મહાશિવરાત્રીનાં દિવસે શિવલિંગ પર આ ચીજોને અર્પિત કરવાથી તમામ ઈચ્છાઓ થાય છે પુરી

 જ્યોતિષશાસ્ત્ર અનુસાર શિવલીંગ પર સૌથી પહેલા પંચામૃત ચડાવવું જોઈએ. પંચામૃત એટલે કે દુધ, ગંગાજળ, કેસર, મધ અને જળથી બનેલું મિશ્રણ. જે લોકો ૪ પ્રહરની પુજા કરે છે, તેમણે પહેલા પ્રહરનો અભિષેક જળ, બીજા પ્રહરનો અભિષેક દહી, ત્રીજા પ્રહરનો અભિષેક ઘી અને ચોથા પ્રહરનો અભિષેક મધ થી કરવો જોઈએ.

બીલીપત્ર

પ્રભુ આશુતોષનાં પુજનમાં અભિષેક તથા બીલીપત્રનું પ્રથમ સ્થાન છે. ઋષિઓએ કહ્યું છે કે બીલીપત્ર ભોળાનાથને ચડાવવું તથા એક કરોડ કન્યાઓનાં કન્યાદાનનું ફળ એક સમાન છે. ત્રણ જન્મોનાં પાપનાં સંહાર માટે ત્રિનેત્ર રૂપી ભગવાન શિવજીને ત્રણ પાન યુક્ત બીલીપત્ર જે સત્વ-રજ-તમ નું પ્રતિક છે, તેને આ મંત્રને બોલીને અર્પણ કરવું જોઇએ.

त्रिदलं त्रिगुणकरं त्रिनेत्र व त्रिधायुतम|

त्रिजन्म पाप संहार बिल्व पत्रं शिवार्पणम||

ભાંગ

ભગવાન શિવજીએ વિષનું પાન કર્યું છે. આ વિષ નાં ઉપચાર માટે ઘણા પ્રકારની જડીબુટ્ટીનો પ્રયોગ દેવતાઓએ કર્યો હતો. તેમાંથી ભાંગ પણ એક છે એટલા માટે ભગવાન શિવજીને ભાંગ ખુબ જ પ્રિય છે. શિવરાત્રીનાં અવસર પર ભાંગ ના પાન કે ભાંગને પીસી ને દુધ કે જળમાં ભેળવીને ભગવાન શિવજીનો અભિષેક કરશો તો રોગ દોષમાંથી મુક્તિ મળે છે.

ધતુરા

ભાંગ ની જેમ ધતુરા પણ એક જડીબુટ્ટી છે. ભગવાન શિવજીનાં માથા પર ચડેલા વિષ નાં પ્રભાવને દુર કરવા માટે ધતુરાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો એટલા માટે શિવજીને ધતુરો પણ પ્રિય છે. મહાશિવરાત્રીનાં અવસર પર શિવલિંગ પર ધતુરા અર્પિત કરો. તેનાથી શત્રુઓનો ભય દુર થાય છે સાથે જ ધન સંબંધિત વિષયમાં ઉન્નતિ થાય છે.

ગંગાજળ

ગંગા ભગવાન વિષ્ણુજીનાં ચરણોમાંથી નીકળી અને ભગવાન શિવજીની જટાથી ધરતી પર ઉતરે છે એટલા માટે બધી નદીમાં ગંગા પરમ પવિત્ર છે. ગંગાજળથી ભગવાન શિવજીનો અભિષેક કરવાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે.

શેરડીનો રસ

શેરડીને જીવનમાં મીઠાશ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. પ્રેમનાં દેવતા કામદેવનું ધનુષ શેરડીથી બન્યુ છે. દેવ પ્રબોધિની એકાદશીનાં દિવસે શેરડીનું ઘર બનાવીને ભગવાન શ્રી વિષ્ણુની અને દેવી તુલસીની પુજા કરવામાં આવે છે. શેરડી થી શિવલિંગનો અભિષેક કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.