ભારતીય યુવક સાથે લગ્ન કરવા માંગે છે આ વિદેશી મોડેલ, તેમના નામે કરી દેશે ૭૦ કરોડની સંપતિ, શરત છે માત્ર આટલી જ…

 પોતાનાં મનપસંદ સાથી સાથે લગ્ન કરવાનું દરેક લોકોનું સપનું હોય છે. ભારત એક એવો દેશ છે જ્યાં પતિ-પત્નિનાં સંબંધને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેવામાં રશિયાની એક મોડેલ પણ કોઈ ભારતીય યુવક સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ રશિયાની આ સુંદર યુવતિ સાથે લગ્ન કરવા માટે તમારે તેમની અમુક શરતો માનવી પડશે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રશિયાની એક મોડલ એ ભારતીય યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

રશિયાની આ યુવતિનું નામ કોઈ નાની-મોટી મોડેલમાં ગણવામાં આવતું નથી પરંતુ તે એક શ્રેષ્ઠ મોડલમાંથી એક છે, તેમનું નામ એના છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ મોડેલ આખરે શા માટે માત્ર ભારતીય યુવક સાથે જ લગ્ન કરવા માંગે છે. એના રશિયાની એવી મોડલ છે, જે સુંદર તો છે જ પરંતુ ખુબ જ સ્માર્ટ પણ છે. તેની સાથે જ તે ૭૦ કરોડની માલિક પણ છે. તેમણે કહ્યું કે તે જે પણ ભારતીય યુવક સાથે લગ્ન કરશે, તે પોતાની તમામ સંપતિ તેમનાં નામ પર કરી દેશે. તેમને માત્ર પ્રેમ અને સન્માન જોઈએ છીએ પરંતુ આ યુવતિ ફક્ત તે યુવક સાથે જ લગ્ન કરશે, જે તેમની શરત પર પાર ઉતરશે.

એના ને જ્યારે મીડિયા દ્વારા પુછવામાં આવ્યું કે આખરે તે કોઈ ભારતીય યુવક સાથે જ લગ્ન શા માટે કરવા માંગે છે, ત્યારે એના એ જવાબ આપ્યો કે ભારતીયની સભ્યતા અને સંસ્કૃતિ બાકી બધા જ દેશોથી ખુબ જ અલગ છે.  ભારતીય યુવકો એકવાર જે યુવતિનો હાથ પકડી લે છે તેનો જિંદગીભર સાથ આપે છે. ભારતીય યુવકો એક જ યુવતિ સાથે હસતા-હસતા પોતાનું જીવન પસાર કરે છે જ્યારે બીજી તરફ રશિયાનાં યુવકો લગ્નને ફક્ત એક જરૂરિયાત સમજે છે જ્યારે તેમની હવસ પુરી થઈ જાય છે તો તે યુવતિઓને છોડીને ચાલ્યા જાય છે અને કોઈ અન્ય યુવતિ સાથે લગ્ન કરી લે છે.

પરંતુ ભારતીય યુવકો ખુબ જ પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોય છે. ભારતીય યુવકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. તેથી તે એવા ભારતીય યુવક સાથે લગ્ન કરવા માંગે છે, જે સંપુર્ણ જીવન તેમનાં પ્રત્યે પ્રામાણિક રહે. જે પણ યુવક તેમની આ શરતને માનવા તૈયાર હશે, તેમની સાથે તે લગ્ન કરશે. જોકે ઘણા બધા યુવકો તેમનો સંપર્ક કરી રહ્યા છે કારણકે એક તો એના ખુબ જ સુંદર છે અને તેનાં સિવાય તે ૬૫ થી ૭૦ કરોડ રૂપિયાની માલિક પણ છે.