આ રીતે તમારા ઘરે જન્મી શકે છે જોડિયા બાળકો, જાણો કેવી રીતે વધારશો તમારી ફર્ટિલિટી

 તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે જોડિયા બાળકો દેખાવમાં ઘણા જ પ્યારા લાગે છે. તેમનું ઘરે આવવાથી ખુશી બે ગણી થઈ જાય છે. તેવામાં ઘણા લોકો જોડિયા બાળકો ઈચ્છે છે. જોકે જોડિયા બાળકો થવા ઘણી વાતો પર નિર્ભર કરે છે. જેમ કે ફેમિલી હિસ્ટ્રી, ફર્ટિલિટી ટ્રીટમેન્ટ અને મહિલાઓનું શરીર વગેરે. આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને જોડિયા બાળકો થવાની સંભાવના પણ વધી જશે.

જોડિયા બાળકો હકીકતમાં બે પ્રકારે કંસિવ થાય છે – આઈડેન્ટીકલ અને ફ્રેટરનલ. આઈડેન્ટીકલ ટ્વીન ત્યારે પેદા થાય છે, જ્યારે એક ફર્ટિલાઇઝર એગ તૂટીને બે ભ્રુણમાં વિભાજીત થઈ જાય છે. જો આ બે સ્પમથી બે એગ ફર્ટિલાઇઝ થઈ જાય તો તેને ફ્રેટરનલ એગ કહેવામાં આવે છે. આઈડેન્ટીકલ ટ્વીન કંસિવ કરવી એક પ્રાકૃતિક પ્રક્રિયા હોય છે. જો કે તમે અમુક વસ્તુઓ ટ્રાય કરીને ફ્રેટરનલ રીતે જોડિયા બાળકોને જન્મ આપી શકો છો.

શારીરિક સંબંધ પોઝીશન

મિશનરી, રિયર એન્ટ્રી સંબંધ અને સિજરિંગ પોઝીશનમાં સંબંધ બાંધવાથી જોડિયા બાળકો થવાની સંભાવના વધી જાય છે. તેનું કારણ એ છે કે આ બધી પોઝિશન્સ ડીપ પેનીટ્રેશન ઉત્પન્ન કરે છે, જે ઓવ્યુલેશનના સમયે તમને જોડિયા બાળકો કંસીવ કરવામાં મદદ કરે છે.

જડીબુટ્ટીઓ

અમુક જડીબુટ્ટીઓ એવી પણ હોય છે, જે તમને જોડિયા બાળકો થવાની સંભાવના વધારી દે છે. જેમકે “માકા રૂટ” મહિલાઓની ફર્ટિલિટી વધારે છે તો જ્યારે તે “ઈવનિંગ પ્રીમરોઝ ઓઇલ” મહિલાઓની પ્રજનન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. આ જડીબુટ્ટીઓથી પ્રજનન પેશીઓમાં રક્તપ્રવાહ, ઓવરીના કાર્ય કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આ વસ્તુ જોડિયા બાળકો માટે ફર્ટિલિટી અને ઓવ્યુલેશનને વધારવામાં સહાયક સિદ્ધ થાય છે.

સપ્લિમેન્ટ

ફોલિક એસિડ યુક્ત સપ્લીમેન્ટ અને મલ્ટી વિટામિનનું સેવન કરવાથી પણ જોડિયા બાળકો થવાની સંભાવનાને વધારી શકાય છે. હકિકતમાં ગર્ભાવસ્થામાં શિશુના સારા વિકાસ અને માતાનાં સ્વાસ્થ્ય માટે ફોલિક એસિડ અને ઘણા પ્રકારનાં વિટામીન અતિ આવશ્યક હોય છે.

ડાયટ

ડેરી પ્રોડક્ટ, સોયા અને માછલી જેવી વસ્તુઓનું સેવન કરવાથી જોડિયા બાળકો કંસીવ કરવું સરળ રહે છે. તેનું કારણ એ છે કે જોડિયા બાળકોને કંસીવ કરવા પર્યાપ્ત પોષણ અને ન્યુટ્રીશિયન ખૂબ જ જરૂરી ચીજ હોય છે. જોકે માત્ર ખાવા-પીવામાં બદલાવ કરવાથી જોડિયા બાળકોની ગેરંટી પણ રહેતી નથી.

વજન અને લંબાઈ

અમુક રિસર્ચ એ દાવો કરે છે કે જાડી અને 30 થી વધારે બી.એમ.આઇ વાળી મહિલાઓમાં સામાન્ય વજન વાળી મહિલાઓની તુલનામાં જોડિયા બાળકો થવાની સંભાવના વધારે હોય છે. આવું વધતા એસ્ટ્રોજન લેવલ અને એકસ્ટ્રા ફેટ દ્વારા બે એગ રિલીઝ કરવાના કારણે થાય છે. પરંતુ ગર્ભાવસ્થા પૂર્વ મહિલાનું જાડું હોવું પ્રેગ્નન્સી માટે જટિલતા ઉત્પન્ન કરી શકે છે. ૫ ફૂટ ૪.૮ ઈંચ સુધી લાંબી મહિલાઓને પણ જોડિયા બાળકો થવાની સંભાવના વધારે રહે છે. લાંબી મહિલાઓના પેટમાં જોડિયા બાળકો હોવા પર તેમને પ્રીટમ ડિલિવરીનું જોખમ ઓછું રહે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. તેને અપનાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ જરૂર લઈ લેવી.