આજથી જ શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, ખુબ જ સરળ છે તેની પ્રોસેસ
જો તમે પણ બિઝનેસ કરવાનો પ્લાન કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમને ઓછા રોકાણમાં દર મહિને મોટી કમાણી થાય તો આ લેખ બસ તમારા માટે જ છે. અમે અહિયાં આજે તમારા માટે એક એવો બિઝનેસ આઇડિયા લઈને આવ્યાં છીએ જેમાં તમે સામાન્ય રોકાણ કરીને જબરદસ્ત કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટની નામચીન કંપની અમુલ ની સાથે બિઝનેસ કરવાનો અવસર છે. અમુલ ની ફ્રેન્ચાઇઝી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે એટલું જ નહિ તમને જણાવી દઈએ કે અમુલ ની ફ્રેન્ચાઇઝી લેવી ખુબ જ સરળ પણ છે પરંતુ પહેલાં તમને તેનાં વિશે સંપુર્ણ જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.
જો તમે અમુલ આઉટલેટની ફ્રેન્ચાઇઝી લો છો તો તમારી પાસે માત્ર ૩૦૦ વર્ગફુટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે પર્યાપ્ત જગ્યા છે તો અમુલ તમને ફ્રેન્ચાઇઝી આપી શકે છે. જોકે અમુલ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછી ૩૦૦ વર્ગફુટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે આટલી જગ્યા નથી તો અમુલ કંપની તમને ફ્રેન્ચાઇઝી આપશે નહિ.
કઈ ફ્રેન્ચાઇઝીમાં કેટલું રોકાણ કરવું પડશે
જો તમે અમુલ આઈસ્ક્રીમ સ્કુપિંગ પાર્લર ચલાવવા માંગો છો તો તેની ફ્રેન્ચાઇઝી માટે તમારે પ્લાનિંગ કરવું પડશે અને તેમાં તમારે થોડા વધારે રોકાણની જરૂરીયાત પડશે. તેને લેવા માટે તમારે લગભગ ૫ લાખ રૂપિયા જેટલું રોકાણ કરવું પડશે. વળી તેમાં તમને બ્રાન્ડ સિક્યુરિટીનાં રૂપમાં ૫૦,૦૦૦ રૂપિયા, રીનોવેશનનાં ૪ લાખ રૂપિયા, ઇક્વિપમેન્ટનાં ૧.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
કેવી રીતે અને કેટલું કરવું પડશે રોકાણ
અમુલ પોતાના બિઝનેસને વધારવા માટે બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. જો તમે અમુલ આઉટલેટ, અમુલ રેલ્વે પાર્લર કે અમુલ ક્યોસ્કની ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો તો તેમાં તમારે લગભગ ૨ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે ૨૫ હજાર રૂપિયા, રીનોવેશન પર ૧ લાખ રૂપિયા, ઇક્વિપમેન્ટ પર ૭૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. વધારે જાણકારી માટે તમે તેની વેબસાઇટ કે ફ્રેન્ચાઇઝી પર વિઝિટ કરી શકો છો.
ઝીરો રિસ્ક વાળો બિઝનેસ
અમુલ સાથે બિઝનેસ કરવો ખુબ જ સરળ છે. હકિકતમાં તેની પાછળ બે કારણ છે. પહેલો અમુલનો કસ્ટમર બેઝ અને બીજું તે શહેરનાં દરેક લોકેશન પર ફિટ બેસે છે. અમુલનું દરેક શહેરમાં કસ્ટમર બેઝ ખુબ જ મજબુત છે. દરેક શહેરમાં લોકો તેની પ્રોડક્ટનાં નામને ઓળખે છે. મોટા-મોટા શહેર અને સાથે જ નાના શહેરમાં પણ તેની પહોંચ છે એટલા માટે અમુલની ફ્રેન્ચાઇઝી લેવામાં કોઈ નુકસાન જવાનાં ચાન્સ નથી.
કેટલી થશે કમાણી
અમુલ ફ્રેન્ચાઇઝી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને લગભગ ૫ થી ૧૦ લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. અમુલ આઉટલેટ લેવા પર કંપની અમુલ પ્રોડક્ટનાં મિનિમમ સેલિંગ પ્રાઈઝ એટલે કે MRP પર કમિશન આપે છે. તેમાં એક મિલ્ક પાઉચ પર ૨.૫%, મિલ્ક પ્રોડક્ટ પર ૧૦% અને આઈસ્ક્રીમ પર ૨૦% કમિશન મળે છે. અમુલ આઈસ્ક્રીમ સ્કુપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસીપી બેઝ આઈસ્ક્રીમ, શેક, પીઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ, ડ્રીંક પર ૫૦% કમિશન મળે છે. વળી પ્રિ પેક આઈસ્ક્રીમ પર ૨૦% અને અમુલ પ્રોડક્ટ પર કંપની ૧૦% કમિશન આપે છે.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. તેને અપનાવતા પહેલાં તમે તેની વેબસાઇટ કે ફ્રેન્ચાઇઝીની મુલાકાત લઇ શકો છો.





Post a Comment