આ વ્યક્તિની દિકરી સાથે લગ્ન કરવા વાળાને મળશે કરોડો રૂપિયા પરંતુ પુરી કરવી પડશે આ એક શરત, શું તમે છો તૈયાર

 એક સમય એવો હતો જ્યારે યુવતિનાં લગ્નનાં સ્વયંવરની પ્રથા હતી. યુવતિનાં પિતા બધી જગ્યાએ આમંત્રણ મોકલાવતા હતાં કે તે પોતાની દિકરી માટે એક પ્રતિભાશાળી યુવકને શોધી રહ્યાં છે, જે તેમની દિકરી સાથે લગ્ન કરવા માંગે છે, તે સ્વયંવરમાં આવે. માતા સીતાનાં લગ્ન માટે પણ મહારાજ દશરથે સ્વયંવર રાખ્યું હતું જ્યાં દુર-દુરથી શુરવીર મહારાજા પહોંચ્યા હતાં. જોકે માતા સીતા નાં પિતા એ શરત રાખી હતી કે જે પણ ભગવાન શિવનું ધનુષ્ય ઉઠાવી દેશે.

તેની સાથે પોતાની દિકરીનાં લગ્ન કરશે. મોટા-મોટા મહારાજાએ કોશિશ કરી પરંતુ કોઈને પણ સફળતા ના મળી. ત્યારબાદ પ્રભુ શ્રી રામે ધનુષ ઉઠાવીને માતા સીતા સાથે લગ્ન કર્યા હતાં. હાલનાં દિવસોમાં એક ખબર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં એક વ્યક્તિ પોતાની દિકરી માટે એક પ્રતિભાશાળી યુવક શોધી રહ્યા છે. આ વ્યક્તિએ એલાન કર્યું છે કે, “જે પણ મારી દિકરી સાથે લગ્ન કરશે, તેને મારી કરોડોની સંપત્તિ આપવામાં આવશે એટલું જ નહીં રોકડ ઇનામ પણ આપવામાં આવશે”.

જો કે આ વ્યક્તિએ લગ્ન માટે અમુક શરત પણ રાખી છે, જેને પુરી કર્યા બાદ તે કરોડપતિ વ્યક્તિ પોતાની દિકરીનાં લગ્ન તે વ્યક્તિ સાથે કરાવી દેશે. આ વ્યક્તિ થાઈલેન્ડ દેશનો નિવાસી છે. આ વ્યક્તિએ હાલમાં જ એક સમાચારમાં જાહેરાત આપી છે, જેમાં લખ્યું છે કે, “જે પણ યુવક મારી દિકરી સાથે લગ્ન કરશે, તેને હું ૩,૧૨૦,૨૦ ડોલર રૂપિયાનું ઈનામ આપીશ.

એટલું જ નહીં લગ્ન કરવા વાળા યુવકને મારી સંપત્તિમાંથી પણ ભાગ મળશે”. જોકે આ વ્યક્તિએ તેને માટે શરત રાખી છે કે, “છોકરો એવો જ હોવો જોઈએ કે જે ભવિષ્યમાં મારા બિઝનેસને સંભાળી શકે. આ સિવાય તે મહેનતું પણ હોવો જોઈએ. તેની પાસે પૈસા કમાવવાની કળા પણ હોવી જોઈએ. જો કોઈપણ છોકરો આ શરત પુરી કરશે તો તે વ્યક્તિ પોતાની દિકરી “કનિષ્કા” નાં તેમની સાથે લગ્ન કરી દેશે”.