સીક્રેટ ટ્રિક : WhatsApp પર તમારું નામ છુપાવવા માંગતા હોવ તો કરો આ કામ, લોકોને પણ લાગશે જોરદાર ઝટકો
દુનિયામાં સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યુઝર્સનાં એક્સપિરિયન્સને સારું બનાવવા માટે ઘણા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. WhatsApp એ પ્રાઇવસી સમસ્યાને ધ્યાનમાં રાખતા એક ખાસ ફીચર્સને ઇમ્પ્લીમેન્ટ કર્યું છે, જેના દ્વારા WhatsApp પર તમારું નામ (ઇનવિઝીબલ ટેકસ) છુપાવીને રાખી શકશો. અહીં અમે તમને એક એવી જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે WhatsApp માં તમારું નામ ઇનવિઝિબલ ટેકસ થી બદલી શકો છો.
જો કે એપ યુઝર્સને નામ નાં કોલમને ખાલી રાખવાની મંજુરી આપતું નથી પરંતુ તમે એક સરળ ટ્રિક્સ દ્વારા તમારી પ્રાયવસી ને જાળવી રાખીને તમારું નામ છુપાવી શકો છો અથવા તો તેને ખાલી રાખી શકો છો. આ ટ્રિક્સ દ્વારા તમે માત્ર એક ઇનવિઝિબલ ટેક્સ મોકલવાની સાથે-સાથે તમારી આઇડેન્ટીને પ્રોટેક્ટ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે તમે WhatsApp માં તમારું નામ ઇનવિઝિબલ રાખવા માટે આ સ્ટેપ્સને ફોલ્લો કરી શકો છો.
WhatsApp માં તમારું નામ છુપાવવા માટે કરો આ કામ
- સૌથી પહેલા તો તમારા મોબાઇલ અને કોમ્પ્યુટરમાં WhatsApp ઓપન કરો.
- હવે આ બે સિમ્બોલ ⇨, ને કોપી કરો.
- હવે તમારે WhatsApp માં સેટિંગ ઓપ્શનમાં જવું પડશે.
- હવે જ્યાં તમારું નામ લખેલું છે તેનાં પર ટેપ કરો અને બાદમાં પેન્સિલ આયકન પર ક્લિક કરો.
- બાદમાં આ ⇨, સિમ્બોલને તમારા નામની જગ્યાએ કોપી કરો.
- હવે તમારે એરો સિમ્બોલ એટલે કે ⇨ ને હટાવવાનો છે અને તમારું નામ ચેન્જ કરવા માટે ઓકે પર ટેપ કરવું પડશે.
- ત્યારબાદ WhatsApp પર તમારું નામ બ્લેન્ક થઈ જશે.
નામ છુપાવાનો શું થશે ફાયદો
તેવામાં જો હવે તમને કોઈપણ WhatsApp ગ્રુપમાં એડ કરે છે તો તે તમારું નામ પણ જોઈ શકશે નહી જ્યાં સુધી તે તમને કોન્ટેક્ટમાં એડ કરતા નથી. તેનાથી તમારી પ્રાઇવસી પણ સેફ રહેશે.



Post a Comment