કોમ્પ્યુટર અને લેપટોપનાં કીબોર્ડમાં અક્ષરો ABCD ને બદલે આડા-અવળા શા માટે હોય છે? જો તમે પણ કીબોર્ડનો ઉપયોગ કરો છો તો જાણી લો તેની પાછળનું કારણ

 તમારા ઘરમાં પણ લેપટોપ અથવા કોમ્પ્યુટર હશે. જો નથી તો કોઈ સાયબર કાફે અથવા તો બેન્કમાં જરૂરથી તમે જોયું હશે. સાથોસાથ તેમાં કી-બોર્ડ પણ હોય છે. શું તમે ક્યારે કી-બોર્ડ ઉપર ધ્યાન આપેલું છે? આખરે તેમાં જેટલા પણ આલ્ફાબેટ હોય છે તે બધા આડાઅવળા હોય છે. શા માટે આ આલ્ફાબેટ ABCD એવી રીતે લાઈનમાં હોતા નથી અને QWERTY ફોર્મેટમાં હોય છે. જો તમે પણ તેના વિશે જાણતા નથી તો આજે અમે તમને અમારા આ વિશેષ આર્ટિકલમાં તેની જાણકારી આપીશું.

કામ દરમ્યાન તમે જે ટાઈપ કરવા માંગો છો કી-બોર્ડમાં તે બટન સુપર તમારી આંગળીઓ પહોંચતી રહે છે. કી-બોર્ડ પર આલ્ફાબેટ નાં લેટર્સ ABCD…. વગેરે સિરિયલમાં હોતા નથી. તેમ છતાં પણ તમે સુવિધાજનક રીતે સતત ટાઈપ કરતા રહો છો. ક્યારેક ને ક્યારેક તમારા દિમાગમાં એવો વિચાર જરૂર આવ્યો હશે કે આ બધા બટન આડા-અવળા શા માટે હોય છે.

કોમ્પ્યુટર અને લેપટોપ પહેલા ટાઈપરાઈટર માં પણ અને હાલમાં આપણા સ્માર્ટફોનમાં પણ આ લેટર્સ QWERTY ફોર્મેટ માં જ હોય છે. તેની પાછળ કોઈ રોકેટ સાયન્સ છે? પહેલા કી-બોર્ડ કેવા હતા અને આખરે ક્યારે અને કેવી રીતે QWERTY ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું હશે? ચાલો તમારા આ બધા અહીં આપીએ.

કોમ્પ્યુટર અને લેપટોપ પહેલા ટાઈપરાઈટર મશીનમાં પણ હતું આ જ ફોર્મેટ

તમે લોકોએ ટાઈપરાઈટર મશીન તો જરૂર જોયું હશે તેમાં પણ QWERTY ફોર્મેટ જ હતું. કોમ્પ્યુટર અથવા લેપટોપમાં આવતા પહેલાં કીબોર્ડનું આ ફોર્મેટ ચલણમાં હતું. આ ફોર્મેટ ને Christopher Latham Sholes દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા વર્ષ ૧૯૭૪માં આવેલા ટાઈપરાઈટર માં લેટર્સનો ઉપયોગ આવી રીતે જ થઇ રહ્યો હતો. ત્યારે તેને રેમિંગ્ટન-૧ નાં નામથી ઓળખવામાં આવતું હતું. પરંતુ શું શરૂઆતથી જ આ ફોર્મેટ ચલણમાં હતું કે પછી તે પહેલા ABCD ક્રમ માં આવતું હતું?

QWERTY પહેલા ABCD મોડલ હતું

પહેલા ટાઈપરાઈટર નાં કી-બોર્ડમાં પણ ABCD ફોર્મેટ જ હતું પરંતુ તેનાથી ટાઈપ કરવામાં ઝડપ આવતી ન હતી અને તે અસુવિધાજનક પણ હતું. ઘણા લોકોએ ટાઇપિંગ સ્પીડ વધારવા માટે કંઈક ને કંઈક પ્રયોગ કર્યા, પરંતુ સૌથી સફળ મોડલ QWERTY ના રૂપમાં સામે આવ્યું. તેનાથી ટાઈપ કરવામાં સરળતા થતી હતી અને સ્પીડ પણ ખુબ જ સારી રહેતી હતી.

ABCD  ને QWERTY માં શા માટે બદલવામાં આવ્યું?

હકીકતમાં ABCD વાળા કીબોર્ડ ને લીધે ટાઈપરાઈટર પર ટાઇપ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. એક તો તેમાં બટન એકબીજાથી ખુબ જ નજીક હતા, જેનાથી ટાઈપિંગ માં મુશ્કેલી થતી હતી અને બીજું સૌથી મોટું કારણ હતું કે અંગ્રેજીમાં અમુક અક્ષર એવા હોય છે જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે અને અમુક શબ્દો ની ખુબ જ ઓછી જરૂરિયાત પડતી હોય છે.

વધારે ઉપયોગ થતા અક્ષરો માટે આંગળીને આખી બોર્ડ ઉપર ફેરવવી પડતી હતી અને તેનાથી ટાઇપિંગ સ્પીડ ખુબ જ ઘટી જતી હતી. એટલા માટે તેને લઈને એક્સપેરિમેન્ટ શરૂ કરવામાં આવ્યા. ઘણી કોશિશો નિષ્ફળ રહી અને ૧૯૭૦નાં દશકમાં QWERTY ફોર્મેટ સામે આવ્યું. આ ફોર્મેટમાં જરૂરી એટલે કે વધારે ઉપયોગ થતાં લેટર્સ અને આંગળીઓની નજીક સેટ કરવામાં આવ્યા હતા.

વળી વધુ એક મોડલ આવ્યું હતું Dvorak

જ્યારે ટાઈપિંગ અને સુવિધાજનક બનાવવા માટે એક્સપેરિમેન્ટ થઇ રહ્યા હતા ત્યારે વધુ એક ફોર્મેટ આવ્યું હતું Dvorak નાં રૂપમાં. જોકે આ ફોર્મેટ પોતાની કી સેટિંગ થી ફેમસ થયું નહીં, પરંતુ તેને તૈયાર કરવા વાળા August Dvorak ના નામ ઉપરથી આ ફોર્મેટ નું નામ આપવામાં આવ્યું હતું. જોકે આ કી-બોર્ડ ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યું હતું. તે આલ્ફાબેટીક નહોતું અને ટાઈપીંગમાં દ્રષ્ટિકોણથી પણ સરળ હતું નહીં. લોકોને QWERTY મોડલ સૌથી વધારે સુવિધાજનક લાગ્યું. તે લોકોને વધારે પસંદ આવ્યું અને પ્રચલિત બની ગયું.