વૃદ્ધ કપલ પાસે લગ્નનો એક પણ ફોટો નહોતો, ૫૮ વર્ષ બાદ કરાવ્યું પહેલું વેડિંગ ફોટોશુટ, જુઓ તસ્વીરો
લગ્નનો દિવસ કોઈપણ કપલની લાઇફનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસને હંમેશા યાદો માં સંભાળીને રાખવા માટે તેઓ વેડિંગ ફોટોશુટ કરાવે છે. લગ્નનાં તે ફોટા અને વિડીયો આવનારા ઘણા વર્ષો આપણી સાથે યાદોનો ખજાનો બનીને રહે છે પરંતુ અમુક દંપતી એવા પણ હોય છે, જેમની પાસે પોતાનાં લગ્નનાં કોઈપણ ફોટા કે વિડીયો હોતા નથી. તે ફોટાઓ કાં તો ખોવાઈ જાય છે અથવા તો તેમની પાસે ત્યારે ફોટોગ્રાફી માટે પૈસા હોતા નથી.
વૃદ્ધ કપલ પાસે લગ્નનાં નહોતો એક પણ ફોટો
કેરલનાં ઈડુક્કી જિલ્લામાં રહેતા ૮૫ વર્ષીય કિંજુત્તી અને ૮૦ વર્ષની ચિન્નમા પાસે પણ પોતાનાં લગ્નનો એકપણ ફોટો નહોતો પરંતુ જ્યારે તેમનાં લગ્ન થયા તો તેમનું ફોટોશુટ નહોતું થયું. આ વાત જ્યારે તેમના પૌત્રને ખબર પડી તો તેમણે દાદા-દાદીનું વેડિંગ ફોટોશુટ કરવાનો પ્લાન બનાવ્યો.
પૌત્ર એ કરાવ્યું બંનેનું વેડિંગ ફોટોશુટ
આ વૃદ્ધ કપલે ૫૮ વર્ષ પહેલા લગ્ન કર્યા હતાં. લગ્નનાં આટલા વર્ષ બાદ તેમનું પહેલું વેડિંગ ફોટોશુટ થવાનું હતું. દિલચસ્પ વાત એ હતી કે વેડિંગ ફોટોશુટ તેમનો પૌત્ર કરી રહ્યો હતો. હકિકતમાં તેમનો પૌત્ર એક વેડિંગ ફોટોગ્રાફરનું કામ કરે છે એટલા માટે તેમણે ખાસ અંદાજમાં પોતાનાં દાદા-દાદીની લગ્નની યાદોને પુનર્જીવિત કરી.
તૈયાર થઈને દુલ્હા દુલ્હન બની ગયા દાદા-દાદી
પૌત્રએ દાદા-દાદી ને વેડિંગ ફોટોશુટ માટે સારી રીતે તૈયાર કર્યા. આ દરમિયાન તેમનો મેકઅપ પણ કરવામાં આવ્યો. દાદા એ વાદળી રંગનો સુંદર કોટ-પેન્ટ પહેર્યો હતો. વળી દાદી સુંદર સફેદ સાડીમાં નજર આવી. આ દરમિયાન તેમના હાથમાં ફુલો નો બુકે પણ આપવામાં આવ્યો.
વેડિંગ ફોટોશુટે ચહેરા પર લાવી દીધી મુસ્કાન
પૌત્ર એ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે મને ખબર પડી કે મારા દાદા-દાદી નું હજુ સુધીમાં વેડિંગ ફોટોશુટ થયું નથી તો મે કંઈપણ ના વિચાર્યું અને બંનેને ફટાફટ તેના માટે તૈયાર કરીને ફોટોશુટ કરાવ્યું. આ વૃદ્ધ કપલનું આ વેડિંગ ફોટોશુટ ખુબ જ શાનદાર થયું. તેમની જોડી જોઈને દરેક લોકો ખુશ થઈ ગયું.
૫૮ વર્ષમાં પહેલીવાર લગ્નની ફોટો પડાવતા વૃદ્ધ દંપતીનાં ચહેરા પર સુંદર સ્મિત જોવા મળ્યું. વળી સોશિયલ મીડિયા પર લોકો પૌત્ર ની ભરપુર પ્રસંશા કરવા લાગ્યા. આજનાં જમાનામાં કોઈ પોતાનાં ઘરનાં વૃદ્ધો માટે આ વિશે વિચારતું નથી. તે તેમને ફેશન, ગ્લેમર અને લેટેસ્ટ ટ્રેન્ડથી દુર જ રાખે છે.





Post a Comment