હવે તમે માત્ર બે રૂપિયામાં કરી શકો છો પોતાની કાળી કોણી અને ઘુંટણને દુધ જેવા સફેદ, વાંચો કેવી રીતે

 દુનિયામાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાનું પસંદ કરે છે અને તે માટે દરેક લોકો પોતાનાં ચહેરાને ચમકાવવાની કોશિશ કરતાં રહે છે. ચહેરાની સુંદરતાનાં ચક્કરમાં લોકો પોતાની કોણી અને ઘુંટણ પર ધ્યાન આપતાં નથી. ઉનાળામાં ધુળ અને માટીનાં કારણે આપણી કોણી અને ઘુંટણ કાળા થઈ જાય છે કારણકે ગરમીમાં આપણી બોડી કવર રહેતી નથી અને માટીથી કોણી-ઘુંટણ પર મેલ જમાં થાય છે, જેનાં લીધે ઘણીવાર લોકો આપણી મજાક ઉડાવે છે.

મહિલા હોય કે પુરૂષ, બન્નેને આ સમસ્યા પરેશાન કરે છે કારણકે આપણાં શરીરનો સાંધાવાળો ભાગની સ્કીન સખત રહે છે. સ્કિન સખત હોવાનાં લીધે તેનાં પર ધુળ-માટી સરળતાથી ચોંટી જાય છે અને સ્કિનની ડેડ સેલ્સ ખતમ થઈ જાય છે. આજનાં આર્ટિકલમાં અમે તમને અમુક એવાં ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ખુબ જ ઓછા ખર્ચમાં આ સમસ્યાને ઉકેલી શકશો. તો રાહ શેની જુઓ છો? ચાલો જાણી લઈએ આ ઉપાય વિશે વિસ્તારથી.

કાકડી દ્વારા કોણી પર રહેલ મેલ થઈ શકે છે દુર

“કાકડી” કોણી અને ઘુંટણને સાફ કરવાનો સૌપ્રથમ અને સહેલો રસ્તો છે. કાકડીનો ઉપયોગ કરીને તમે થોડા જ દિવસોમાં તમારી ત્વચાને ગોરી બનાવી શકો છો. તેનાં માટે તમે એક તાજી કાકડી લો. હવે આ કાકડીને સ્લાઇસમાં કાપી નાખો. હવે ધીરે-ધીરે આ ટુકડાઓને તમારા ગંદા અંગો પર ઘસો. ત્યારબાદ કોણીને પંદર મિનિટ સુધી આવી રીતે જ રહેવા દો અને પંદર મિનિટ બાદ તમારા અંગોને ઠંડા પાણીથી ધોઈ નાખો. હવે તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારી ત્વચામાં ખુબ જ ચમક આવવા લાગશે. તેનાથી પણ વધુ સારા પરિણામ માટે સતત બે થી ત્રણ મહિના સુધી આવી રીતે કરતા રહો.

સ્ક્રબ વાપરો

કાકડી બાદ તમે ઇચ્છો તો સ્રક્રબ પણ અપનાવી શકો છો, જેને બનાવવા માટે તમે એક બાઉલમાં બેકિંગ સોડા લો. જો ઘરમાં બેકિંગ સોડા ના હોય તો તેની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. હવે તમે તેમાં એક કપ દુધ ભેળવો. દુધ ભેળવ્યા બાદ તે બન્નેને સારી રીતે મિક્સ કરી લો અને કપડા કે બ્રશની મદદથી કોણી અને ઘુંટણ પર લગાવો. આ સ્ક્રબનો દિવસમાં બે વખત ઉપયોગ કરવાથી તમને થોડા જ દિવસમાં સારું રિઝલ્ટ જોવા મળશે.

વાઇટનિંગ પેકનો કરો ઉપયોગ

જો સ્ક્રબથી પણ તમને કોઈ ફાયદો ના મળે તો ગભરાશો નહી. અમારી પાસે હજુ એક સરળ ઉપાય છે. ત્રીજા ઉપાય તરીકે તમારે વાઇટનિંગ પેક કોણી અને ઘુંટણ પર લગાવવું પડશે. તે બનાવવું સરળ છે. તેને બનાવવા માટે તમે બે ચમચી ડુંગળીની પેસ્ટ, બે ચમચી લીંબુનો રસ, અડધી ચમચી મધ અને એક ચમચી ચણાનો લોટ લો અને તેને સારી રીતે મિક્સ કરો. ડુંગળી અને બેસન સ્કીનની વાઇટનિંગ માટે ખુબ જ લાભદાયક કેમીકલ એજન્ટ છે. તેને કોણી અને ઘુંટણ પર દરરોજ લગાવો. ખુબ જ જલ્દી તમારી કોણી કે ઘુંટણ પર રહેલાં ડાઘ દુર થઈ જશે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.