આ ગામમાં ૩૦ વર્ષથી નથી રહેતો કોઈ પુરુષ તેમ છતાં પણ અહિયાની મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી, જાણો આખરે શું છે તેનું રહસ્ય
દુનિયામાં ઘણી બધી એવી જગ્યાઓ છે અને એવા અનોખા પ્રકારનાં લોકો રહે છે, જેનાં વિશે જાણીને આપણને વિશ્વાસ આવતો નથી. જે ચીજો આપણને સામાન્ય લાગે છે, તેને એ જગ્યાઓ પર ખુબ જ મોટી માનવામાં આવે છે. જો ટ્રાઈબ્સની વાત કરવામાં આવે તો દુનિયામાં ઘણા પ્રકારની જનજાતિઓ રહે છે. આ લોકો કાં તો જંગલમાં રહે છે કાં તો બિહડ વિસ્તારમાં રહે છે.
આ કબીલામાં રહેતા લોકો અમુક એવી પરંપરાઓ અને નિયમોમાં માને છે કે જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે. એક સમુદાય એવો પણ છે, જેમાં ફક્ત મહિલાઓ જ રહે છે અને પુરુષોની એન્ટ્રી પર બેન છે. એટલું જ નહીં પુરુષો વગરનાં આ ગામમાં ગામની મહિલાઓ પ્રેગ્નેન્ટ પણ થઈ જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આખરે આ ગામ ક્યાં આવેલું છે અને તેની કહાની શું છે.
૩૦ વર્ષથી આ ગામમાં નથી આવ્યો કોઈ પુરુષ
“ઉમોજા” કેન્યાનું એક ગામ છે, જે હમેશાથી પોતાનાં અનોખા નિયમનાં લીધે ચર્ચામાં રહેલું છે. આ ગામની સૌથી ખાસ વાત એ છે કે અહીંયા એકપણ પુરુષ નથી. આ ગામમાં લગભગ ૨૫૦ મહિલાઓ રહે છે. આ ગામને ત્યાં રહેતી ૧૫ મહિલાઓએ વર્ષ ૧૯૯૦ માં વસાવ્યું હતું. તે એ ૧૫ મહિલાઓ હતી, જેમની સાથે બ્રિટિશ જવાનોએ બળાત્કાર કર્યો હતો. હકિકતમાં વર્ષો પહેલા બ્રિટિશ સૈનિકો અહીંયા આવ્યા હતાં અને જ્યારે અમુક મહિલાઓ બકરીઓને ચરાવી રહી હતી ત્યારે તેમનાં પર બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ અહીંની મહિલાઓને પુરુષોથી એટલી નફરત થઈ ગઈ કે તે ૧૫ મહિલાઓએ મળીને પુરુષોથી અલગ પોતાની એક દુનિયા બનાવવા માટે આ ગામ વસાવી લીધું અને પુરુષોની એન્ટ્રી પર બેન લગાવી દીધું. પુરુષો તરફથી મળેલા આ અત્યાચાર પર ત્યાંની મહિલાઓએ વિચાર કર્યો અને આ ગામમાં પુરુષ પર બેન લગાવી દીધું. પાછલા ૩૦ વર્ષમાં એકપણ પુરુષ આ ગામમાં પ્રવેશ કરી શક્યો નથી. ગામ ની સીમા પર કાંટાવાળા તાર લાગેલા છે.
જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાની ભુલ કરી બેસે છે તો તેને સજા પણ આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા સહન કરી ચુકેલી મહિલાઓ રહે છે. આ ગામમાં આજનાં સમયમાં લગભગ ૨૫૦ મહિલાઓ અને ૨૦૦ જેટલાં બાળકો રહે છે. હવે લોકોનાં મનમાં સવાલ આવે છે કે આ ગામમાં જ્યારે પુરુષોનો પ્રવેશ બંધ છે તો મહિલાઓ બાળકોને જન્મ કઈ રીતે આપે છે?. સાથે જ અત્યાર સુધીમાં ૨૦૦ બાળકો આ ગામમાં કઈ રીતે જન્મ લઈ ચુક્યાં છે?.
આ કારણથી ગર્ભવતી થઈ જાય છે મહિલાઓ
આ સવાલનો જવાબ ઉમોજા ગામ પાસે આવેલ સટે ગામનાં પુરુષોએ આપ્યો છે. તે ગામનાં એક વૃદ્ધ પુરુષનું કહેવું છે કે આ મહિલાઓને એવું લાગે છે કે તે પુરુષો વગર રહે છે પરંતુ હકીકત કંઇક અલગ જ છે. રાતનાં અંધારામાં જંગલમાંથી પુરુષો છુપાઈ-છુપાઈને આવે છે અને યુવાન મહિલાઓ તેમાંથી પોતાનાં માટે પુરુષ પસંદ કરે છે અને તેમની સાથે સંબંધ બનાવે છે અને જ્યાં સુધી તે ગર્ભવતી થઈ જતી નથી, ત્યાં સુધી તેના સંપર્કમાં રહે છે અને પેમેન્ટ થતાં જ તેમની સાથે તમામ સંબંધ સમાપ્ત કરી નાખે છે. બાળકોને પણ તેમનાં પિતા વિશે જણાવતી નથી.
હકિકતમાં આ ગામની ઘણી બધી યુવતિઓ પુરુષોનાં પ્રેમમાં પડી જાય છે. ત્યારબાદ રાતે અંધારામાં તે પુરુષો ગામમાં પ્રવેશ કરે છે અને સવાર થયા પહેલાં જ પરત ચાલ્યા જાય છે. દિવસનાં અજવાળામાં કોઈપણ પુરુષ ઊંઝા ગામમાં પ્રવેશ કરી શકતો નથી. સૌથી આશ્ચર્યચકિત કરવા વાળી વાત એ છે કે તે પુરુષોનાં સંબંધ ગામમાં ફક્ત એક મહિલાઓ સાથે હોતા નથી પરંતુ ઘણી મહિલાઓ સાથે હોય છે. જોકે આ ગામ નો નિયમ છે કે અહીંયા પુરુષો આવી શકતા નથી તેથી મહિલાઓ ખુલ્લેઆમ પોતાનો સંબંધ સ્વીકારતી નથી.
સાથે જ એ પણ જાણી શકાતું નથી કે ક્યાં પુરુષે કઈ મહિલા સાથે સંબંધ બનાવ્યો છે. આ ગામમાં ગર્ભનિરોધકનું પણ કોઈ સાધન નથી તેથી મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે. જોકે ગામની મહિલાઓ આ બાળકોનું પાલનપોષણ જાતે જ કરે છે. આ મહિલાઓનાં બાળકોને પણ ખબર હોતી નથી કે તેના પિતા કોણ છે. જો દિકરીઓ હોય છે તો ભણાવે છે અને તેમને સક્ષમ બનાવે છે. આ ગામ ૩૦ વર્ષ પહેલાં એ વાતને લઈને ચર્ચામાં આવ્યું હતું કે અહીંયા પુરુષો પ્રવેશ કરી શકતા નથી, જેનાં લીધે અહીંયા પર્યટકો પણ આવે છે.
આ ગામમાં એન્ટ્રી કરવા માટે પર્યટકો પાસેથી પૈસા લેવામાં આવે છે. સાથે જ આ ગામની મહિલાઓ ઘરેણાં બનાવીને વેચે છે અને પૈસા કમાય છે. તેમનું કહેવું છે કે તેમની બહારની દુનિયામાંથી દગો મળ્યો છે, તેથી તે પોતાનાં જેવા લોકોને એકઠા કરીને તેમની સાથે જ રહેવાનું પસંદ કરે છે. પોતાનાં આ અનોખા નિયમનાં લીધે આ ગામ હંમેશા ચર્ચાનો વિષય બનેલો રહે છે.










Post a Comment