અહિયાં મળશે રોટલી બનાવવાની ટ્રેનિંગ, કોર્સ પુરો થતાં જ ૧ લાખ રૂપિયાની નોકરી પણ મળશે, જાણો સંપુર્ણ માહિતી
શું તમે એવો કોર્સ કરવા માંગો છો જેને કરતાં જ તમને મહિને ૧ લાખ રૂપિયાની નોકરી મળી જાય?. જો હા તો તમારે તેનાં માટે રોટલી બનાવતા શીખવી પડશે. રોટલી કેવી રીતે બનાવવામાં આવે તેના માટે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. આપણા બધાનાં ઘરમાં દરરોજ ભોજન માટે રોટલી બનતી હશે. તમે તેને રૂટિન કામ માનતા હશો પરંતુ તમે આ કામમાં વધારે રસ લેતા નહિ હોય. પરંતુ જો તમને ઓફર મળે કે રોટલી બનાવવા માટે તમને દર મહિને ૧ લાખ રૂપિયાની સેલેરી મળશે, શું તેમ છતાં પણ તમે રુચિ નહિ લો ?. જરા પણ નહી, તમે જરૂર રસ લેશો.
રોટલી બનાવવાની એકેડેમી ખોલવાનો પ્રસ્તાવ
મલેશિયામાં એક એવો જ અનોખો પ્રસ્તાવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે મલેશિયામાં નેગેરે સ્ટેટ એ રોટલી બનાવવાની એકેડેમી ખોલવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવને તૈયાર કરવામાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા કમરૂલ રીઝાલની મોટી ભુમિકા જણાવવામાં આવી રહી છે.
મલેશિયામાં વધી રોટલી ની ડિમાન્ડ
કમરૂલ પ્રમાણે મલેશિયામાં ચોખા સાથે રોટલીની પણ જબરદસ્ત ડિમાન્ડ છે પરંતુ જરૂરિયાત પ્રમાણે હિસાબે રોટલી તૈયાર કરવા વાળા લોકો મળી રહ્યા નથી, જેનાં કારણે ત્યાં રોટલી બનાવવા વાળાને મોજ આવી ગઈ છે. તેમને રોટલી બનાવવા માટે દરરોજ લગભગ ૩૦૦૦ રૂપિયા એટલે કે મહિનાનાં લગભગ ૯૦ હજાર રૂપિયા સેલેરી મળી રહી છે.
નથી મળી રહ્યા રોટલી બનાવવા વાળા
રેસ્ટોરન્ટનાં માલિક પ્રમાણે તેઓ પોતે પોતાનાં રેસ્ટોરન્ટમાં રોટલી બનાવવાનું કામ કરે છે. વિક-ડે માં તેઓ એક દિવસમાં લગભગ ૫૦૦ રોટલી બનાવીને વેચી દે છે. જો કે વીકેન્ડમાં તેઓ ૭૦૦-૮૦૦ રોટલી વેચે છે. માત્ર રોટલી વેચવાથી તેમને હજારો રૂપિયામાં કમાણી થાય છે. દેશમાં રોટલી પ્રત્યે વધતા ક્રેઝનાં કારણે મલેશિયામાં હવે રોટલી બનાવવાની ડિમાન્ડ વધી ગઇ છે.
રોટી મેકિંગ એકેડમી બનાવવાની માંગણી
કમરૂલ રીઝાલ અનુસાર જો દેશમાં હવે આ પ્રકારની કોઈ એકેડેમી ખોલવામાં આવે તો તે લોકોનાં ભવિષ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે. એવું એટલા માટે કે તેમાં આગળ ઘણો સ્કોપ છે. જો લોકો સારી રીતે રોટલી બનાવતા શીખી લેશે તો તેઓ ૧ લાખ રૂપિયા પ્રતિ મહિના સુધીની કમાણી કરી શકશે.
સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે રિએક્શન
કમરૂલનાં આ પ્રસ્તાવ પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે કહ્યું કે, “કેવો બકવાસ આઈડિયા છે. જો આ પ્રપોઝલને મંજુરી આપવામાં આવે તો દેશ પાછળ ચાલ્યો જશે”. વળી બીજા યુઝરે કહ્યું કે, આજકાલ ટુરિઝમ અને ફુડ સેકટરમાં ઘણો બધો ગ્રોથ થઈ રહ્યો છે. તેવામાં બિઝનેસ ગ્રોથને આગળ વધારવા માટે આ એક દિલચસ્પ પ્રસ્તાવ છે અને તેના પર આગળ વધવું જોઈએ.





Post a Comment