જો તમે પણ કબજિયાતથી પરેશાન હોવ તો અપનાવો આ ૫ ઉપાયો, છુમંતર થઈ જશે આ ગંભીર બિમારી

 જ્યાં મનુષ્યની વાત હોય તો ત્યાં બિમારીઓ હોવી સામાન્ય બાબત હોય છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ નાની મોટી બિમારી હોય છે પરંતુ કબજિયાત એક એવી બિમારી છે, જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. આજનાં જમાનામાં આપણે જે લગ્ઝરી રીતે જીવીએ છીએ, તે કબજીયાતનું મુખ્ય કારણ બની રહ્યું છે. આજનાં સમયમાં મનુષ્ય પોતાનાં કામમાં એટલાં વ્યસ્ત બની ગયાં છે કે તેમનાં ખાવા-પીવાનું કોઈ ટાઈમટેબલ રહ્યું નથી અને આજની જનરેશન ફાસ્ટફુડનું જરૂરીયાતથી વધારે સેવન કરી રહ્યાં છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ફાસ્ટફુડ જ કબજીયાતને આમંત્રણ આપી રહ્યું છે. જો તમને પેટમાં કોઈપણ પ્રકારનો દુખાવો કે કોઈ પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો તેનો મતલબ એ છે કે તમે કબજીયાતનાં શિકાર બની રહ્યા છો. આજે અમે તમને ૫ એવા ઘરેલુ ઉપચાર જણાવીશું, જેને અપનાવીને તમે કબજીયાત જેવી બિમારીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે આપણે ઘરે બેઠા કબજિયાત જેવી બિમારીને દુર કરી શકીએ છીએ.

સારો ખોરાક સારી રીતે ચાવીને ખાશો તો તમે કબજીયાતને દુર હટાવી શકશો. તે ઉપરાંત ઘણી વખત આપણે ઓફિસમાં ઉતાવળે ભોજન કરીએ છીએ અને તે યોગ્ય રીતે પચતું નથી. આ કારણનાં લીધે ધીરે-ધીરે આપણાં પેટમાં પ્રોબ્લેમ થઈ જાય છે. હકિકતમાં જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો આપણાં મુખ માંથી એક કેમિકલ નીકળે છે, જે ભોજન પચાવવામાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે. તે કેમિકલ ફક્ત ભોજન કરતી વખતે નીકળે છે એટલે ભોજન કરતી વખતે ઉતાવળ કરવી ના જોઈએ અને ભોજન સારી રીતે ચાવીને ખાવું જોઈએ. તે ઉપરાંત ખોરાક સારી રીતે ચાવીને ખાવાથી તે જલ્દી પચી જશે અને શરીરની પાચનશક્તિ નિયંત્રિત કરશે, જેનાં લીધે મનુષ્ય નિરોગી રહે છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે સારો ડાયેટ મતલબ કે હેલ્ધી ખોરાક પેટમાં જવો વધારે જરૂરી હોય છે કારણકે હેલ્ધી ખોરાક જલ્દી હજમ થઈ જશે અને સાથે-સાથે શરીરને તંદુરસ્ત પણ રાખશે. તેના માટે ભોજનમાં ફેટી એસીડનો ઉપયોગ ઘટાડો અને તે જગ્યાએ ફાઇબર ગ્રહણ કરો. ફળો અને લીલા શાકભાજીમાં ફાઇબરની માત્રા વધારે હોય છે તેથી શક્ય તેટલું વધારે તમે ફાઇબર યુક્ત આહાર લો. તેનાથી તમને કબજિયાત જેવી બિમારી નહીં થાય.

આપણાં શરીરમાં પાણી સૌથી વધુ જરૂરી પદાર્થ છે, પાણી વગર કોઈપણ મનુષ્ય કે પ્રાણી નહીં રહી શકે. મંગળ ગ્રહ પર પણ જીવનની તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં પણ ત્યાં જીવન સંભવ નથી કારણકે ત્યાં પાણીનો અભાવ છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૪ થી ૫ ગ્લાસ પાણી પીવું જોઈએ. તે ભોજન પચાવવાની સાથે સાથે ચહેરામાં નિખાર લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.

યોગ પણ મનુષ્યની જીંદગી માટે જરૂરી છે. યોગ કરવાથી મનુષ્ય તંદુરસ્ત મતલબ ફીટ રહેશે. આયુર્વેદ અનુસાર સવારે યોગ કરવાથી મનુષ્યની કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યા દુર થઇ જાય છે.

ઘણી વખત આપણે તાવ, ઉધરસ જેવી બિમારીને સામાન્ય સમજીએ છીએ, જે ઘણી વખત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને તે મનુષ્ય માટે જીવલેણ સાબિત થઇ શકે છે એટલે અગાઉથી સાવચેતી રાખીશું તો તે આપણાં માટે ખુબ જ લાભદાયક બનશે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.