જો તમને પણ ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવાની આદત છે તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આટલી ગંભીર બિમારીઓ

 કેટલાંક વર્ષોથી મોબાઇલ ફોન આપણાં જીવનનું એક ખાસ અભિન્ન અંગ બની ગયું છે. આજે હાલત એવી છે કે આપણું કોઈપણ કામ ફોન વગર થતું નથી. ઘર હોય કે બહાર, દરેક સ્થળે આપણને મોબાઇલની જરૂર પડવાની. રસોડામાં કામ કરતી વખતે, ટીવી જોતી વખતે, ત્યાં સુધી કે કેટલાક લોકો તો ટોયલેટમાં પણ ફોનનો વપરાશ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે જો તમને પણ ટોયલેટમા ફોનનો ઉપયોગ કરવાની આદત હોય તો તે ટેવ તમારી તંદુરસ્તી માટે ખુબ જ નુકશાનકારક છે.

ટોલેટમાં ફોનનો ઉપયોગ શા માટે છે ખતરનાક ?

ટોયલેટમાં ફોનનો વપરાશ કરવાથી નુકશાન એ થાય છે કે ફોનની બેક અને ફ્રન્ટ સાઈડ પહેલેથી જ ગંદી હોય છે. બીજી વાત એ છે કે તમારી ટોયલેટની બેઠક પરથી ગંદકી તમારા હાથ અને ફોન પર ચોંટી જશે, જે બાદમાં ભોજન કરતાં સમયે કે અન્ય કામગીરી વખતે તમારા પેટમાં જવાથી શરીરમાં નુકશાન પહોંચાડે છે અને પેટમાં ગંદકી ઉથલપાથલ મચાવી શકે છે. માની લો કે તમે પોતાનાં હાથ હેન્ડવોશથી સાફ કરી લીધા પરંતુ તમારા ફોન પર જમા થયેલી ગંદકી તો એમ જ રહેવાની છે, જે તમે વારંવાર અડશો એટલે તમારાં શરીરમાં પ્રવેશે છે.

જમતી વખતે પણ ના કરશો ફોનનો ઉપયોગ

કોઈ પ્રકારનાં ભોજન કરતી વખતે પણ ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. તે ખુબ જ ધ્રુણાસ્પદ કામ છે કારણકે તમે તે ફોનનો ઉપયોગ કરો છો જે તમે થોડીવાર પહેલાં ટોયલેટમા લ‌ઇ ગયાં હતાં. તો એ વાત સ્પષ્ટ છે કે જમતી વખતે તમે ફોનનો ઉપયોગ કરતાં હશો તો ફોનમાં લાગેલાં તમામ કીટાણુઓ તમારાં હાથ દ્વારા તમારા પેટમાં જશે અને તમને કોઈપણ પ્રકારનાં રોગ લાગું પડી શકે છે એટલા માટે સારું એ રહે છે કે પહેલાં શાંતિપુર્વક ભોજન કરી લો. ત્યારબાદ જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ.

ફોન પર કેવી રીતે ચીપકે છે બેક્ટેરિયા અને કિટાણુ ?

ટોયલેટમાં પોટ્ટી કરતી વખતે કુલ ૩-૪ પ્રકારનાં બેક્ટેરિયા પેદા થાય છે, જેનાં નામ છે સાલ્મોનેલ્લા, શિગેલા, ઇકોલ અને કૈમ્પિલોબૈક્ટર. હવે સવાલ એ ઉભો થાય છે કે તે તમારા ફોનમાં કેવી રીતે ચોંટી જાય છે?. હકિકતમાં ફોન ચાલું કરતી વખતે ફોન ગરમ થઇ જાય છે અને તે કિટાણુઓ ગરમ જગ્યાએ રહેશે એટલે ટોયલેટમાંથી તે આપણાં ફોન અને હાથમાં ચોંટી જશે અને બાદમાં સીધાં પેટમાં જ‌ઇને ઉથલપાથલ મચાવશે. ઘરનું ટોયલેટ તો થોડું ચોખ્ખું હોય છે પણ ઓફીસ કે અન્ય પબ્લિક ટોયલેટમાં તમે ફોનનો ઉપયોગ કરતાં હશો તો તે તમારા માટે ખતરનાક હશે કારણ કે ત્યાં ખુબ જ કિટાણુઓ હોય છે.