વાંચો મજેદાર જોક્સ : પત્નિ : આ મહિને હું તમારી સાથે ઝઘડો ઓછો કરીશ. પતિ : અરે વાહ… તારો ખુબ ખુબ આભાર. પણ આવો સારો વિચાર

 આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ જોક્સ વાંચ્યા બાદ તમે પોતાનું હસવાનું રોકી શકશો નહી. તો ચાલો હવે રાહ જોયા વગર તમને હસાવી દઈએ.

જોક્સ  ૧

પત્નિ : આ મહિને હું તમારી સાથે ઝઘડો ઓછો કરીશ.

પતિ : અરે વાહ… તારો ખુબ ખુબ આભાર. પણ આવો સારો વિચાર તને આવ્યો કેવી રીતે?.

પત્નિ : આ વખતે ૨૮ દિવસનો મહીનો છે.

જોક્સ  ૨

પ્રેમ અધુરો છે તો અધુરો જ રહેવા દો. જો પુરો થશે તો કચરા-પોતા કરાવશે.

જોક્સ  ૩

પ્રપોઝ કરવા માટેની નવી શાયરી…

ડુંગળી કાપવાથી નીકળે છે આંસુ, શું તારી મમ્મી બનશે મારી સાસુ ?. આ કવિ ને ભેળની લારી છે.

જોક્સ  ૪

હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. આજે એક ડોક્ટરને ત્યાં બોર્ડ વાંચ્યું.

પુષ્પા પીડિત રોગોનાં નિષ્ણાંત.

જોક્સ  ૫

પત્નિ : આ ડોમેસ્ટિક ટેરરિઝમ એટલે શું?.

પતિ : તું આ ટીવીમાં ૩ કલાક રસોઈ શો જોવે છે અને બાદમાં જમવામાં સાંજે ખીચડી બનાવે તેને કહેવાય ડોમેસ્ટિક ટેરરિઝમ.

જોક્સ  ૬

કાલે મારા ઘરે ચોર આવ્યા અને મને કહે : માલ ક્યાં છે?.

મેં કહ્યું : પાડોશમાં…

સાલાઓએ હસતા હસતા કુટ્યો મને.

જોક્સ  ૭

હે ભગવાન… અંબાણી જેટલો પૈસાવાળો ના બનાવ તો વાંધો નહી પરંતુ જો મને બનાવવો જ હોય તો સિરિયલ વાળા જેટલો અમીર બનાવજે. જેને કંઈ જ કામ નહી બસ આખો દિવસ ઘરની સ્ત્રીઓ સાથે પંચાત કરવાની.

જોક્સ  ૮

ગ્રાહક : ઈડલી-સાંભાર ઓર્ડર આપતા જ આવી ગયા. બહુ ઝડપી સર્વિસ તમારી તો.

વેઈટર : સાહેબ કોઈ ગ્રાહક ૧૫ મિનિટ મેનું જોયા કરે એટલે અમે ઈડલી-સાંભાર કિચનમાં તૈયાર કરાવી નાખીએ. સૌથી સસ્તી ડિશ આ જ છે. ઓર્ડર તો આનો જ આવશે એમ માની લઈએ છીએ.

જોક્સ  ૯

પહેલી લહેરમાં તો કોરોના પોઝિટિવ વ્યક્તિ સાજો થઇને ઘરે આવતો હતો તો આખું બિલ્ડિંગ થાળી વગાડીને સ્વાગત કરતું હતું. ત્રીજી લહેરમાં તો ઘરવાળા પણ સિરિયસલી લેતાં નથી.

જોક્સ  ૧૦

સાંભળ્યું છે કે ટેસ્લા કારમાં એટલા બધા ફીચર્સ છે કે એક EMI પણ બાકી રહી ગઈ હોય તો કાર એની જાતે જ શો રૂમમાં ચાલી જાય છે.

જોક્સ  ૧૧

કેટલાક લોકો કહે છે કે “મારો વિશ્વાસ કર”. પરંતુ અમે તો એ લોકો છીએ, જે દરવાજા પર તાળું મારીને પણ ખેંચીને જોઈએ છીએ કે ખુલ્લુ તો નથી રહી ગયું ને.

જોક્સ  ૧૨

ત્રણ મહિનાથી એક માણસ દરરોજ મારી પાસેથી એમ કહીને પૈસા લેતો હતો કે મારી પત્નિ હોસ્પિટલમાં છે. ચોથે મહિને મેં ત્યાં જઈને જોયું તો એની પત્નિ નર્સ હતી.

જોક્સ  ૧૩

એકવાર રાજુ નાં પગનું હાડકું તુટી ગયું. રાજુ દવાખાને દવા લેવા ગયો. ત્યાં રાજુ એ એક ભાઈને જોયા જેનાં બંને પગ તુટી ગયાં હતાં.

રાજુ એ પેલા ભાઈને પુછ્યું : શું તમારે બે પત્નિ છે ?.