લગ્નજીવન, પૈસાની સમસ્યા, ગ્રહ દોષ સહિત તમારી તમામ સમસ્યાઓ થશે દુર, માત્ર સોમવારે કરી લો આ નાના ઉપાયો
શું તમે પણ તમારા જીવનથી પરેશાન છો?. કોઈપણ વાત વગર લગ્નજીવનમાં લડાઈ ઝઘડા થવા લાગ્યા છે?. પૈસાની કમી તમને પરેશાન કરવા લાગી છે કે લાઈફમાં ઘણા પ્રોબ્લેમ એ તમને ઘેરી લીધા છે?. તો તેવામાં તમે ભગવાન શિવજીનાં આ ઉપાયો અપનાવી શકો છો. જ્યોતિષશાસ્ત્ર દ્વારા શિવજીનાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિનું જીવન આનંદમાં પસાર થવા લાગે છે અને દરેક પ્રકારનાં કષ્ટો દુર થઈ શકે છે. આ ઉપાયોને સોમવારનાં દિવસે કરવા પર ભગવાન શિવજીની ખાસ કૃપા મેળવી શકો છો.
એ તો તમે જાણતા જ હશો કે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવામાં સોમવારનો દિવસ શિવજીને સમર્પિત છે. આ દિવસે જો સાચા મનથી તેમની પુજા કરવામાં આવે છે તો ક્યારેય પણ જીવનમાં દુઃખ નો સામનો કરવો પડતો નથી. તો ચાલો તમને શિવજીની કૃપા મેળવવાનાં ઉપાયો જણાવી દઈએ, જેનાથી દરેક દુઃખોને દુર કરી શકાય છે.
લગ્નજીવનમાં આવે મધુરતા
જો તમારું લગ્નજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મધુરતા નામનો શબ્દ ગાયબ થઈ ગયો છે તો તમે સોમવારનાં દિવસે શિવજીનાં આ ઉપાયો અપનાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે જેનાં દાંપત્યજીવનમાં કલેશ થાય છે કે લગ્ન થવામાં સમસ્યા આવે છે. તેમણે સોમવારે શિવજી અને ગૌરી માતાને રુદ્રાક્ષ અર્પિત કરવા જોઈએ.
ગ્રહ દોષને દુર કરે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ દોષ ઉત્પન્ન થઇ જાય છે તો શિવજીનો આ ઉપાય અપનાવી શકાય છે. તેના માટે સતત સોમવારે શિવલિંગ પર કાચું દુધ અર્પિત કરો. સાથે જ શિવજીનો મુળ મંત્ર “ઓમ નમઃ શિવાય” નો ૧૦૮ વાર જાપ કરો.
પૈસાની સમસ્યા દુર કરે
જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો તો તેના માટે પણ શિવજીનો આ ઉપાય અપનાવી શકો છો. સોમવારે શિવલિંગ પર દુધ અર્પિત કરો. સાથે જ ભગવાન શિવજીનાં મંત્રનો જાપ પણ કરો. તમે આવું દર સોમવારે કરો. તમારા પર શિવજીની ખાસ કૃપા થઈ શકે છે.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.




Post a Comment