રાશિફળ ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ : આજે આ ૪ રાશિઓને થોડી મહેનતથી સુખ-શાંતિ અને ધનની થશે પ્રાપ્તિ
મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. જો આજે તમે પોતાનાં કાર્યક્ષેત્રમાં અમુક બદલાવ કરવાનું વિચારી રહ્યા છો તો તે પણ તમારા માટે લાભદાયક રહેશે. જો તમને પહેલાથી કોઇ રોગ હતો તો તેનાં કષ્ટમાં આજે થોડો વધારો થઈ શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો અને પોતાનાં અમુક કામ ને આગળ માટે પણ ધકેલી શકો છો પરંતુ તમારે આવું કરતા પહેલા ધ્યાનમાં રાખવું પડશે કે જો તમારું કોઈ કાયદાકીય કાર્ય બાકી હોય તો તેને આગળ માટે ધકેલવું નહી નહીંતર તે વધારે લંબાઇ શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં વ્યવસાયની અમુક યોજનાઓ બનાવશો, જેનાં માટે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડી શકે છે.
વૃષભ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપથી ફળદાયક રહેશે. જે લોકો વિદેશ માં શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે, આજે તેમને કોઈ શુભ સુચના સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે. આજે તમે પોતાનાં માટે પણ થોડો સમય કાઢી શકશો અને પોતાનાં માટે અમુક નવા કપડા, મોબાઇલ, લેપટોપ વગેરેની ખરીદી કરી શકો છો, જેને જોઈને તમારા પરિવારનું કોઈ સદસ્ય તમારી ઈર્ષા કરી શકે છે. જો તમારા સંતાનને કોઈ પરેશાની હતી તો આજે તે પણ દુર થઇ શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે. આજે તમે પોતાનાં માતા-પિતાનાં આશીર્વાદથી જે પણ કાર્ય કરશો, તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જો આજે તમારે પરિવારનાં કોઈ સદસ્યનાં ભવિષ્ય સંબંધિત કોઇ નિર્ણય લેવો પડે છે તો તેમાં પરિવારનાં સદસ્યોની સલાહ જરૂર લેવી.
મિથુન રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે તમે પોતાનાં વ્યવસાયનાં કાર્યને જલ્દી સમાપ્ત કરીને પોતાનાં ઘરે પરત ફરી શકશો અને આજનાં દિવસે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે ઘણો સમય પસાર કરી શકશો, જેનાં લીધે જો તમારી વચ્ચે કોઈ કલેશ ચાલી રહ્યો હતો તો તે પણ આજે વાતચીત દ્વારા સમાપ્ત થઈ શકે છે. આજે તમને જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય ભરપુર માત્રામાં મળી શકે છે, જેનાં લીધે તમારા જીવનસાથી પ્રત્યે તમારા પ્રેમમાં વધારો થશે. પરિવારનાં કોઈ સદસ્યનાં વિવાહમાં જો કોઈ અડચણો આવી રહી હતી તો તે પણ આજે કોઈ પરીજનની મદદથી દુર થઈ શકે છે, જેનાં લીધે તમે અને તમારા પરિવારનાં સદસ્ય પ્રસન્ન રહેશો.
કર્ક રાશિ
આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમ ભાવમાં વધારો કરવાનો રહેશે. આજે તમે વધારે પડતા આત્મવિશ્વાસને લીધે કોઈને ખોટું વચન આપી શકો છો પરંતુ તમારે આવું કરવું નહી, જો તમે તે વચન પુર્ણ નહીં કરો તો તેનાં માટે તમારે ખરું-ખોટું પણ સાંભળવા મળી શકે છે અને તમારા સંબંધો પણ બગડી શકે છે. જો આજે તમને રોકાણ કરવાનો અવસર મળે છે તો દિલ ખોલીને કરવું કારણકે તે તમને ભવિષ્યમાં ભરપુર લાભ આપી શકે છે. આજે તમે પોતાની કોઈ સમસ્યાનાં લીધે પરેશાન રહેશો, જેને તમે પોતાનાં સંતાન સાથે શેર કરી શકો છો.
સિંહ રાશિ
આજનો દિવસ તે લોકો માટે ખુબ જ સારો રહેશે, જે લોકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે કારણકે આજે તેમને પોતાનાં ગુરુજનની મદદથી કોઇ ખુશખબરી સાંભળવા મળી શકે છે, જેની તે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં. આજે તમને પૈતૃક સંપત્તિ મળવાથી તમારી પ્રસન્નતામાં વધારો થશે, જેનાં લીધે તમારી સંપત્તિમાં પણ વધારો થશે. આજે તમને સામાજિક સ્તર પર પણ અમુક સારા ફળ પ્રાપ્ત થશે. જો આજે તમે પોતાનાં વ્યવસાયમાં પોતાનાં માતા-પિતાની સલાહ લઈને કોઈ નવી યોજનાં બનાવો છો તો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આજે તમને જીવનસાથી તરફથી કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે.
કન્યા રાશિ
આજે તમારે પોતાનાં વ્યવહારમાં પરિવર્તન લાવવાની કોશિશ કરવી પડશે ત્યારે જ તમે પોતાનાં કામમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે તમને પોતાનાં કોઈ અગાઉ કરવામાં આવેલ વ્યવહારનાં લીધે પસ્તાવો થઇ શકે છે, જેનાં માટે તમે પોતાનાં કોઈ પરિજન પાસે માફી પણ માંગી શકો છો. આજે તમારે રાજકારણની દિશામાં પણ ખુબ જ સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે નહીંતર તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઇ માંગલિક સમારોહમાં સામેલ થઇ શકો છો. આજે તમને પોતાનાં ભાઈ-બહેન તરફથી પણ થોડી મદદ પ્રાપ્ત થઇ શકે છે.
તુલા રાશિ
આજે તમે પોતાનાં બિનજરુરી ખર્ચાઓને લીધે પરેશાન રહેશો, જેનાં પર તમારે નિયંત્રણ રાખવું પડશે નહીતર બાદમાં તમને પસ્તાવો થઇ શકે છે. જે લોકો ધીમી ગતિથી ચાલી રહેલા વ્યવસાય માટે કોઈ વ્યક્તિ કે સંસ્થા વગેરે પાસેથી ધન ઉધાર લેવાનું વિચારી રહ્યા છે, તેમને આજે તે સરળતાથી મળી શકે છે, જેનાં લીધે તે પોતાનાં વ્યવસાયની અમુક યોજનાઓને પણ સફળ બનાવી શકશે. જે લોકો વિદેશ સાથે જોડાયેલ વ્યવસાય કરે છે તેમને આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. નોકરીમાં કાર્યરત લોકો જો કોઈ નવી નોકરી ની તલાશ કરી રહ્યા છે તો આજે તેમની તે ઈચ્છા પુરી થઈ શકે છે અને તેમને કોઈ સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
વૃશ્ચિક રાશિ
આજે તમારે અમુક એવા લોકોથી સતર્ક રહેવું પડશે, જે તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે કારણકે તે તમારો ફાયદો ઉઠાવવાનાં ચક્કરમાં તમને નુકસાન કરાવી શકે છે અને નોકરીમાં કાર્યરત લોકો એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કોઇ નિર્ણય લેવો પડશે નહીંતર તેમનાં અધિકારીઓ તેમનું પ્રમોશન અટકાવી શકે છે. આજે તમે પોતાનાં ભાઈ-બહેન સાથે મળીને જો કોઈ નવો વ્યવસાય કરો છો તો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. નાના વેપારીઓને આજે મન મુજબ લાભ મળવાનાં લીધે તે પ્રસન્ન રહેશે. આજે સાંજનો સમય તમે પોતાનાં પરિવારનાં નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં પસાર કરી શકો છો.
ધન રાશિ
આજનો દિવસ તમને લાભ અપાવનાર રહેશે પરંતુ તમારે પોતાનાં વ્યવસાયનાં નાના-મોટા લાભનાં અવસરને ઓળખવા પડશે અને તેમનાં પર અમલ કરવો પડશે ત્યારે જ તમે તેમાથી લાભ પ્રાપ્ત કરી શકશો. સરકારી નોકરી સાથે જોડાયેલ જાતકોનાં સિનિયર પણ તેમની પ્રશંસા કરતા નજર આવશે. જો તમારે પોતાનાં પિતાજી સાથે કોઈ મતભેદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ શકે છે. આજે તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે જે પણ કાર્ય કરશો, તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થઇ શકે છે. આજે જીવનસાથીની પ્રગતિ જોઈને તમારા મનમાં પ્રસન્નતા રહેશે. વિદ્યાર્થીઓને આજે પોતાનાં શિક્ષણમાં મન મુજબ પરિણામ મળવાનાં લીધે તે અતિ પ્રસન્ન રહેશે.
મકર રાશિ
આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સફળતા લાવનાર રહેશે. જો આજે તમે કોઇ પરીક્ષા માટે આવેદન કરશો તો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઈ ધાર્મિક આયોજનમાં જઈ શકો છો જ્યાં તમારે કોઇની સાથે વાતચીત કરતાં સમયે પોતાની વાણી પર મધુરતા જાળવી રાખવી પડશે નહીંતર તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે સંતાનની પ્રગતિ જોઇને પ્રસન્ન રહેશો. આજે તમે પોતાનાં ઘર પર રંગરોગાન પર પણ અમુક ધન ખર્ચ કરી શકો છો. જો તમારે પોતાનાં ભાઈ-બહેન સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હતાં તો તે પણ આજે સમાપ્ત થઈ શકે છે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે થોડો પરેશાની વાળો રહી શકે છે. જે લોકો પહેલાથી કોઇ બિમારીથી પરેશાન હતાં તો તેનાં કષ્ટમાં આજે થોડો વધારો થઈ શકે છે, જેનાં લીધે તે પરેશાન રહેશે અને તેમનો સ્વભાવ પણ ચીડિયો રહેશે. આજે તમારે પોતાનાં વ્યવસાયમાં પોતાનાં મનની વાત કોઇની સાથે શેયર કરતા પહેલા તે ધ્યાન આપવું પડશે કે તે તમારો મિત્ર છે કે તમારો શત્રુ. તમારે પોતાનાં શત્રુઓને પણ ઓળખવાની આવશ્યકતા રહેશે કારણકે તે તમારા મિત્રનાં રૂપમાં તમારો શત્રુ પણ હોય શકે છે, જો તમે આજે કોઈ એવા વ્યક્તિ પર વિશ્વાસ કરશો તો બાદમાં તમને પસ્તાવો થઇ શકે છે. આજે સાંજનાં સમયે તમને પોતાનાં જીવનસાથી તરફથી કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે.
મીન રાશિ
તમારું વૈવાહિક જીવન આનંદમય રહેશે કારણકે આજે તેમાં તમને કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. આજે તમે પોતાનાં વ્યવસાયમાં ચાલી રહેલી પરેશાનીઓને દુર કરવા માટે પોતાનાં પિતાજી પાસે મદદ માંગી શકો છો. જે લોકો ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરી રહ્યા છે, આજે તેમને મન મુજબ લાભ મળશે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે. આજે તમારે પોતાનાં કોઈ મિત્ર પર વિશ્વાસ કરતા પહેલા ધ્યાન આપવું પડશે કે તે તમને દગો ના આપે. નોકરી કરી રહેલા જાતકોને આજે કોઈ એવું કાર્ય સોંપવામાં આવી શકે છે, જે તેમને વધારે પ્રિય હશે અને તે તેને ખુબ જ સરળતાથી સાંજ સુધીમાં સમાપ્ત કરીને પોતાનાં પરિવારનાં સદસ્યો માટે સમય કાઢવામાં સફળ રહેશે, જેનાં લીધે તેમનાં પરિવારનાં સદસ્યો અને જીવનસાથી પણ તેમનાથી પ્રસન્ન રહેશે.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ થી અમુક વિભિન્નતા હોય શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.





Post a Comment