અમદાવાદની IPL ટીમનું નામ આવ્યું સામે, જાણો ક્યાં નામથી IPL માં રમવા ઉતરશે ગુજરાતની ટીમ
IPL ૨૦૨૨ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL ની આ સિઝનમાં ૮ નહી પરંતુ ૧૦ ટીમ રમવા ઉતરશે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાતની ટીમને સામેલ કરવામાં આવી છે. લખનઉ એ પાછલા દિવસોમાં તેમનું નામ અને કેપ્ટનનાં નામની પણ ઘોષણા કરી દીધી હતી પરંતુ ગુજરાતની ટીમનું નામ સામે આવ્યું નહોતું પરંતુ હવે ગુજરાતની IPL ટીમનું નામ પણ સામે આવી ગયું છે.
મીડિયા રિપોર્ટસનું માનવામાં આવે તો ગુજરાતે પોતાની IPL ટીમનું નામ “અમદાવાદ ટાઈટન્સ” રાખ્યું છે. તેને લઈને સોશિયલ મીડિયા પર પણ ખુબ જ ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી ગુજરાતની ફ્રેન્ચાઇઝીએ તેની આધિકારિક ઘોષણા કરી નથી. હાર્દિક પંડ્યાને આ ગુજરાતની ટીમનાં કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ પહેલાં લાંબા સમય સુધી મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહી ચુક્યા છે.
“અમદાવાદ ટાઈટન્સ” એ નામ પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી હતી. તેમણે હાર્દિક પંડ્યાની સાથે અન્ય ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવાની ઘોષણા કરી હતી. તેમાં શુભમન ગિલ અને રાશિદ ખાનનું નામ પણ સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓ આઇપીએલમાં અત્યાર સુધીમાં દમદાર પ્રદર્શન કરી ચુક્યા છે. રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ રહ્યા હતાં. અફઘાનિસ્તાનના આ બોલરે ઘણા અવસર પર ટીમને જીત પણ અપાવી છે.
જણાવી દઈએ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એ અત્યાર સુધીમાં આઈપીએલમાં ૯૨ મેચ રમી છે. આ દરમિયાન તેમણે ૧૪૭૬ રન બનાવ્યા છે. પંડ્યાએ આ ફોર્મેટમાં ૪ અર્ધશતક પણ લગાવ્યા છે, જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૧ રનનો રહ્યો છે. તેની સાથે-સાથે હાર્દિક પંડ્યાએ ૪૨ વિકેટ પણ પોતાના નામે કરી છે.
CVC કેપિટલ એ ૫૬૨૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી અમદાવાદની ટીમ
આ વર્ષે આઈપીએલમાં ૮ ની જગ્યાએ કુલ ૧૦ ટીમ રમતી જોવા મળશે. બીસીસીઆઈએ આઈપીએલ માટે બે નવી ટીમનું એલાન પાછલા વર્ષે ૨૫ ઓક્ટોબરનાં રોજ કર્યું હતું. લખનઉ ટીમને આર.પી.એસ.જી. વેન્ચર્સ લિમિટેડ એ ૭૦૯૦ કરોડ રૂપિયા અને અમદાવાદની ટીમને CVC કેપિટલ એ ૫૬૨૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી. લખનઉ એ પાછલા મહિને જ પોતાનાં આધિકારિક નામનું એલાન કર્યું હતું. લખનઉની ટીમ “લખનઉ સુપર જાયન્ટ્સ” ના નામથી આઈપીએલમાં રમવા ઉતરશે.




Post a Comment