યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર વિરાટ માટે પોસ્ટ લખીને કહ્યું, “તું દુનિયા માટે કિંગ કોહલી હશે, મારા માટે તો તું…
ટીમ ઈન્ડિયાનાં પુર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજસિંહે વિરાટ કોહલી માટે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ મેસેજ લખ્યો છે. પોસ્ટમાં યુવરાજ સિંહે વિરાટ કોહલીને એક મહાન કેપ્ટન અને સારો લીડર જણાવ્યો છે. યુવી એ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસ્વીરો શેર કરી છે. પહેલી તસ્વીરમાં ગોલ્ડન કલરનાં એક જોડી બુટ રાખ્યા છે. વળી બીજી તસ્વીરમાં યુવી એ એક લેટર રાખ્યો છે, જે તેમણે કોહલી માટે લખ્યો છે. ત્રીજી તસ્વીર યુવી અને કોહલીની છે, જે ખુબ જ જુની છે. યુવી એ કોહલી માટે લખ્યું છે કે, “મારા માટે તું હંમેશા ચીકુ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલી. પોતાની અંદરની આગને સળગતી રહેવા દેજે. તું એક સુપરસ્ટાર છે. આ ગોલ્ડન બુટ તારા માટે છે. ભારત દેશનું હંમેશા ગૌરવ વધારજે”.
કોહલી માટે બીજું શું લખ્યું
યુવરાજસિંહે કોહલી માટે લખ્યું કે, “વિરાટ મેં તને એક ક્રિકેટર અને મનુષ્ય તરીકે આગળ વધતા જોયા છે. નેટ પર એક યુવાન છોકરો, જે ભારતીય ક્રિકેટનાં મહાન ખેલાડીઓ સાથે દરેક પરિસ્થિતિમાં આગળ વધ્યો, તે આજે પોતે એક મહાન ખેલાડી બની ગયો છે. મેદાન પર તારું અનુશાસન, જોશ અને ત્યાગ દેશનાં તે દરેક યુવાન ક્રિકેટર માટે પ્રેરણા છે, જે આ દેશ માટે એક દિવસ બ્લુ જર્સી પહેરવાનું સપનું જુએ છે”.
તે દર વર્ષે પોતાની રમતનાં સ્તરને વધાર્યું અને તું ઘણું બધું પ્રાપ્ત કરી ચુક્યો છે. તું એક મહાન કેપ્ટન અને એક ગજબનો લીડર રહ્યો છે. હું તને મોટાભાગે રન ચેજ કરતા જોવા માંગુ છું. મને આનંદ છે કે હું તારી સાથે ખેલાડી તરીકે અને એક મિત્ર તરીકે જોડાયેલો રહ્યો. આપણે બંનેએ મળીને રન બનાવ્યા. લોકોની મજાક કરી, પંજાબી ગીત પર ડાન્સ કર્યા અને ટુર્નામેન્ટ જીતી.
વિરાટ હાલમાં આરામ કરી રહ્યા છે
વિરાટ કોહલી હાલનાં સમયમાં ટીમ ઇન્ડિયાથી બહાર રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બીજી ટી-૨૦ બાદ તેને આરામ આપવામાં આવ્યો હતો. હવે વિરાટ શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં રમતા નજર આવશે. મોહાલીમાં કોહલી પોતાની ૧૦૦ મી ટેસ્ટ મેચ રમશે. બીજી ટી-૨૦ માં કોહલીએ શાનદાર રમત બતાવી હતી. તેમણે મેચમાં શાનદાર ૫૨ રન બનાવ્યાં હતાં. શ્રીલંકા વિરૂદ્ધની સીરીઝમાં કોહલીનાં બેટથી ૭૧ માં સેન્ચ્યુરીની આશા રહેશે.



Post a Comment