પુનર્જન્મ : ૪ વર્ષની બાળકીએ કહ્યું કે, “હું સળગીને મરી ગઈ હતી, ગયા જન્મનાં માતા, પિતા, ભાઈ, ગામ બધા જ વિશે જણાવી દીધું અને તે સાચું પણ પડ્યું

 ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં પુન:ર્જન્મની માન્યતા અત્યંત પ્રાચીન છે. આ માન્યતા ત્યારે વધારે મજબુત થઈ જાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે, જ્યારે કોઈ પોતાનાં પાછલા જન્મની ઘટનાઓને એકદમ સટીક જણાવી દે છે. હંમેશા આ પ્રકારનાં વિષય સામે આવતા રહે છે. આ પ્રકારનો એક વિષય રાજસ્થાનનાં રાજસમંદ ગામેથી સામે આવ્યો છે. અહીં માત્ર ૪ વર્ષની એક બાળકીએ પોતાનાં ગયા જન્મની લગભગ તમામ ઘટનાઓને સટિક રીતે જણાવી દીધી હતી એટલું જ નહીં તેણે પોતાનાં પાછલા જન્મમાં થયેલા મૃ-ત્યુ વિશે પણ એકદમ સાચી જાણકારી આપી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શું છે સંપુર્ણ મામલો.

બાળકીનાં પુન:ર્જન્મનો દાવો

રાજસમંદ જિલ્લાનાં નાથદ્વાર થી સટા ગામ છે પરાવલ. અહીંના રતનસિંહ ચુડાવતને પાંચ દિકરીઓ છે. તે એક હોટેલમાં નોકરી કરે છે. ગયા વર્ષે તેમની સૌથી નાની દિકરી ૪ વર્ષની કિંજલ વારંવાર પોતાનાં ભાઈને મળવાની વાત કહી રહી હતી. કિંજલનાં દાદા રામસિંહ ચુડાવતે કહ્યું કે, તેમણે પહેલા તો આ વાત પર ધ્યાન ના આપ્યું પરંતુ બે મહિના પહેલા જ્યારે એકવાર કિંજલની માતા દુર્ગા એ કિંજલને પોતાના પાપા ને બોલવા માટે કહ્યું તો તે બોલી કે પાપા તો પીપલાત્રી ગામમાં છે. પીપલાંત્રી તે જ ગામ છે જ્યાં ઉષા નામની એક મહિલાનું સળગવાથી મૃ-ત્યુ થઈ ગયું હતું. આ ગામ કિંજલનાં અત્યારના ગામથી લગભગ ૩૦ કિલોમીટર દુર છે. કિંજલ કહે છે કે તે ઉષા છે, જે સળ-ગીને મૃ-ત્યુ પામી હતી.

ગયા જન્મમાં થયેલા મૃ-ત્યુ વિશે જણાવ્યું

ઉષાનું ગામ પીપલાંત્રીનાં લોકોનો દાવો છે કે, ૯ વર્ષ પહેલા આ-ગ થી સ-ળગીને તેનું મૃ-ત્યુ થઈ ગયું હતું. અહીંથી શરૂ થાય છે કિંજલનાં પુર્વ જન્મની કહાની. બાળકીનાં જવાબ અને દાવાઓથી સંપુર્ણ પરિવાર આશ્ચર્યચકિત રહી ગયો છે. માતા દુર્ગાનું વારંવાર પુછવા પર કિંજલે જણાવ્યું કે, તેનાં માતા-પિતા અને ભાઇ સહિત સંપુર્ણ પરિવાર પીપલાંત્રી માં જ રહે છે. તે ૯ વર્ષ પહેલાં સળગી ગઈ હતી. આ ઘટનામાં તેનું મૃ-ત્યુ થઈ ગયું હતું અને એમ્બ્યુલન્સ અહીં છોડીને ચાલી ગઈ હતી. દુર્ગા એ આ વાત બાળકીનાં પિતા રતન સિંહને જણાવી. કિંજલે જણાવ્યું કે તેનાં પરિવારમાં બે ભાઇ-બહેન છે. પાપા ટ્રેક્ટર ચલાવે છે. પિયર પીપલાંત્રી અને સાસરું ઓડન માં છે.

મળવા આવ્યો ગયા જન્મનો ભાઈ

કિંજલની કહાની જ્યારે પીપલાંત્રીનાં પંકજ પાસે પહોંચી તો તેનો ભાઈ પરાવલ તેમને મળવા આવ્યો. પંકજ ઉષાનો ભાઈ છે. પંકજે જેવી જ કિંજલને જોઈ તો તેની ખુશી નું ઠેકાણું ના રહ્યું. ફોનમાં માતા અને ઉષાનો ફોટો બતાવ્યો તો તે ખુબ જ રડવા લાગી. ૧૪ જાન્યુઆરી એ કિંજલ પોતાની માં અને દાદા સહિત પરિવાર સાથે પીપલાંત્રી પહોંચી ગઈ.

ગયા જન્મનાં ગામમાં પહોંચી બાળકી

ઉષા ની માતા ગીતા એ જણાવ્યું કે જ્યારે કિંજલ અમારા ગામમાં આવી તો એવું લાગ્યું જાણે કે વર્ષોથી તે અહીં રહી રહેતી હોય, જે મહિલાઓને તે પહેલા જાણતી હતી તેમની સાથે તેમણે વાત કરી. ત્યાં સુધી કે જે ફુલો તેને પસંદ હતાં તેનાં વિશે કિંજલે પુછ્યું કે તે ફુલ હવે ક્યાં છે?. ત્યારે અમે જણાવ્યું કે ૭-૮ વર્ષ પહેલા જ તેને હટાવી દેવામાં આવ્યા હતાં. બંને નાની દિકરીઓ અને દિકરા સાથે પણ વાત કરી અને ખુબ જ પ્રેમ કર્યો. ગીતા એ જણાવ્યું કે તેની દિકરી ઉષા વર્ષ ૨૦૧૩ માં ઘરકામ કરતાં સમયે ગેસ ચુલા થી સ-ળગી ગઈ હતી. ઉષાનાં બે બાળકો પણ છે.

બંને પરિવારમાં બન્યો અનોખો સંબંધ

આ ઘટનાક્રમ બાદ કિંજલ અને ઉષાનાં પરિવાર વચ્ચે અનોખો સંબંધ બની ગયો છે. કિંજલ દરરોજ પરિવારનાં પ્રકાશ અને હીના સાથે ફોન પર વાત કરે છે. ઉષા ની માતા કહે છે કે અમને પણ એવું લાગે છે કે જાણે અમે ઉષા સાથે જ વાત કરી રહ્યા હોય. ઉષા પણ બાળપણમાં આ રીતે જ વાતો કરતી હતી. જોકે કિંજલની ઉંમર નાની છે અને તે સંપુર્ણ રીતે બોલી પણ શકતી નથી પરંતુ તે ઈશારામાં જ બધું સ્પષ્ટ કરી દે છે. જેની ઈચ્છા ઉષાનો પરિવાર રાખે છે. કિંજલનાં પરિજનોએ પહેલા તેને બિમાર જાણીને કિંજલને ડોક્ટરને પણ જણાવ્યું પરંતુ તેમણે તેને સંપુર્ણ રીતે સ્વસ્થ જણાવી હતી. ત્યારબાદ તેનાં પુન:ર્જન્મનો દાવો કરવામાં આવી રહ્યો છે.