અમિતાભનાં બંગલા પર બુલડોઝર ચલાવવાની તૈયારી, કાર્યવાહી રોકવા કોર્ટ પહોંચ્યા બિગ-બી, જાણો શું છે કારણ
અમિતાભ બચ્ચન બોલિવુડનું જાણીતું નામ છે. તેમની એક્ટિંગનાં કરોડો લોકો દિવાના છે. બિગ-બી મુંબઈમાં રહે છે અને અહીં પર તેમનો બંગલો “પ્રતીક્ષા” છે, જેને જોવા માટે દુર-દુરથી લોકો આવે છે. જો કે હાલનાં દિવસોમાં અમિતાભ મુસીબત માંથી પસાર થઇ રહ્યા છે. તેનું કારણ BMC ની કાર્યવાહી છે, જેણે બિગ-બી ને પરેશાન કરી દીધા છે. તેઓ હાલનાં સમયમાં કોર્ટનાં ધક્કા ખાઈ રહ્યા છે. અમિતાભનાં બંગલા પર BMC બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આખરે તેનું કારણ શું છે અને કોર્ટે હાલમાં શું આદેશ આપ્યો છે?. ચાલો અમે તમને જણાવી દઈએ.
“પ્રતીક્ષા” પર બુલડોઝર ચલાવવાની તૈયારી
BMC અમિતાભનાં બંગલા પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનાં લીધે અમિતાભ પરેશાન થઈ ગયાં છે. હકિકતમાં BMC અમિતાભનાં બંગલાની સામે રસ્તો પહોળો કરવા માટે કામ કરાવી રહ્યા છે. આ કામ વચ્ચે અમિતાભનો બંગલો આડો આવી રહ્યો છે, જેનાં લીધે આ કામ અટકી ગયું છે.
BMC આ વિઘ્નને દુર કરવા માંગે છે અને તેના માટે અમિતાભના બંગલાની દિવાલને બુલડોઝરથી તોડવી પડશે. અમિતાભનો બંગલો સંત જ્ઞાનેશ્વર માર્ગ પર આવેલો છે, જેને પહોળો કરવામાં આવશે. આ માર્ગ સીધો “પ્રતીક્ષા” બંગલાથી થઈને ઇસ્કોન મંદિર તરફ જાય છે.
હાઈકોર્ટે આપ્યો આ આદેશ
BMC ની આ કાર્યવાહીને રોકવા માટે અમિતાભ બચ્ચન હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમણે આ એક્શનને રોકવા માટે કોર્ટમાં અરજી પણ આપી છે. ત્યારબાદ કોર્ટે તેમની અપીલને ધ્યાનમાં લેતા BMC ને આદેશ પણ આપ્યો છે. આ આદેશથી બિગ-બી ને થોડી રાહત જરૂર મળી છે. કોર્ટે કાર્યવાહીને ૩ અઠવાડિયા સુધી રોકવાનો આદેશ આપ્યો છે.
એટલું જ નહીં કોર્ટે BMC ને ૩ અઠવાડિયામાં પોતાનો પક્ષ રાખવા પણ આદેશ આપ્યો છે. વળી કોર્ટે BMC ને અમિતાભ બચ્ચન સાથે વાત કરવા અને નિર્ણય પર ફરી વિચાર કરવા માટે પણ કહ્યું છે.
ઇલાહાબાદનાં મુળ નિવાસી છે બિગ-બી
અમિતાભ ભલે મુંબઈમાં વસી ગયા હોય પરંતુ તેઓ મુળરૂપથી ઉત્તરપ્રદેશનાં ઇલાહાબાદ શહેરનાં નિવાસી છે. તેમણે અહીંથી ચુંટણી પણ લડી હતી અને વિજયી પણ થયા હતાં. જોકે હવે તે રાજકારણથી દુર થઈ ગયાં છે પરંતુ તેમની પત્નિ જયા બચ્ચન હજુ પણ સપા ની નેતા છે. બિગ-બી નાં મુંબઈમાં બે મોટા બંગલા છે, જેમાં “પ્રતીક્ષા” બંગલો પણ એક છે. તેમનો સંપુર્ણ પરિવાર મુંબઈમાં જ રહે છે.





Post a Comment