા હોય છે. વરરાજો એક બે વખત તેની મજાક સહન કરે છે, પરંતુ બાદમાં તેની ધીરજ ખૂટી જાય છે. ત્યારબાદ આ મજાક લડાઈમાં બદલી જાય છે. વરરાજા અને તેના મિત્રોની વચ્ચે મારામારી થવા લાગે છે. આ મારામારીમાં વરરાજાની માળા પણ તુટી જાય છે. વરરાજાને આ રીતે લડતા જોઈને ત્યાં હાજર રહેલા બધા જ લોકો ચોંકી જાય છે. કોઈને સમજમાં નથી આવતું કે અચાનકથી શું થઈ ગયું.
વળી સોશિયલ મીડિયા પર લોકોને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો છે તે પોતાનો હસવાનું કંટ્રોલ કરી શકતા નથી. વળી અમુક લોકો આ વીડિયો જોઈને ગુસ્સે પણ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે વરરાજાના મિત્રોએ આ પ્રકારની હરકત કરવી જોઈએ નહીં. આખરે મજાકની પણ એક લીમીટ હોય છે. વળી આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે. તો ચાલો તમે પણ જરા પણ મોડું કર્યા વગર આ વિડિયો જોઈ લો.
વળી તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? શું વરરાજાએ પોતાના મિત્રની પીટાઈ કરી તે યોગ્ય છે કે પછી તેણે મજાક સહન કરવી જોઈએ હતી? પોતાનું મંતવ્ય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
Post a Comment