પત્નિનાં આ અંગમાં છુપાયેલું હોય છે પતિનું ભવિષ્ય, જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત
માનવામાં આવે છે કે મનુષ્યનાં જીવનમાં ગ્રહ-નક્ષત્રનું ખુબ જ મહત્વ હોય છે અને તેનો પ્રભાવ તેમનાં જીવન પર પડે છે. મનુષ્યનાં જીવન સાથે જોડાયેલી વાતો તેના અંગની સંરચના પરથી જાણી શકાય છે અને શરીરની બનાવટ પરથી તેનાં સ્વભાવ વિશે જાણી શકાય છે. જ્યારે કોઈ યુવતિનાં લગ્ન થાય છે તો તે પોતાનાં પતિનાં ઘરે સૌભાગ્ય લઇને આવે છે અને દિકરીઓ તો આમ પણ સૌ-ભાગ્યશાળી હોય છે પરંતુ આજે અમે તમને મહિલાઓ વિશે અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યાં છીએ, જેનાં વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આજે અમે તમને મહિલાઓનાં તે ખાસ અંગ વિશે જણાવીશું, જેનાથી તેનાં પતિનાં ઉજ્જવળ ભવિષ્ય વિશે જાણી શકાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે પત્નિનાં પગ પરથી જાણી શકાય છે કે તેનાં પતિનું ભવિષ્ય કેવું છે અને સ્વભાવ કેવો છે અને એ સિવાય બીજું પણ ઘણું બધું જાણી શકાય છે. તો ચાલો જાણી લઈએ.
તેમાંથી સૌથી પહેલા આપણે મહિલાઓનાં પગ વિશે જ ચર્ચા કરીએ. જણાવી દઈએ કે જે મહિલાઓની આંગળી વચ્ચે વધારે સ્પેસ હોય છે, તે મહિલાઓને જીવનમાં ખુબ જ સંઘર્ષ કરવો પડે છે.
હવે આપણે વાત કરી લઈએ પગનાં તળિયા પર બનેલી રેખાઓની. જો આ રેખાઓ કોઈપણ જગ્યાએથી તુટેલી ના હોય અને એકદમ સ્પષ્ટ દેખાય તો તેનો મતલબ હોય છે કે તમારું જીવન કોઈપણ મુશ્કેલી કે વિઘ્ન વગર ચાલતું રહેશે અને તમે એક સુખી જીવન પસાર કરશો.
જે મહિલાઓનાં પગમાં કમળનું ચિન્હ બનેલું હોય છે, તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે મહિલાઓનાં પગનાં અંગુઠાની નીચે એક લાંબી લાઈન હોય છે, એવી મહિલાઓને પોતાનાં પતિ માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
અનામિકા આંગળી જો અંગુઠા અને તરજની આંગળીથી મોટી હોય તો તેનો મતલબ હોય છે કે પત્નિ પોતાના પતિ માટે દુર્ભાગ્ય લઈને આવી છે.
ચાલતા સમયે જો તમારા પગની કનિષ્ઠિકા અને અનામિકા આંગળી જમીનને સ્પર્શ નથી થતી તો તેનો મતલબ હોય છે કે પતિનું જલ્દી મૃત્યુ થઈ શકે છે અને તમે વિધવા થઇ શકો છો.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.



Post a Comment