ભોજન કર્યા બાદ માત્ર ૧૫ મિનિટ કરો આ સરળ આસન, ખુબ જ ઝડપથી ઘટવા લાગશે વજન

 યોગા શારીરિક અને માનસિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. દરરોજ યોગાસન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત યોગા કરવાથી મેદસ્વીપણું ઝડપથી ઓછું થાય છે. યોગા થી ઇમ્યુનિટી પણ મજબુત બને છે. જો તમારી પાસે સવારે યોગા કરવાનો સમય નથી તો અમે તમને બપોરે એટલે કે જમ્યા બાદ કરવા વાળા એક ખુબ જ સરળ યોગાભ્યાસ જણાવી રહ્યા છીએ.

તેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. તમે દરરોજ જમ્યા બાદ માત્ર ૧૫ મિનિટ વજ્રાસન કરી લો. વજ્રાસન કરવામાં જેટલું સરળ છે. તેના ફાયદા તેનાથી ખુબ જ વધારે છે. સામાન્ય રીતે પાચનતંત્રને મજબુત બનાવવા માટે વજ્રાસનને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરે છે, તેમનાં માટે વજ્રાસન ખુબ જ ફાયદાકારક છે.

તેનાથી પગનાં મસલ્સ પર વધારે દબાણ પડે છે અને શરીરમાં બ્લડ ફ્લો સારી રીતે થવા લાગે છે. નિયમિત રૂપથી વજ્રાસન કરવાથી શરીર સુડોળ બને છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. જાણો વજ્રાસન કરવાના ફાયદાઓ અને તેને કરવાની રીત. વજ્રાસનનો અર્થ છે બલવાન સ્થિતિ. આ આસન પાચન શક્તિ અને સ્નાયુ શક્તિ આપવા વાળું છે એટલા માટે તેને વજ્રાસન કહેવાય છે.

વજ્રાસન કરવાનાં ફાયદા

  • વજ્રાસન કરવાથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે.
  • આ આસનથી આંખોની રોશની તેજ થાય છે.
  • મન ને સ્થિર કરે છે અને મગજ ને તેજ કરે છે.
  • શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારુ કરે છે અને રોગોને દુર કરે છે.
  • વજ્રાસનમાં બેસવાથી પાચન શક્તિ સારી થાય છે.
  • ખોરાક પચાવવાનું અને કબજિયાતને દુર કરવાનું કામ કરે છે.
  • પેટના વાયુ ને સમાપ્ત કરે છે અને પેટના રોગોને દુર કરે છે.
  • વજ્રાસન થી વજન ઓછું કરવામાં અને શરીરને સુડોળ બનાવવામાં મદદ મળે છે.
  • કરોડરજ્જુ, કમર, ઘુંટણ અને પગમાં તાકાત અને મજબુતી આવે છે.
  • કમર અને પગ ના વાયુ રોગ દુર થાય છે. નિયમિત રૂપથી આ આસન કરવાથી સ્ફુર્તિ વધે છે.

વજ્રાસન કરવાની રીત

  • સૌથી પહેલા તમે એક આસન પાથરી લો.
  • હવે આસન પર બંને પગને ઘુંટણથી વાળીને પોતાની એડી પર બેસી જાઓ.
  • તમારા પગના બંને અંગુઠા એકબીજા સાથે મળી જવા જોઈએ.
  • પગના તળિયાની ઉપર તમારી હિપ્સ હોવી જોઈએ.
  • હવે તમારી કમરને એકદમ સીધી રાખો અને બંને હાથની કોણી વાળ્યા વગર તમારા ઘુંટણ પણ રાખી લો.
  • તમારા હાથને જાંઘ પર રાખો અને સીધું જુઓ.
  • આ આસનને શરૂઆતમાં ૫ મિનિટ કરો. બાદમાં તેને વધારીને ૧૫ મિનિટથી અડધો કલાક પણ કરી શકો છો.
  • આ એક એવું આસન છે, જેને તમે જમ્યાનાં ૫ મિનિટ બાદ કરી શકો છો.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. તેનાં પર અમલ કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.