આ એક ગુણનાં લીધે સમગ્ર દુનિયા થઈ જશે તમારી ગુલામ, દરેક લોકો તમને આપશે સન્માન
ગુલાબનાં ફુલ વિશે કોણ જાણતું નહિ હોય. તે પોતાની સુંદરતા અને સુગંધ માટે જાણીતું છે. એક ઉપવનમાં ગુલાબનું ફુલ પોતાની સુંદરતા અને સુગંધ માટે જાણીતું હતું. જે પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતું, તેને જોયા વગર રહી શકતું નહોતું. ગુલાબની સુગંધ એવી હતી કે લોકો પોતાનાં બધા જ દુઃખ-દર્દ ભુલી જતા હતાં. લોકોને ગુલાબનું ફુલ ખુબ જ પસંદ આવવા લાગ્યું એટલા માટે લોકો તેને તોડીને પોતાની સાથે લઈ જવા લાગ્યા.
લોકો ગુલાબનું ફુલ તોડવાનાં કારણે તેની શાખા પર ફુલ દરરોજ ઓછા થવા લાગ્યા. તે ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતું નહોતું, તેનાથી ગુલાબ ખુબ જ દુઃખી રહેવા લાગ્યું. અંતમાં ગુલાબે આ મુશ્કેલીનો ઉકેલ શોધવા માટે એક જાણકાર વ્યક્તિ પાસે જવા વિશે વિચાર્યું. તે એક જાણકાર વ્યક્તિ પાસે ગયું અને તેણે પોતાની સમસ્યા તેમને જણાવી. તે વ્યક્તિ એ તેની સમસ્યાને ધ્યાનથી સાંભળી.
ગુલાબની સમસ્યા સાંભળ્યા બાદ તે વ્યક્તિએ ગુલાબને કહ્યું કે, “દુનિયાની આ જ રીત છે કે જે તમારી સાથે જેવો વ્યવહાર કરે છે, તમે પણ તેની સાથે એવો જ વ્યવહાર કરો. જો તમે એવું નહિ કરો તો એક દિવસ તે આ સંસાર તમારા અસ્તિત્વને જ નષ્ટ કરી દેશે”. ગુલાબે તે વ્યક્તિની વાત માની લીધી અને પરત આવ્યા બાદ તેણે પોતાની ડાળી પર લોકો થી બચવા માટે કાંટાઓ ઉગાડી દીધા.
હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ ગુલાબનું ફુલ તોડવા માટે પોતાનો હાથ આગળ વધારતો તો ગુલાબ તેના હાથને કાંટાથી ઇજાગ્રસ્ત કરી દેતું. તેનાથી લોકોએ તેની તરફ આવવાનું બંધ કરી દીધું. થોડા દિવસો બાદ ગુલાબને એક મહાજ્ઞાની સાધુનાં સત્સંગનો અવસર મળ્યો. સાધુ એ ગુલાબને કહ્યું, “જો મારા દ્વારા કોઇનું ભલુ થાય છે તો તેનાથી સારું બીજું કંઈ જ હોય શકતું નથી.
જે લોકો પરોપકારમાં પોતાનું જીવન પસાર કરે છે. તેમને દુનિયા સન્માન આપે છે, તેનાથી વધીને આ દુનિયામાં બીજું કંઈ જ નથી. ગુલાબને પોતાની ભુલ વિશે ખબર પડી ગઈ. હવે તે ફરી ઉપવનમાં સુંદરતા અને સુગંધ વિખેરવા લાગ્યુ. તેનાથી તેને આનંદ થતો હતો. આજે સમગ્ર દુનિયામાં ગુલાબનાં ફુલને સૌથી ઉપર રાખવામાં આવે છે. તેના કાંટાનાં કારણે નહી પરંતુ તેની સુગંધ અને સુંદરતાનાં કારણે છે.




Post a Comment