લક્ષ્મીજીને પ્રિય છે આ યંત્ર, ઘરમાં રાખવાથી અને પુજા કરવા માત્રથી જ દુર થઈ જશે ગરીબી
આજનાં સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે અને દરેક લોકો ઈચ્છે છે કે માતા લક્ષ્મીજીની કૃપા તેમના પર સદાય રહે. તેવામાં શ્રીયંત્ર જેને દુનિયાનું સૌથી શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે, જો તેને તમારા ઘર કે ઓફિસમાં યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવે છે તો તેનાથી વ્યક્તિ તમામ સમસ્યાઓમાંથી બચી શકે છે અને સાથે સાથે તેને અપાર ધન સંપત્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો તેવામાં જાણી લઈએ લક્ષ્મીયંત્ર વિશે કે કેવી રીતે તેમની પુજા કરવાથી ઘરમાં ધન અને વૈભવ રહે છે.
તમને જણાવી દઈએ કે યંત્ર પણ ઘણા પ્રકારનાં હોય છે અને તેમાંથી કોઈપણ યંત્રની પુજા કરીને ધન-ધાન્યથી સંપન્ન બની શકાય છે અને આ યંત્ર એટલા તાકાતવર હોય છે કે તેની પુજા કરવાથી થોડા જ સમયમાં આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ ફરક નજર આવવા લાગે છે એટલું જ નહી અમે માત્ર શ્રીયંત્રની વાત કરીએ તો તે બે આકૃતિઓમાં આવે છે, જેમાં એક ઉધર્વમુખી હોય છે તો બીજું અધોમુખી. અહીં ઉદ્ધર્વમુખી મતલબ કે ઉપરની તરફ અને અધોમુખીનો અર્થ હોય છે કે નીચેની તરફ. વળી શાસ્ત્રોમાં ઉધર્વમુખી શ્રીયંત્રને વધારે માન્યતા આપવામાં આવી છે.
નવગ્રહ યંત્ર
આ યંત્ર નવ ગ્રહો એટલે કે સુર્ય, ચંદ્ર, મંગળ, શનિ, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુને દર્શાવે છે. વળી આ યંત્રની પુજા કરવાથી જાતકોનાં તમામ ગ્રહથી સંબંધિત દુષ્પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેઓ શુભ ફળ આપવા લાગે છે. નવગ્રહ યંત્રની પુજા કરવા માત્ર થી જ વ્યક્તિને પ્રગતિ નજર આવવા લાગે છે અને ધન પ્રાપ્તિ વગેરેમાં આવી રહેલી તમામ અડચણો સમાપ્ત થઈ જાય છે અને ખુબ જ જલ્દી વ્યક્તિને સ્વાસ્થ્ય, પારિવારિક જીવન વગેરેમાં સારું ફળ મળવા લાગે છે. તેવામાં વ્યક્તિએ શુભ મુહુર્તમાં નવગ્રહ યંત્ર લાવીને પોતાનાં ઘરમાં સ્થાપિત કરવું જોઇએ અને તેની દરરોજ પુજા કરવી જોઈએ.
શ્રી યંત્ર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રીયંત્રનો ઉપયોગ અલગ-અલગ ઇચ્છા માટે અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જો તમારે શ્રી યંત્રનો ઉપયોગ આર્થિક સમસ્યાને દુર કરવા માટે કરવો છે તો તમારે સ્ફટિક પિરામિડ વાળા શ્રી યંત્રની સ્થાપના કરવી જોઇએ અને આ શ્રી યંત્રને એક ગુલાબી કપડામાં વીંટીને કોઈ પુજા સ્થાન પર સ્થાપિત કરો અને આ યંત્રની પુજા કરવાથી વર્ષો જુનું આર્થિક સંકટ પણ સમાપ્ત થઈ જાય છે.
મહાલક્ષ્મી યંત્ર
જો તમારા ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે અને તમારું નસીબ તમારો સાથ આપતું નથી. તેવામાં તમારા ઘર કે ઓફિસમાં પણ શ્રી મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ યંત્રને સર્વ સિદ્ધદાતા, ધનદાતા કે શ્રી દાતા કહેવામાં આવે છે. આ સિવાય પ્રચલિત માન્યતા છે કે આ મંત્રને સ્થાપિત કરવાથી દેવી કમલાની પ્રાપ્તિ થાય છે અને જીવનભરનાં તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે.
વળી આ શ્રી યંત્ર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે, જેનાં અનુસાર એકવાર લક્ષ્મીજી પૃથ્વીથી વૈકુંઠધામ ચાલી ગઇ હતી. ત્યારબાદ પૃથ્વી પર સંકટ આવી ગયું હતું. તેવામાં મહર્ષિ વશિષ્ઠ એ મહાલક્ષ્મીને ધરતી પર પરત લાવવા માટે અને પ્રાણીઓનાં કલ્યાણ માટે શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કર્યું અને તેની સાધના કરી. તેવામાં ઘરમાં આ યંત્રની વિધિ વિધાનથી સ્થાપના કરતાં જ પૈસા સ્વતઃ ખેંચાતા ચાલ્યા આવે છે અને ધન-સંપત્તિ વધે છે. આ સિવાય દાંપત્યજીવન પણ સારું રહે છે.
ધનવર્ષા યંત્ર
પ્રાચીનકાળથી ભારતમાં શ્રી યંત્રની પુજા-ઉપાસના અને પ્રયોગ પ્રચલિત છે અને ધન વર્ષા યંત્રની અધિપતિ માતા લક્ષ્મી છે. તેવામાં આ યંત્રમાં માતા લક્ષ્મીની પ્રતિમા હોય છે, જેને પોતાનાં ઘર અથવા દુકાનમાં સ્થાપિત કરવાથી ધન લાભ થાય છે, આવકનાં સ્ત્રોત વધે છે અને અટવાયેલું ધન પ્રાપ્ત થાય છે.





Post a Comment