દરેક સ્ત્રીનાં હ્રદયમાં છુપાયેલા હોય છે આ રહસ્યો, પતિને ક્યારેય નથી જણાવતી તેમની આ વાતો
પતિ-પત્નિનો સંબંધ અંગત વિશ્વાસ પર ટકેલો હોય છે. વિશ્વાસનાં સહારે જ આ સંબંધનો પાયો સમય સાથે વધારે મજબુત થતો જાય છે. એક મજબુત લગ્નજીવન માટે બંને વચ્ચે વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી હોય છે. વિશ્વાસ વગર સંબંધ માત્ર નામનો જ હોય છે, તેનું કોઈ મહત્વ હોતું નથી. પતિ-પત્નિનાં સંબંધ વિશે કહેવામાં આવે છે કે પતિ-પત્નિ એ પરસ્પર દરેક વાત શેર કરવી જોઈએ અને કોઈપણ વાત એકબીજાથી છુપાવવી ના જોઈએ.
પરંતુ શું તમે જાણો છો કે અમુક એવી વાતો હોય છે, જે એક પત્નિ ક્યારેય પોતાનાં પતિને જણાવતી નથી. પોતાની આ વાતો વિશે તે પોતાનાં મિત્રો સાથે ખુલીને વાત કરી લે છે પરંતુ પતિને બતાવવાથી અચકાય છે. આજે અમે તમને એ જ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને એક પત્નિ પોતાના પતિથી છુપાવે છે.
પતિનાં રહસ્ય
હંમેશા પતિ પોતાનાં જીવન સાથે જોડાયેલી જરૂરી વાતો પોતાની પત્નિને જણાવતો હોય છે અને વળી તેમની પત્નિ તેમની આ વાતોને રહસ્ય રાખવાની જગ્યાએ પોતાની મિત્ર કે કોઈ અન્ય વ્યક્તિને જણાવી દે છે અને જ્યારે તેમના પતિ તેમને આ વિશે પુછે છે તો તેમનો જવાબ હોય છે કે, “મેં કોઈને કંઈ કીધું નથી”.
બચત
દરેક સ્ત્રીને બચત કરવાની આદત જરૂર હોય છે. તે ઘરનાં ખર્ચામાંથી થોડી-થોડી બચત કરતી રહે છે જેથી કરીને મુશ્કેલ સમયમાં કે જરૂરિયાત પડવા પર તે પૈસા કામ આવી શકે. આ બચત વિશે પણ પત્નિ ક્યારેય પોતાનાં પતિને જણાવતી નથી.
બિમારી
જ્યારે પણ કોઈ સ્ત્રી બિમાર હોય છે કે સ્વાસ્થ્યમાં કમજોરી અનુભવ થવા લાગે છે તો પણ તે પોતાનાં પતિને આ બાબતે બતાવતી નથી કારણકે તેમને લાગે છે કે તેમનો પતિ પરેશાન થઈ જશે.
પહેલા પ્રેમ વિશે
દરેક મનુષ્ય માટે તેના પહેલા પ્રેમનો અહેસાસ અનોખો હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાનાં પહેલા પ્રેમને ભુલી શકતું નથી. એક સ્ત્રીનો પતિ ભલે કેટલો પણ સારો કેમ ના હોય પરંતુ તેમ છતાં પણ તે પોતાનાં પ્રેમને ભુલી શકતી નથી અને ક્યારેય પણ આ વિશે પોતાનાં પતિને જણાવતી નથી.
અસહમતી વ્યક્ત ના કરવી
પતિ-પત્નિનાં સંબંધમાં નાના-મોટા ઝઘડા થતા રહે છે. ઘણીવાર પત્નિ પોતાનાં પતિ સાથે થનારા ઝઘડાથી બચવા માટે તેમની “હા” માં “હા” જ કરે છે, જેથી કારણ વગર ઘરમાં ઝઘડા ના થાય.
અતરંગ અનુભવ
પત્નિ ક્યારેય પણ પોતાના પતિ ને તેમની વચ્ચે અંતરંગ ક્ષણોનો અહેસાસ કરાવતી નથી. ઘણીવાર આ સવાલ સાથે જોડાયેલા તેમના જવાબ ખોટા જ હોય છે.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.







Post a Comment