રણવીર સિંહે અનુષ્કાનાં પ્રાઈવેટ પાર્ટને લઈને કરી દીધી હતી આવી ગંદી કોમેન્ટ, વિડીયો જોઈને તમને પણ આવી જશે શરમ

 રણવીર સિંહ વર્તમાન સમયમાં બોલીવુડનાં સૌથી સફળ અભિનેતાઓમાંથી એક છે. તેમણે “બેન્ડ બાજા બારાત” ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી અને ખુબ જ ઓછા સમયમાં તેમણે પોતાને ઇન્ડસ્ટ્રીનાં ટોપ સ્ટાર્સમાં સામેલ કરી દીધા છે. રણવીર એક એવા અભિનેતા છે, જે પોતાની એક્ટિંગની સાથે-સાથે પોતાની અજીબો-ગરીબ ફેશન, જબરદસ્ત એનર્જી અને બિન્દાસ અંદાઝ માટે જાણીતા છે.

હાલનાં દિવસોમાં રણવીર સિંહનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે એક એવું નિવેદન આપ્યુ હતું, જેને લઈને કદાચ આજે પણ તેમને પસ્તાવો થતો હશે. હકિકતમાં વર્ષ ૨૦૧૧ માં રણવીર સિંહ, અનુષ્કા શર્મા સાથે “કોફી વિથ કરણ” શો માં પહોંચ્યા હતાં. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રણવીર અને અનુષ્કા હોસ્ટ કરણ જોહર સાથે ખુબ જ હસી-મજાક કરી રહ્યા છે.

આ દરમિયાન રણવીર અનુષ્કાને લઈને ગંદી કોમેન્ટ કરી દે છે ત્યારબાદ અનુષ્કા પણ ખુબ જ અસહજ જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે હસી-મજાક વચ્ચે રણવીર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે અને અનુષ્કાનાં પ્રાઇવેટ પાર્ટ પર ગંદી વાત કરી દે છે, જેને સાંભળીને અનુષ્કા પણ ખુબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.

જોકે હોસ્ટ કરણ જોહર ખુબ જ હસવા લાગે છે. ત્યારબાદ અનુષ્કા મજાક-મજાકમાં પણ રણવીરને મારે છે અને કહે છે કે “મારી સાથે આ રીતે વાત ના કર”. રણવીર સિંહનો આ વિડિયો લગભગ એક દશક જુનો છે પરંતુ હાલનાં દિવસોમાં તે ફરીથી ચર્ચામાં આવી ગયો છે અને ફેન્સ રણવીર સિંહ અને શો નાં હોસ્ટ કરણ જોહરને ખરું-ખોટુ સંભળાવી રહ્યા છે.

જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને રણવિર સિંહે વર્ષ ૨૦૧૦ માં “બેન્ડ બાજા બારાત” ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. જોકે બે વર્ષ બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. વર્તમાન સમયમાં રણવીર સિંહે, દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા છે જ્યારે અનુષ્કાએ પણ ક્રિકેટર વિરાટ કોહલીને પોતાનાં હમસફર બનાવી લીધા છે.