હવે સુપર હિરો નાં અવતારમાં નજર આવશે મહેન્દ્રસિંહ ધોની, ગ્રાફિક નોવેલ “અથર્વ” નો પહેલો લુક થયો રિલીઝ
ભારતને પોતાની કેપ્ટનશીપમાં ટી-૨૦ અને વન-ડે વર્લ્ડકપ અપાવવા વાળા દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની હવે ખુબ જ જલ્દી ગ્રાફિક નોવેલ “અથર્વ” માં નજર આવશે. ભારતનાં સૌથી સફળ કેપ્ટનમાં સામેલ દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ગ્રાફિક નોવેલ “અથર્વ” માં નજર આવશે. તેનો પહેલો લુક બુધવારે એક વીડિયો ક્લિપ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ધોની એનીમેટેડ અવતારમાં નજર આવી રહ્યા છે. આ ગ્રાફિક ઉપન્યાસનું શીર્ષક “Atharva – The Origin” છે. તે રમેશ થમિલમની એક કહાની પર આધારિત છે, જેને ધોની એન્ટરટેઇનમેન્ટ તરફથી સપોર્ટ કરવામાં આવ્યું છે.
ફર્સ્ટ લુક ક્લિપમાં મહેન્દ્રસિંહ ધોની એક યુદ્ધનાં મેદાનમાં એનીમેટેડ અવતારમાં નજર આવી રહ્યા છે. તેમાં તેમનો અવતાર દાનવ જેવી એક સેના વિરુદ્ધ લડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોની નવો રસ્તો શોધી રહ્યા છે અને “અથર્વ” તેમાંથી એક છે. ધોની આઈપીએલની આગામી સિઝન માટે ૪ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ તરફથી રમતા નજર આવશે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ગઈ સિઝનમાં પણ ચેમ્પિયન બની હતી.
આ નવા યુગના ગ્રાફિક ઉપન્યાસની ઘોષણા વર્ષ ૨૦૨૦ માં કરવામાં આવી હતી, જે એક નવોદિત લેખકનાં અપ્રકાશિત પુસ્તકનાં રૂપમાં હશે. ધોનીની પત્નિ સાક્ષી એન્ટરટેઇનમેન્ટની પ્રબંધ નિર્દેશક છે, તેમણે સીરીઝનાં નિર્માણ વિશે વાત કરી હતી. તેમણે તેને એક રોમાંચથી ભરેલી સીરીઝ જણાવી છે.
સાક્ષી એ કહ્યું હતું કે, “ઉપન્યાસ એક પૌરાણિક કથા પર આધારિત છે, જે વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. તેમાં રહસ્યમય અઘોરીની યાત્રા વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેને કોઈ જગ્યાએ કેદ કરવામાં આવ્યા હતાં, જે ઉચ્ચ ટેકનિકથી લેસ છે. આ અઘોરી દ્વારા જણાવવામાં આવેલા રહસ્ય પ્રાચીન મિથકો, હાલનાં વિશ્વાસો અને ભાવિ પાઠ્યક્રમને બદલી શકે છે”.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે આપણે આ બ્રહ્માંડનાં તમામ પાસાઓને જોઇએ અને દરેક ચરિત્ર તથા કહાનીને યથાસંભવ સટીકતા સાથે સ્ક્રીન પર લાવીએ. વેબસીરીઝ આપણા ઉદ્દેશ્યને એક ફીચર ફિલ્મમાં ઢાળવા થી સારું છે. ધોની અને સાક્ષીએ “ધોની એન્ટરટેઇન્ટમેંટ” કંપની બનાવી હતી, જેણે વર્ષ ૨૦૧૯ માં ડિઝની+હોટસ્ટાર માટે પોતાનાં ડેબ્યુ પ્રોજેક્ટ “ધ રોર ઓફ ધ લાયન” નું પણ નિર્માણ કર્યું હતું.



Post a Comment