જાણો વેલેન્ટાઇન વીક માં ક્યાં દિવસનું શું હોય છે મહત્વ, જાણી લેશો તો તમારો સંબધ બનાવી શકશો વધારે મજબુત

 ફેબ્રુઆરી મહિનાની રાહ ઘણા બધા લોકો જોતાં હોય છે. ખાસ કરીને યુવાનો. આવું એટલા માટે કારણકે આ મહિનામાં તેમનો પસંદગીનો વેલેન્ટાઈન-ડે આવે છે. ૭ ફેબ્રુઆરીએ રોઝ-ડે થી શરૂ થઈને ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે સુધી ચાલતા આ વિક ને “રોમાંસ વીક” પણ કહેવામાં આવે છે. જો તમે પહેલીવાર પ્રેમમાં પડ્યા છો અને “રોમાન્સ વીક” નાં દરેક દિવસને સારી રીતે સમજવા અને સેલિબ્રેટ કરવા માંગો છો તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે વેલેન્ટાઇન વીકનું શેડ્યુલ શું છે અને તમે ક્યાં દિવસને કઈ રીતે સેલિબ્રેટ કરી શકો છો.

“વેલેન્ટાઇન વીક” ની શરૂઆત રોઝ-ડે થી થાય છે. આ દિવસે તમે માત્ર તમારા પ્રેમીને જ નહી પરંતુ લાઈફ પાર્ટનર, મિત્ર અને કોઈપણ ચાહકને ગુલાબનું ફુલ ગિફ્ટ કરી શકો છો.

પ્રપોઝ-ડે પર તમે તે વ્યક્તિને સરળતાથી પ્રપોઝ કરી શકો છો, જેને પ્રપોઝ કરવા માટે તમે અત્યાર સુધી માત્ર વિચારી રહ્યા હોવ છો. તો તમે પણ તમારા દિલની વાત કહેવા માટે આ દિવસની મદદ લઈ શકો છો.

“ચોકલેટ-ડે” રોમાન્સનાં આ વીક નો ત્રીજો દિવસ હોય છે કારણકે કોઈપણ રિલેશનની શરૂઆત પ્રેમ અને મીઠાશ સાથે થવી જોઈએ. તો આ દિવસે તમે ચોકલેટ આપીને પણ તમારા રિલેશનમાં મીઠાશ ભરી શકો છો.

જો તમે ઇચ્છો છો કે તમારા પાર્ટનર તમારાથી દુર રહેવા પર પણ તમને યાદ અને  મહેસુસ કરે તો તમે ટેડી-ડે પર તમારા પાર્ટનરને સુંદર ટેડી ગિફ્ટ કરી શકો છો. જે તમારા સાથીને તમારી યાદ દરેક ક્ષણ અપાવતું રહેશે.

રિલેશનને મજબુતી આપવા માટે પ્રેમભર્યા સાચા વચનની જરૂરિયાત પણ હોય છે. પ્રોમિસ-ડે પર તમે તમારા પાર્ટનર સાથે હંમેશા સાથ નિભાવવા અને દરેક સ્થિતિમાં એકબીજાની સાથે હંમેશા ઊભા રહેવાનું વચન આપી શકો છો.

“હગ-ડે” તમને તમારા પાર્ટનરને ગળે લગાવવાનો સુંદર અવસર આપે છે. સાથે જ તમારા દિલની તે ફિલિંગને વ્યક્ત કરવાનો અવસર આપે છે, જે તમે તેમને કહેવા માંગો છો.

તમારા રિલેશનનાં બોન્ડિંગને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે તમે કિસ-ડે નાં દિવસે તમારા લાઈફ પાર્ટનરની મરજીથી તેમને કિસ કરી શકો છો. આ દિવસ તમને એકબીજાની વધારે નજીક પણ લાવી શકે છે.

રોમાન્સ નો છેલ્લો દિવસ હોય છે “વેલેન્ટાઈન-ડે”. જેની રાહ ઘણા લોકો આતુરતાથી જુએ છે. આ દિવસને પ્રેમ અને કમિટમેન્ટ સાથે તમારા પાર્ટનર સાથે દિલ ખોલીને સેલિબ્રેટ કરી શકો છો અને તમારા રિલેશનને વધારે મજબુત બનાવી શકો છો.