ખુશખબર… હવે ફેસબુકમાં રીલ્સ બનાવીને દર મહિને કરી શકો છો ૨૫ લાખ સુધીની કમાણી, જાણો કેવી રીતે

 ફેસબુક રીલ્સ ની ગ્લોબલ લોન્ચિંગ થઈ ગયું છે. શોર્ટ વિડિયો ફીચર ફેસબુક રીલ્સ દુનિયાભરનાં ૧૫૦ દેશમાં લોન્ચ થઈ ગયું છે. ફેસબુક રીલ્સ ને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. ફેસબુક રીલ્સ સૌથી પહેલા વર્ષ ૨૦૨૦ માં ટિકટોક ની ટક્કરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મેટા ના સીઇઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક રીલ્સ ક્રીએટરને કમાણીનાં અવસર આપશે, તેના માટે ખુબ જ જલ્દી ફેસબુક તરફથી નવા ફિચર્સ રજુ કરવામાં આવશે.

કેટલી થશે કમાણી

  • મેટા તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે “Reels Play” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે યુઝર્સને રીલ્સ શેર કરીને કમાણીનો અવસર આપે છે.
  • Facebook રીલ્સ બનાવવા વાળા એવા યુઝર્સને બોનસ આપશે, જેની રીલ્સ પર ૩૦ દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦૦ વ્યુઝ હશે.
  • મેટા એ કહ્યું કે “Reels Play” બોનસ પ્રોગ્રામ કંપનીનાં ૧ બિલિયન ડોલર ક્રિએટર રોકાણનો ભાગ છે.
  • આ પ્રોગ્રામની અંદર ક્રિએટર્સ દર મહિને વધારેમાં વધારે ૩૫ હજાર ડોલર (લગભગ ૨૬,૧૧,૫૧૪) રૂપિયાની કમાણી કરી શકશે.
  • આ કમાણી તમારી પ્રોફાઇલ ઉપર નિર્ભર કરશે. કંપની આગામી દિવસોમાં પોતાનાં પ્રોગ્રામનો વિસ્તાર કરશે. આ પ્રોગ્રામમાં રીલ્સ બનાવવા વાળા લોકોને રિવર્ડ મળશે.

કેવી રીતે થશે કમાણી

મેટા પ્રમાણે ફેસબુક રીલ્સ વચ્ચે જાહેરાત બતાવવામાં આવશે. જે બેનર્સ અને સ્ટીકર્સ ફોર્મમાં હશે. સાથે જ જલ્દી રીલ્સ માં ફુલ સ્ક્રીન જાહેરાત રજુ કરવામાં આવશે. તેનાથી ફેસબુક ને કમાણી થશે. આ કમાણીનો થોડો ભાગ ફેસબુક રીલ્સ બનાવવા વાળાને આપવામાં આવશે. કંપની પ્રમાણે તો ખુબ જ જલ્દી ફેસબુકનાં યુઝર્સને પણ રિલ્સ જોવા મળશે. એવું અનુમાન છે કે Facebook Story ની જગ્યાએ Facebook Reels લોન્ચ કરી શકાય છે.

ફેસબુક રીલ્સ માં શું હશે ખાસ

Facebook તરફથી રીલ્સ માં ઘણા પ્રકારનાં અપડેટ આપવામાં આવશે. તેમાં એડિટિંગ, શેરિંગ સિવાય યુઝર્સને વિડિયો રીમિક્સ કરવાનાં પણ ઓપ્શન આપવામાં આવશે. ફેસબુક રીલ્સ માં ૬૦ સેકન્ડનો શોર્ટ વિડીયો બનાવી શકશો. નવા અપડેટ બાદ રીલ્સ યુઝર્સને ડ્રાફ્ટ ઓપ્શન અને ડ્રાફ્ટ સેવ બટન આપવામાં આવશે. આ સિવાય વીડીયો ક્લીપીંગ ફિચર આપવામાં આવશે, જેનાથી અલગ-અલગ ફોર્મેટમાં વિડીયો પબ્લિશ કરવામાં મદદ મળશે.