ધડાધડ વેચાઈ રહ્યું છે ફક્ત ૮૨૯ રૂપિયાનું આ ટેબલ AC, ગરમીમાં માંથી આપે છે છુટકારો
ગરમીની ઋતુ ભારતમાં આવવાની તૈયારી છે. જેટલી જબરદસ્ત ઠંડી પડી છે એટલી જ ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જજો તેથી લોકો હવે ગરમીમાંથી છુટકારો મેળવવાની તૈયારીમાં લાગી ગયા છે. ગરમીની ઋતુ આવતા પહેલા જ લોકો પોતાનાં ઘરમાં કુલર, પંખા અને એર કન્ડિશનર ઠીક કરવા લાગે છે અથવા તો પછી તેને બદલીને નવી પ્રોડક્ટની ખરીદી કરે છે, જેનાં લીધે ઉનાળા જેવી ઋતુમાં તેમને કોઈપણ પ્રકારની પરેશાની ના થાય પરંતુ ઘણીવાર મોંઘી કિંમતનાં લીધે આ પ્રોડક્ટને ખરીદવા એક સપના જેવું થઈ જાય છે.
આકાશને સ્પર્શ કરતી મોંઘવારીમાં જો તમને લાગે છે કે તમે AC ખરીદી નહિ શકો તો હવે એવું બિલકુલ પણ નથી. તમને જણાવી દઈએ કે માર્કેટમાં ઘણા બધા શાનદાર એસી રહેલા છે પરંતુ જો તમે પોર્ટેબલ AC ખરીદવા માંગો છો તો આજે અમે તમને એમેઝોન પર મળી રહેલ એક એવા જ AC વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે આકારમાં કોઇ બોક્સ જેવું દેખાય છે અને તેને તમે સરળતાથી પોતાનાં હાથમાં ઉઠાવીને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકો છો. તે એક ખુબ જ સસ્તું ટેબલ એસી છે.
તમને જણાવી દઈએ કે તેને કોઈપણ જગ્યાએ રાખી શકાય છે. ભલે પછી તે ટેબલ હોય કે પછી તમારો બેડ હોય. તેને તમે USB કેબલની મદદથી ચલાવી શકો છો. તેની કુલિંગ રેન્જ ખુબ જ સારી છે અને તે નાની જગ્યામાં ખુબ જ શાનદાર ઠંડી પ્રદાન કરે છે. તમને જણાવી દઇએ કે આ એર કન્ડીશનરમાં તમને લો સ્પીડ, મિડલ સ્પીડ અને હાઈ સ્પીડનાં ઓપ્શન આપવામાં આવે છે, જેનાં લીધે તમે પોતાની જરૂરીયાતનાં હિસાબથી તેની સ્પીડને એડજસ્ટ કરીને કુલિંગનો આનંદ લઇ શકો છો.
તમને જણાવી દઈએ કે તે થ્રી ઇન વન એર કુલર હ્યુમિડી ફાયર અને પ્યુરીફાયરનું કામ કરે છે. તે તમારા સુધી ડસ્ટ ફ્રી હવા પહોંચાડવાનું પણ કામ કરે છે, જે ખુબ જ ઠંડી હોય છે. તેને તમે એક બટનની મદદથી ઉપયોગ કરી શકો છો, જે તેની બોડી પર લગાવેલું હોય છે, જેને દબાવીને તમે તેને એક્સેસ કરી શકો છો. હવે જો તમે વિચારી રહ્યા હોય કે તે ખુબ જ મોંઘું હશે તો એવું બિલકુલ પણ નથી કારણકે તમે તેને ફક્ત ૮૨૯ રૂપિયામાં ખરીદી શકો છો, જે ખુબ જ સસ્તી કિંમત કહી શકાય અને તે દરેક લોકોનાં બજેટમાં ફિટ થઈ જાય છે.

Post a Comment