પાર્ટનર વચ્ચે પ્રેમ વધારવા માટેનો મહાઉપાય, આ મંત્રનો જાપ કરવાથી સંબંધોમાં આવશે મીઠાશ
લગ્નજીવનની વાત હોય કે પછી પ્રેમ સંબંધોની, બંનેમાં રિલેશનનું મહત્વ ખુબ જ વધારે હોય છે. સંબંધોમાં મજબુતી અને વિશ્વાસ બંને હોવું ખુબ જ જરૂરી હોય છે. ઘણીવાર વ્યક્તિનાં ગ્રહોની દશા અને ગ્રહ દોષનાં કારણે સંબંધોમાં કડવાશ આવવા લાગે છે. જો આ ગ્રહ દોષને સમય રહેતા દુર કરવામાં ના આવે તો તે સંબંધ તુટવાનું કારણ પણ બની શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં લગ્નજીવન કે પ્રેમ સંબંધને મજબુત બનાવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે અમુક મંત્રનાં જાપથી સંબંધોમાં રહેલી કડવાશને દુર કરી શકાય છે.
સંબંધને મજબુત બનાવવા માટે કરો આ મંત્રનો જાપ
ભૌતિક સુખ અને પ્રેમ સંબંધોનો કારક ગ્રહ શુક્રને માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત હોય તો સંબંધોમાં મીઠાશ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે શુક્ર ગ્રહનાં ओम द्रां द्रीं द्रौं स: शुक्राय नम: નો જાપ કરવાથી સંબંધોમાં મજબુતી આવે છે અને તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે કુંડળીમાં જીવનસાથીનો વિચાર શુક્ર ગ્રહની દશા જોઇને જ કરવામાં આવે છે. માન્યતા છે કે શુક્ર ગ્રહને મજબુત કરવા માટે પતિ-પત્નિ એ એકસાથે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજા કરવી જોઈએ. સાથે જ તેમનાં મંત્રનો જાપ કરવાથી સંબંધોમાં રહેલી કડવાશ દુર થાય છે અને પતિ-પત્નિનાં સંબંધોમાં મીઠાશ આવે છે. આ દિવસે ओम लक्ष्मी नारायणाय नमः મંત્રનો જાપ કરવો.
સંબંધમાં આવી રહેલી સમસ્યાઓને દુર કરવા માટે કે દાંપત્યજીવનની સમસ્યાઓને દુર કરવા માટે ગુરૂવારનાં દિવસે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ કરો એટલું જ નહી આ દિવસે શ્રીહરિની પુજા પણ કરો. માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી જીવનની સમસ્ત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અને સંબંધોમાં મીઠાશ વધે છે.
ધાર્મિક શાસ્ત્ર અનુસાર સંબંધોને સફળ બનાવવા માટે આજનાં દિવસે કામદેવ અને રતિ ની પુજા કરવાથી પ્રેમ જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દુર થાય છે. ओम कामदेवाय विद्महे, रति प्रियायै धीमहि, तन्नो अनंग प्रचोदयात् મંત્રનો જાપ કરવો. તેનાથી જીવનસાથી સાથે તાલમેલ સારો બને છે.
માન્યતા છે કે લગ્નજીવનને મજબુત કરવા માટે પતિ-પત્નિએ એકસાથે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પુજા કરવી જોઇએ. આ દરમિયાન ओम् नम: संभवाय च मयो भवाय च नम: शंकराय च मयस्कराय च नम: शिवाय च शिवतराय च મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી લગ્નજીવન ખુશહાલ રહે છે.





Post a Comment