માત્ર ૧૯૫૦ રૂપિયાનાં ઇન્વેસ્ટમેન્ટમાં શરૂ કરો આ બિઝનેસ, દરેક ઘરમાં હોય છે તેની જરૂરિયાત, તમારી આવડત મુજબ હજારો-લાખોમાં કરી શકશો કમાણી
આપણે વિચારીએ છીએ કે બિઝનેસ કરવા માટે આપણને લાખો રૂપિયાની જરુરિયાત પડે છે અને ક્યાંક આપણા પૈસા ડુબી ના જાય એટલા માટે આપણે કોઈ બિઝનેસ શરૂ કરવાથી પણ ગભરાઈએ છીએ પરંતુ આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ, જેને માત્ર ૧૯૫૦ રૂપિયાનાં ઇન્વેસ્ટમેન્ટ સાથે શરૂ કરી શકાય છે. આ એક એવો બિઝનેસ છે, જે પ્રોડક્ટની ડિમાન્ડ દરેક ઘરમાં સંપુર્ણ વર્ષ રહે છે અને પ્રોફિટની વાત કરીએ તો માત્ર એક સેલ થી તમને ૫૦-૧૦૦ રૂપિયા સુધીનો પ્રોફિટ ખુબ જ આરામથી થઈ શકે છે. તો ચાલો જાણી લઈએ આ બિઝનેસ વિશે વિસ્તારથી.
૧૯૫૦ રૂપિયાની Kit થી શરૂ કરો આ બિઝનેસ
આ Kit ની ખાસ વાત એ છે કે તેમાં જેન્ડરનો કોઈ મતભેદ નથી એટલે કે આ Kit ની મદદથી પુરુષ હોય કે મહિલા કોઈપણ તેમાં કામ કરી શકે છે. ૧૯૫૦ રૂપિયાની આ kit ની શરૂઆતની કિંમત છે. બાદમાં જેવો જ તમને આ બિઝનેસમાં નફો મળવા લાગે તો તમે સારી Kit લઈ શકો છો. તેને ઇન્સ્ટોલ કરવા માટે વધારે જગ્યાની જરૂરિયાત પણ પડશે નહિ. જો તમે ઈચ્છો તો તમે પોતાનાં ઘરનાં જ કોઈ રૂમમાં આ બિઝનેસ શરૂ કરી શકો છો.
ઘરેથી શરૂ કરો LED Bulb બનાવવાનો બિઝનેસ
તમે વિચારી પણ નહિ શકો કે એક LED Bulb કે જેની કિંમત બજારમાં ૧૦૦-૧૫૦ રૂપિયાની હોય છે, તેને બનાવવામાં માત્ર ૧૯-૨૦ રૂપિયાનો ખર્ચ આવે છે. જો સારી ક્વોલીટીમાં જઈએ તો આ હદથી ૩૦-૩૫ રૂપિયામાં તે બનીને તૈયાર થઇ જાય છે પરંતુ તે માર્કેટમાં ૧૦૦ રૂપિયા કે તેનાથી વધારે કિંમતમાં મળે છે. તો તમે વિચારી શકો છો કે આ બિઝનેસમાં કેટલો ફાયદો છે.
ખુબ જ સરળ છે ઘરમાં LED Bulb બનાવવા
બની શકે છે કે તમને ઇલેક્ટ્રોનિકનું કામ આવડતું ના હોય એટલા માટે તમને લાગી રહ્યું હશે કે આ બિઝનેસ તમારા માટે નથી પરંતુ તમે ખોટું વિચારી રહ્યાં છો. ૧૯૫૦ રૂપિયાની કિટમાં LED બલ્બ બનાવવા માટે જરૂરી તમામ મશીનરી આપવામા આવે છે.
બિઝનેસમેન માટે માર્કેટ ક્યાં શોધવું
કોઇપણ બિઝનેસમાં સૌથી મોટો પડકાર માર્કેટનો હોય છે. આપણે પ્રોડક્ટ તો બનાવી લઈએ પણ વેચવી ક્યાં?. તો આ બિઝનેસમાં સારી વાત એ છે કે માર્કેટ શોધવું બહું મુશ્કેલ નથી. તમે લોકલ દુકાનદારો સાથે કોન્ટેક કરી શકો છો. તેમની સાથે ટાઈઅપ કરી શકો છો. બીજો ઓપ્શન એ છે કે તમે પોતાની એક શોપ કરીને પણ વેચી શકો છો, તો માર્કેટની કોઈ કમી નથી. બસ તમારે માર્કેટિંગ માટે થોડી મહેનત જરૂર કરવી પડશે પરંતુ તમને પરિણામ ખુબ જ જલ્દી મળવા લાગશે.
કેટલો પ્રોફિટ થશે
૧૯૫૦ રૂપિયાની Kit જેમાં ૫૦ બલ્બનું રો-મટિરિયલ મળશે, તેને બનાવવાનો ખર્ચ લગભગ ૧૨ રૂપિયાની આસપાસ રહેશે. હવે આ બલ્બને જથ્થામાં વેચવા પર ૮ રૂપિયા/પ્રતિ બલ્બ માર્જીન લઈને ૨૦ રૂપિયામાં વેચી શકો છો. વળી છુટક વેચવા પર ૧૫-૧૮ રૂપીયા પ્રતિ બલ્બનો પ્રોફિટ લઇને ૨૫-૩૦ રૂપિયામાં વેચી શકો છો. તમે ૧૦૦ રૂપિયાનાં ૩ બલ્બ પણ વેચી શકો છો. જોકે આ ગેરંટી વાળા બલ્બ હોતા નથી. તમે ઈચ્છો તો ગેરંટી વાળા બલ્બ નું રો-મટીરીયલ પણ લઈને તેને બનાવી શકો છો. તો એકંદરે તમારે જોવાનું રહેશે કે તમે જે જગ્યાએ બિઝનેસ કરી રહ્યા છો ત્યાં ક્યાં પ્રકારનાં બલ્બ વધારે વેચાઈ રહ્યાં છે. જો લોકો Quality પર પૈસા ખર્ચ કરી શકે છે તો તમે ગેરંટી વાળી પ્રોડક્ટ વેચી શકો છો.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. અમે માત્ર તમને કમાણી કરવાનો માર્ગ બતાવી રહ્યાં છીએ.





Post a Comment